gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તહવ્વુરને 18 દિવસની કસ્ટડી, તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો | Tahawwur remanded in custody f…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
તહવ્વુરને 18 દિવસની કસ્ટડી, તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો | Tahawwur remanded in custody f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાણાએ અન્ય શહેરો માટે પણ કાવતરું રચ્યું હોવાની એનઆઈએને આશંકા

– તહવ્વુર રાણાએ મુંબઈ હુમલા, ડેવીડ હેડલી, આઈએસઆઈ સાથે કનેક્શન મુદ્દે સંતોષકારક જવાબ આપ્યા નહીં : એનઆઈએ

નવી દિલ્હી : મુંબઈમાં ૨૬-૧૧ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લવાયા પછી ગુરુવારે મોડી રાતે એનઆઈએ કોર્ટે તેને ૧૮ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. કોર્ટના આદેશ પછી તહવ્વુર રાણાને એનઆઈએ મુખ્યાલય લવાયો હતો. એનઆઈએની ટીમે શુક્રવારે મુંબઈમાં ૨૬-૧૧ના આતંકી હુમલાના કાવતરાં સંબંધિત ત્રણ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે બીમાર હોવાનું બહાનું કાઢીને પૂછપરછમાં સહકાર આપ્યો નહોતો. 

તહવ્વુર રાણાને ગુરુવારે ભારત લવાયા પછી મોડી રાતે પાલમ એરપોર્ટથી સીધો જ પટિયાલા હાઉસમાં એનઆઈએની વિશેષ કોર્ટ સમક્ષ સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાં એનઆઈએએ તેની ૨૦ દિવસની કસ્ટડી માગી હતી. એનઆઈએ તરફથી વકીલ દયાન કૃષ્ણન અને વિશેષ સરકારી વકીલ નરેન્દર માને એનઆઈએ કોર્ટના ન્યાયાધીશ ચંદરજીત સિંહ સમક્ષ દલીલ કરી હતી કે, મુંબઈ હુમલાના કાવતરાંને ખુલ્લું પાડવા માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. તબવ્વુર રાણાએ મુંબઈ હુમલા જેવા કાવતરાં અન્ય શહેરો માટે પણ ઘડયા હોવાની આશંકા છે. ન્યાયાધીશે એનઆઈએને દરેક ૨૪ કલાકમાં રાણાની મેડિકલ તપાસ કરાવવા અને દર બીજા દિવસે તેમના વકીલને મળવા દેવાના નિર્દેશ આપ્યા હતા.

એનઆઈએએની ૧૨ સભ્યોની ટીમ રાણાની પૂછપરછ કરી રહી છે.  શુક્રવારે સવારે ૧૦ વાગ્યે રાણાની પૂછપરછ શરૂ કરી હતી. એનઆઈએના ઈન્ટરોગેશન રૂમમાં સીસીટીવી સામે પૂછપરછ કરાઈ હતી અને તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું હતું. આ સિવાય એનઆઈએ રાણાની કસ્ટડી દરમિયાન દૈનિક પૂછપરછની એક ડાયરી પણ તૈયાર કરશે. અંતિમ તબક્કાની પૂછપરછ પછી તેનું ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લઈ લેવાશે. 

એનઆઈએ અધિકારીઓએ કહ્યું કે, રાણાને મુંબઈ હુમલા, ડેવિડ હેડલી સાથે તેના સંબંધો અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના કનેક્શન પર સવાલ કરાયા હતા. જોકે,  રાણાએ મોટાભાગના સવાલોનો જવાબ ‘ખબર નથી’ અથવા ‘યાદ નથી’ કહીને ટાળી દીધો હતો. અધિકારીઓને રાણાનો જવાબ સંતોષકારક લાગ્યો નથી. પૂછપરછમાં તહવ્વુરના પરિવાર અને તેના મિત્રો સંબંધિત સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. જોકે, તેણે વારંવાર બીમારી હોવાનો દાવો કરીને પૂછપરછમાં સહયોગ આપ્યો નહોતો. રાણાએ તેને અસ્થમા, પાર્કિન્સન, હૃદય રોગ અને સંભવિત બ્લેડર કેન્સર જેવી બીમારીઓ હોવાનો દાવો કર્યો છે.

તહવ્વુર રાણાને 14 બાય 14ની કોટડીમાં રખાશે

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટે ૧૮ દિવસની એનઆઈએની અટકાયતમાં મોકલી આપ્યો છે. રાણાને સીજીઓ કોમ્પ્લેક્ષમાં એનઆઈએ મુખ્યાલયના ગ્રાઉન્ડ ફ્લોર બનેલા લોકઅપમાં રાખવામાં આવ્યો છે. આ સેલની સાઈઝ લગભગ ૧૪ બાય ૧૪ ફૂટ જેટલી છે. આ સેલને સીસીટીવીથી સજ્જ કરાયો છે, જેમાં જમીન પર એક પથારી પાથરવામાં આવી છે. બાથરૂમ પણ સેલની અંદર જ છે. આ સેલમાં માત્ર ૧૨ એનઆઈએ અધિકારીઓને જવાની મંજૂરી છે. સેલની અંદર જ રાણાને બધી જરૂરી સુવિધાઓ આપવામાં આવી છે.

તહવ્વુર રાણાને ભારત લઈ આવવાની ઈનસાઈડ સ્ટોરી

તહવ્વુરને 18 દિવસની કસ્ટડી, તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો 2 - image

રાણાની ફ્લાઈટને ટ્રેકરથી બચાવવા ડમી કોડ વપરાયો

નવી દિલ્હી : મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં ૨૬-૧૧ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડમાંના એક તહવ્વુર રાણાને ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ ગુપ્ત અને સુનિયોજિત રીતે કામ કર્યું હતું. રાણાના પ્રત્યાર્પણમાં વધુ સાવધાની રાખવામાં આવી હતી. જાહેર ઉડ્ડયન ટ્રેકર્સ પર તહવ્વુર રાણાના વિમાનની જાણ થઈ શકે નહીં અને વિમાન પર હુમલાનું જોખમ ઘટાડવા માટે તેને ભારત લઈ આવનારા ચાર્ટર્ડ વિમાન ગલ્ફ સ્ટ્રીમ જી૫૫૦ માટે એક ડમી કોડ તૈયાર કરાયો હતો. 

ભારતીય તપાસ એજન્સી ટીમ એનઆઈએ અને એનએસજી કમાન્ડોની એક ટીમ તહવ્વુર રાણાને લઈને વિમાન બુધવારે સવારે લોસ એન્જેલસથી રવાના થયું હતું અને રોમાનિયામાં એક પીટ સ્ટોપ પછી ગુરુવારે સાંજે ૬.૨૨ કલાકે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. ભારત આવતા વિમાનમાં રાણાને વચ્ચે બેસાડવામાં આવ્યો હતો અને તેની ચારે બાજુ બધી જ સીટો પર એનએસજી કમાન્ડો હતા. તેમની પાછળ એનઆઈએના વરિષ્ઠ અધિકારી હતા. દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરાણ બાદ તુરંત એનઆઈએએ તેની ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…

મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k...

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu...

૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes …

૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક …

વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક …

7 months ago
વડોદરામાં 4 કલાકના ગાળામાં વેપારી અને મહિલાને જાહેરમાં લૂંટનારા બે લુંટારા ઝડપાયા | 2 robbers who ro…

વડોદરામાં 4 કલાકના ગાળામાં વેપારી અને મહિલાને જાહેરમાં લૂંટનારા બે લુંટારા ઝડપાયા | 2 robbers who ro…

4 weeks ago
‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

6 months ago
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News