
– બસમાં બાળકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સવાર હતાં
– વડાપ્રધાન મોદીએ મૃતકોનાં પરિવારજનો માટે રૂ. એક લાખ તથા ઘાયલો માટે રૂ.50,000 વળતરની જાહેરાત કરી
નવી દિલ્હી : તેલંગણાનાં રંગારેડ્ડી જિલ્લામાં સોમવાર સવારે એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. એક બસ ડમ્પર સાથે અથડાતાં ૨૪ લોકોનાં મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.










