
– સોનામાં ફરી તેજીનું તોફાન : વિશ્વ બજારમાં પ્લેટીનમ ઉછળી ઔંસના 2400 ડોલર કુદાવી ગયું
– પેલેડીયમન વધી ઔંસના 1800 ડોલર ઉપર જતાં ખેલાડીઓ અવાક બન્યા : ચાંદીમાં તીવ્ર રૂ.11 હજારનો ઉછાળો : સોનાના ભાવ શિખરે
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં વિક્રમી તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. વિશ્વ બજારના સમાચાર ફરી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઘટતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં ભાવ જે ઝડપી ઉછળતા જોવા મળ્યા હતા અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.










