gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતી આશ્રમના ગુમ લઘુ મહંતની ભાળ માટે ડોગ સ્ક્વોડ સાથે તપાસ | Investigation with dog squad to trace …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ભારતી આશ્રમના ગુમ લઘુ મહંતની ભાળ માટે ડોગ સ્ક્વોડ સાથે તપાસ | Investigation with dog squad to trace …
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાલીમબધ્ધ શ્વાન પ્રેરણાધામથી થોડે આગળ સુધી જ ગયો : ગુમ મહંતે જટાશંકર આસપાસથી ટ્રસ્ટના મેનેજરને ફોન કરતાં પોલીસ ત્યાં પહોંચી તો કોઈ ન મળ્યું

જૂનાગઢ, : જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ લઘુ મહંતને શોધવા માટે પોલીસ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરી રહી છે છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. ગત રાત્રિના ગુમ મહંતે ટ્રસ્ટના મેનેજરને ફોન કરી પોતે જટાશંકર આસપાસ હોવાનું જણાવ્યું હતું. આ અંગે જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી પરંતુ ત્યાં કોઈ મળ્યું ન હતું. ડોગ પણ પ્રેરણાધામથી થોડે આગળ જઈ અટકી ગયો હતો. હાલ પોલીસે ફરી સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું છે. આમ, ગુમ મહંતે પોલીસને પણ ધંધે લગાડી છે.

ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગઈકાલે વહેલી સવારે પાંચ શખ્સોના નામ સાથે પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી આશ્રમમાંથી નીકળી ગયા હતા. તેમાં ‘હું મારૂ જીવન ગિરનારનાં સાંનિધ્યમાં પૂર્ણ કરવા જઈ રહ્યો છું’ સહિતનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે આશ્રમના સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા તપાસતા તેમાં વહેલી સવારે પોણા ચાર વાગ્યે મહાદેવ ભારતી આશ્રમમાંથી જતા જોવા મળ્યા હતા. આ દરમ્યાન ગત રાત્રિના ગુમ મહાદેવ ભારતીએ ટ્રસ્ટના મેનેજરને ફોન કરી 15 મિનિટ વાત કરી હતી. જેમાં ‘હવે હું શું કરૂ, હું જટાશંકર આસપાસ છું’ કહેલું તેમજ આશ્રમના અન્ય વ્યક્તિઓ સામે આક્ષેપ કર્યા હતા. ટ્રસ્ટ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મેનેજરે જાણ કર્યા બાદ તુરંત પોલીસની ટીમ જટાશંકર વિસ્તારમાં ગઈ હતી. ત્યાંથી કોઈ મળ્યું ન હતું. જટાશંકરના મહંતે પણ અહીં કોઈ આવ્યું ન હોવાનું કહ્યું હતું. ગુમ લઘુ મહંતને શોધવા માટે આજે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. ભારતી આશ્રમથી ડોગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ડોગ પ્રેરણાધામથી થોડે આગળ સુધી ગયો હતો પરંતુ ગુમ લઘુ મહંતની કોઈ ભાળ મળી ન હતી.

ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુમ લઘુ મહંત વેશપલ્ટો કરી કોઈ વાહનમાં જતા રહ્યા છે કે કેમ ? એ દિશામાં તપાસ માટે ભવનાથ ક્ષેત્રના સીસીટીવી ફરી તપાસવામાં આવી રહ્યા છે. હજુ સુધી તેમાં પણ કોઈ સફળતા મળી નથી.  આમ, સ્યુસાઈડ નોટ લખી ગુમ થયેલા લઘુ મહંતની બે દિવસ બાદ પણ કોઈ ભાળ ન મળતા અનેક સવાલો ઉઠયા છે. હાલ તો પોલીસ ગુમ મહંતને શોધવા માટે ધંધે લાગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીએ રાજીનામું ધરી દીધું | Amreli taluka BJP president Dhanani resign…

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીએ રાજીનામું ધરી દીધું | Amreli taluka BJP president Dhanani resign...

નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…

મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત

BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત

1 year ago
કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…

કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…

10 months ago
રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી | thieve caught w…

રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી | thieve caught w…

4 months ago
ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર | Extremely heavy rain…

ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર | Extremely heavy rain…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News