![]()
– ખનન માફિયા વિરુદ્ધ ફોરેસ્ટ વિભાગયની લાલ આંખ
– મેગા ઓપરેશન દરમ્યાન 63 લાખ રૂપિયાના વાહનો જપ્ત,ભુસ્તર વિભાગને રિપોર્ટ મોકલી દેવાયો
ભાવનગર : ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકામાં દરિયાકિનારે વન વિભાગ નીચે આવતાં વિસ્તારમા લાંબા સમયથી ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતુ જયારેે તળાજા વન વિભાગે આળસ ખંખેરી ગત રાત્રે ખનન માફિયા વિરુદ્ધ લાલ આંખ કરીને ૩ ટ્રક અને ૨ ટ્રેક્ટર સહીત ૬૩ લાખ રૂપિયા ની કિંમતના વાહનો જપ્ત કરી ભુસ્તર વિભાગ ને થયેલા ખનન મામલે રિપોર્ટ મોકલી આપેલ છે.
મળતી વિગતો મુજબ તળાજા પંથકના પાદરી (ગોહિલ ની) , મીઠીવીરડી સાહિત ના દરિયાઈ વિસ્તાર માં કુદરતી સંપદા કહી શકાય તેવી રેતી(પણો) બહુ મોટા પાયે દરરોજ ટ્રકો ભરીને ખનન કરવામાં આવી રહ્યું છે આ વિસ્તાર બ્હદ ગીર માં સમાવિસ્ટ હોઈ ફોરેસ્ટ વિભાગ પણ ખનન મફિયા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે એ ઉપરાંત પોલીસ અને રેવન્યુ વિભાગ પણ ખનન કર્તાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે પરંતુ સંબંધિત તમામ વિભાગો એકલ દોકલ કેસ કરી સામન્ય દંડનીય કાર્યવાહી કરતા હતા પરંતું છેલ્લા સાતેક દિવસથી ફરીથી ખનન માફિયાઓ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યા હતા તેવા સમયે ફોરેસ્ટ વિભાગે ખનન કર્તાઓ વિરુદ્ધ ગઈકાલે રાત્રે ઓપરેશન હાથ ધરી ૩ ટ્રક અને ૨ ટ્રેક્ટર સહિતના વાહનો કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી તંત્ર જો આ ખનના કર્તાઓ ને રોકશે નહીં તો દરિયાના પાણી જમીન અને ભૂગર્ભ બંને વાટે આગળ વધશે અને સારી ફળદ્પ જમીન ને પણ નુકશાન પોહચી શકે છે.
લાંબા સમયથી અટકેલા ખનન માફિયાઓ ને ગુપ્ત મંજૂરી કોણે આપી
તળાજા પંથક ના દરિયાકિનારે થી સાંજ ઢળતા જ ખૂબ મોટા પાયે રેતી ખનન થતી હતી અને ખુલ્લે આમ વાહનો રેતી ભરીને હાઈ વે પર દોડતા જોવા મળતા હતા પરંતું નવા એસ.પી. આવ્યા બાદ પોલીસની ધાકને લઈ ખનન માફિયાઓ ભૂગર્ભ માં ચાલ્યા ગયા હતા.જેના કારણે ખનન
માફિયાઓને અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને દરરોજની
લાખો રૂપિયાની ખોટ જતી હતી તેને લઈને રાબેતા મુજબ ગેરકાયદેસર ખનન શરૂ થાય એ માટે કેહવાય છે કે છેક ગાંધીનગર સુધી દોડધામ કરવામાં આવી હતી બાદ છેલ્લા ૬ – ૭ દિવસથી ધીરે ધીરે ગેરકાયદેસર રીતે ખનન કાર્ય શરૂ થયું હતું ત્યારે હવે સવાલ એ ઉઠે છેકે ખનન માફિયાઓને ગેરકાયદેસર ખનન કરવાની ફરીને મંજૂરી કોણે આપી હતી.










