gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in INDIA
0 0
0
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Thalapathy Vijay CM Challenges: તમિલનાડુના રાજકારણમાં દાયકાઓ પછી એક મોટો વળાંક આવ્યો છે. સુપરસ્ટાર વિજય હવે રૂપેરી પડદા પરથી ઉતરીને સચિવાલયના સિંહાસન પર બિરાજવા જઈ રહ્યો છે. તેની પાર્ટી ‘તમિલગા વેટ્ટરી કઝગમ’ (TVK) સત્તા સંભાળવા તૈયાર છે, વિજય પણ શપથગ્રહણ બાદ અધિકારીક રીતે CM બની ચુક્યો છે. જો કે આ CM નો તાજ ખુબ જ કાંટાળો છે. 

તમિલનાડુના રાજકારણમાં સી. જોસેફ વિજયનો મુખ્યમંત્રી તરીકેનો પ્રવેશ એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. એમ.જી. રામચંદ્રન (MGR) અને જયલલિતા જેવા દિગ્ગજોના વારસાને આગળ ધપાવવા માટે વિજય તૈયાર છે, પરંતુ સત્તા સંભાળતાની સાથે જ તેમની સામે દસ એવા પડકારો છે જે તેમની રાજકીય કારકિર્દીની દિશા નક્કી કરશે.

1. ગઠબંધનની સરકાર અને સ્થિરતાનો પ્રશ્ન

ટીવીકે (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, પરંતુ તેને સ્પષ્ટ બહુમતી મળી નથી. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VCK જેવા સહયોગી પક્ષો પર નિર્ભર રહેવું વિજય માટે મોટો પડકાર છે. મંત્રાલયોની વહેંચણી અને નીતિ વિષયક નિર્ણયોમાં સાથી પક્ષોને મનાવી રાખવા અને રાજ્યપાલની દેખરેખ હેઠળ સરકાર ટકાવી રાખવી એ તેમની પ્રથમ અગ્નિપરીક્ષા હશે.

2. સિનેમાના ગ્લેમરથી શાસનની ગંભીરતા સુધી

વિજય માટે જનતાનો પ્રેમ મેળવવો સરળ હતો, પરંતુ વહીવટ ચલાવવો અલગ બાબત છે. બ્યુરોક્રસી (અમલદારશાહી) પર પકડ મેળવવી, બજેટ શિસ્ત જાળવવી અને કેબિનેટના આંતરિક મતભેદો ઉકેલવા માટે વહીવટી કુશળતાની જરૂર પડશે. લોકોએ ‘સુપરસ્ટાર વિજય’ ને મત આપ્યો છે કે ‘વહીવટકર્તા વિજય’ ને, તે હવે સાબિત થશે.

3. અનુભવી ટીમનો અભાવ

ડીએમકે (DMK) કે એઆઈએડીએમકે (AIADMK) પાસે દાયકાઓ જૂનું સંગઠન માળખું છે. તેની સામે ટીવીકે પાસે મોટાભાગના પ્રથમ વખતના ધારાસભ્યો અને બિનઅનુભવી નેતાઓ છે. એક પ્રોફેશનલ ગવર્નન્સ સ્ટ્રક્ચર ઊભું કરવું અને સક્ષમ મંત્રીઓની પસંદગી કરવી એ વિજય માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.

4. આક્રમક વિપક્ષ તરીકે ડીએમકે (DMK)

ભલે એમ.કે. સ્ટાલિનની પાર્ટી ચૂંટણી હારી હોય, પરંતુ તેમનું સંગઠન હજુ પણ ખૂબ મજબૂત છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને મજબૂત મીડિયા ઈકોસિસ્ટમ ધરાવતી ડીએમકે વિજય સરકારના દરેક નાનામાં નાના પગલા પર ચાંપતી નજર રાખશે અને ગૃહમાં આક્રમક વલણ અપનાવશે.

5. AIADMK ના બદલાતા સમીકરણો

એઆઈએડીએમકે પાસે હજુ પણ ગ્રામીણ મતદારો અને ખાસ કરીને થેવર પટ્ટામાં મજબૂત પકડ છે. ધારાસભ્યોની સંભવિત તોડજોડ અને પડદા પાછળની રાજનીતિ તમિલનાડુના વાતાવરણને અસ્થિર બનાવી શકે છે.

આ પણ વાંચો : વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય

6. આર્થિક દબાણ અને બેરોજગારી

વિજયને વારસામાં એવું રાજ્ય મળ્યું છે જે આર્થિક દબાણ અને કલ્યાણકારી યોજનાઓના બોજ હેઠળ છે. યુવા મતદારોને રોજગારી આપવાની અને અન્ય રાજ્યો સાથેની ઔદ્યોગિક સ્પર્ધામાં ટકી રહેવાની આશા પૂર્ણ કરવી એ એક મોટું નાણાકીય જોખમ છે.

7. ચાહકોની આશાઓ અને વાસ્તવિકતા

વિજયના ચાહકો અપેક્ષા રાખે છે કે, ફિલ્મોની જેમ જ અસલી જિંદગીમાં પણ રાતોરાત સિસ્ટમ બદલાઈ જાય અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય. વહીવટી પ્રક્રિયા ધીમી હોય છે, અને જો ફિલ્મી અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે અંતર વધશે, તો ચાહકોની નિરાશા સરકાર માટે ભારે પડી શકે છે.

8. કેન્દ્ર-રાજ્ય સંબંધો

ભાજપ સામેના આક્રમક વલણને કારણે દિલ્હી (કેન્દ્ર સરકાર) સાથેના સંબંધો ચર્ચાનો વિષય બનશે. NEET, GST ના બાકી નાણાં, ભાષા નીતિ અને સંઘીય અધિકારો જેવા મુદ્દે કેન્દ્ર સાથે ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે.

9. કાયદો અને વ્યવસ્થાની કસોટી

સત્તા પરિવર્તન વખતે ઘણીવાર કાર્યકરો વચ્ચે ઘર્ષણ અને દેખાવો જોવા મળે છે. બિનઅનુભવી રાજકીય મેનેજરો માટે શરૂઆતના મહિનાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી અને હરીફ પક્ષોના દબાણ સામે ઝૂકવું નહીં એ સૌથી મોટું પરીક્ષણ છે.

10. વિચારધારાની સ્પષ્ટતા

ટીવીકેએ અત્યાર સુધી ‘એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ’ કાર્ડ રમીને મત મેળવ્યા છે, પરંતુ લાંબો સમય ટકી રહેવા માટે એક સ્પષ્ટ વિચારધારાની જરૂર છે. આર્થિક નીતિ, સામાજિક ન્યાય અને લઘુમતીઓ માટે વિજયનું મોડલ શું હશે, તે હજુ સ્પષ્ટ નથી. વિજય માટે આગામી 12 મહિના ‘મેક ઓર બ્રેક’ સમાન છે. જો તેઓ આ 10 પડકારોને પાર કરી શકશે, તો જ તેઓ તમિલનાડુના રાજકારણમાં લાંબી રેસનો ઘોડા સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi...

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near …

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત | accident near ...

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

'દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં', PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કર…

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કર…

1 year ago
ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…

ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…

7 months ago
નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

1 month ago
ભાવનગર મહાપાલિકાએ 4150 પશુના શરીરમાં આરએફઆઈડી ચીપ ફીટ કરી | Bhavnagar Municipal Corporation fitted R…

ભાવનગર મહાપાલિકાએ 4150 પશુના શરીરમાં આરએફઆઈડી ચીપ ફીટ કરી | Bhavnagar Municipal Corporation fitted R…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News