gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા, ચાઈનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા | tha…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા, ચાઈનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા | tha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Crime: બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીની લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને ત્યાં કૉલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવા મજબૂર કર્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાંથી છૂટીને આવેલા યુવકની પૂછપરછમાં સાયબર ક્રાઇમ સામે અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં જાણવા મળ્યું હતું કે, અભિષેકસિંગ નામનો મુખ્ય આરોપી દુબઈમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. બેંગકોકથી છૂટકારો મેળવીને પરત આવનાર યુવકે મ્યાનમારના કૉલ સેન્ટરમાં અનેક ગુજરાતી યુવકો ફસાયા હોવાનો અને ડરના કારણે સાયબર ક્રાઇમ કરતો હોવાનો ખુલાસો કર્યો છે. હવે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

બેંગકોક બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં કરાવતા ગેરકાયદે કામ

ટેલિગ્રામ ચેનલ દ્વારા બેંગકોકમાં આઈટી કંપનીમાં જૉબ ઓફરની લાલચ આપીને યુવાનોને ટુરિસ્ટ વીઝા પર બેંગકોક બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદે ચાલતા કૉલ સેન્ટરમાં લઈ જઈને ત્યાં સાયબર ક્રાઇમ આચરતી ચાઈનીઝ ગેંગના સકંજામાંથી છૂટેલા અમદાવાદના યુવકની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. 

આ પણ વાંચોઃ મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ

શું હતી ઘટના?

આ અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે, અમદાવાદમાં રહેતા યુવકની સાથે તેના મિત્રને પણ અભિષેકસિંગ દ્વારા નોકરીની ઓફર આપવામાં આવી હતી. જેથી બેંગકોક જવા માટેની વીઝા પ્રોસેસ કિંજલ શાહે કરી આપી હતી. બંને મિત્રો બેંગકોક પહોંચ્યા ત્યારે અભિષેકસિંગે વિડીયો કૉલ કરીને તેમને એક લોકેશન પર પહોંચવા માટે કહ્યું હતું. જ્યાં પહોંચતા એક વ્યક્તિનો કૉલ આવ્યો હતો અને તેણે એક ટેક્ષીનો નંબર આપ્યો હતો. જે ટેક્ષીમાં બેસીને હોટલ પર જવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ આવેલી ટેક્ષીના ડ્રાઇવર આશરે 400 કિલોમીટર દૂર એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં બે મિત્રોની સાથે અન્ય યુવકો પણ હતા. જેથી ભોગ બનનાર યુવકના મિત્રને શંકા જતા તે ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે થોડીવાર બાદ તમામને અલગ-અલગ કારમાં મ્યાનમાર કેનાલ પાસે લઈ જઈને ક્રોસ કરાવ્યા બાદ 20 કિલોમીટર ચલાવીને ગેરકાયદે ચાલતા કૉલ સેન્ટર પર લઈ ગયા હતા. જ્યાં તમામના ફોટો પાડીને લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને તમામને કૉલ સેન્ટરથી કૉલ કરીને નાણાં પડાવવા માટેની કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ માટે 20 દિવસની તાલીમ પણ અપાઇ હતી.

પાંચ દિવસ જેલમાં પૂરી રાખ્યો

પરંતુ, અમદાવાદથી ગયેલા યુવકે સાયબર ક્રાઇમ આચરવાની ના પાડતા તેને કૉલ સેન્ટરની ઓફિસમાં આવેલી જેલમાં પાંચ દિવસ સુધી પૂરીને માર માર્યો હતો. એટલું જ નહીં તેણે ફોનમાં પાડેલા ત્યાંનો ફોટો જોઈને ફોન પણ જપ્ત કર્યો હતો. યુવકના જણાવ્યા મુજબ, કૉલ સેન્ટરમાં ભારતીયો સહિત અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે અને ટુરિસ્ટ વિઝા પૂર્ણ થયા બાદ તે થાઇલેન્ડમાં પ્રવેશ કરી શકે તેમ નથી. જેથી તમામ લોકો ત્યાં ફસાયા છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા

આ સિવાય, અમદાવાદના યુવકે પરત જવાની જીદ કરતા તેના ફોનમાંથી તમામ ડેટા હટાવીને ખંડણી પેટે સાડા ત્રણ લાખ મંગાવ્યા બાદ મ્યાનમારથી થાઇલેન્ડમાં છોડી દીધો હતો. જ્યાંથી તેણે તેના સગાને કૉલ કરીને ટિકિટની વ્યવસ્થા કરી અને પરત આવ્યો હતો.

અમદાવાદ સાઇબર ક્રાઇમે હાથ ધરી તપાસ

હવે અમદાવાદ સાયબર ક્રાઇમ આ મામલે સેન્ટ્રલ એજન્સીની મદદથી મ્યાનમાર અને કમ્બોડિયામાં ચાલતા ગેરકાયદે કૉલ સેન્ટરમાં ફસાયેલા લોકોને છોડાવવા માટે પ્રયાસ કરશે. બીજી તરફ દુબઈમાં રહીને સમગ્ર કૌભાંડ ચલાવતા અભિષેકસિંગને પકડવા માટે પણ વિવિધ એજન્સીની મદદ લેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…
GUJARAT

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

March 25, 2026
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…
GUJARAT

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

March 25, 2026
Next Post
કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના...

મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit…

મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit...

દસડાના ખારાઘોડા રણમાં ફસાયેલા 9 યુવકનું પોલીસે રેસ્ક્યૂ કર્યું | Police rescue 9 youths trapped in K…

દસડાના ખારાઘોડા રણમાં ફસાયેલા 9 યુવકનું પોલીસે રેસ્ક્યૂ કર્યું | Police rescue 9 youths trapped in K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

1 week ago
વડોદરાના પૂર્વ વિભાગના કિશનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રઝળતી મૂકી દેવાતા …

વડોદરાના પૂર્વ વિભાગના કિશનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રઝળતી મૂકી દેવાતા …

4 months ago
હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત | Tragedy on Hy…

હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત | Tragedy on Hy…

5 months ago
મુળી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પર નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કરતા ફરિયાદ | Complaint filed agains…

મુળી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પર નિવૃત્ત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કરતા ફરિયાદ | Complaint filed agains…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News