gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in INDIA
0 0
0
‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Brij Bhushan Sharan Singh Ayodhya: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનની ચોરીને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. શરૂઆતમાં આ મુદ્દે મૌન ધારણ કરનાર બ્રિજભૂષણે હવે મોટું નિવેદન આપતાં સ્વીકાર્યું છે કે દાન ચોરીના આરોપોમાં સચ્ચાઈ છે, કારણ કે ‘ધૂંધવાયા વગર ધુમાડો નીકળતો નથી’. 

તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જ્યારે અયોધ્યાના રામ ભક્તો જ ચોરીના આરોપ લગાવી રહ્યા હોય ત્યારે સરકારે તેને ગંભીરતાથી લેવું જોઈએ. આ મામલામાં તેમણે ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર બંને પર નિશાન સાધતાં કહ્યું કે, હવે આંગળી માત્ર ટ્રસ્ટ તરફ નહીં, પરંતુ બંને સરકારો તરફ પણ ઊઠી રહી છે. જોકે, તેમણે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાને આ વિવાદમાં સંપૂર્ણપણે નિર્દોષ ગણાવીને ક્લીન ચિટ આપી છે.

રામ મંદિર આંદોલન સાથે મારું લોહી વહેલું છે: પૂર્વ સાંસદ

નવાબગંજ સ્થિત પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાત કરતાં બ્રિજભૂષણ શરણ સિંહે ભૂતકાળના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેમનું વિદ્યાર્થી જીવન અયોધ્યામાં જ વીત્યું છે અને તેઓ રામ મંદિર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા. જ્યારે લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા આવતા ત્યારે બ્રિજભૂષણને તેમની ગાડી ચલાવવાનો મોકો મળતો હતો. કારસેવકો પર જ્યારે ગોળીબાર થયો, તેના બે મહિના પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં, વિવાદિત માળખું તોડી પાડવાના કેસમાં જે 40 લોકોને આરોપી બનાવાયા હતા, તેમાંથી સૌથી પહેલી ધરપકડ બ્રિજભૂષણની થઈ હતી. તેમણે એ સમયના આંદોલનના મુખ્ય ચહેરા ગણાતા વિનય કટિયારને યાદ કરતાં કહ્યું કે, તેઓ પછાત વર્ગના હોવાને કારણે આંદોલનના તમામ નેતાઓના લાડકા હતા.

આ પણ વાંચો: ‘કોકરોચ’ બાદ CJIની વધુ એક ટિપ્પણી વિવાદોમાં, સુનાવણી દરમિયાન કહ્યું – ‘તમે પરજીવી છો..’

આંદોલનકારી રામ ભક્તોના સવાલો વ્યાજબી, ટૂંક સમયમાં સત્ય સામે આવશે

બ્રિજભૂષણ સિંહે જણાવ્યું કે, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ ભક્ત સંતોષ દુબે જે સવાલો ઉઠાવી રહ્યા છે તે બિલકુલ સાચા છે. જો આંદોલનના પાયાના લોકો જ આવા સવાલો કરતા હોય, તો સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. રામ મંદિરના દાનમાં ચોરી થઈ હોવાની વાતમાં કંઈક ને કંઈક સચ્ચાઈ જરૂર છે, જેનાથી દેશભરના ભક્તોને મોટો ઝટકો લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઝટકો વિનય કટિયાર કે મેં નથી આપ્યો, પણ ટ્રસ્ટના લોકોએ આપ્યો છે. જ્યારે શરૂઆતમાં મેં કહ્યું હતું કે ‘જો હું બોલીશ તો મુશ્કેલીમાં મૂકાઈ જઈશ’, ત્યારે લોકોએ મારી મજાક ઉડાવીને મને ડરપોક કહ્યો હતો. પરંતુ હવે આખો મામલો સરકારના હાથમાં છે અને મને પૂરી આશા છે કે બહુ જલ્દી દેશની જનતા સામે સાચું સત્ય આવી જશે.

અયોધ્યાને જેલખાનું બનાવી દીધું, એટલે જ ભાજપ લોકસભા ચૂંટણી હારી

લોકસભા ચૂંટણીમાં અયોધ્યા અને તેની આસપાસની બેઠકો પર ભાજપની જે હાર થઈ, તેના પર સવાલ ઉઠાવતા બ્રિજભૂષણે પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘જો કોઈ મારી પાસે આવે તો હું વિગતવાર સમજાવી શકું કે ભાજપ અહીં કેમ હારી ગયું. અયોધ્યાને જાણે એક જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું, જ્યાં ચારેય બાજુ બેરિકેડિંગ અને રસ્તાઓ પર મોટી દીવાલો ચણી દેવાઈ હતી. આ સુરક્ષા વ્યવસ્થાને કારણે સંતો-મહંતો સામાન્ય લોકો અને ભક્તોને મળી પણ શકતા ન હતા. ભારે વિરોધ થયો ત્યારે માંડ થોડા બેરિયર હટાવવામાં આવ્યા. અયોધ્યામાં જે કંઈ પણ થયું તે બિલકુલ સારું નથી થયું, અને હવે સરકારે આ આખા મામલાને ગંભીરતાથી લઈને કડક તેમજ નક્કર પગલાં ભરવા જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…
INDIA

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

June 19, 2026
ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
INDIA

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

June 19, 2026
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
INDIA

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

June 19, 2026
Next Post
‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

'કોકરોચ' બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- 'તમે પરજીવી છો...' | you guys a...

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su...

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના માર્ગો રક્તરંજિત: બનાસકાંઠા અને ધ્રાંગધ્રામાં બે ભયાનક અકસ્માત, 4 વ્યક્તિઓના કરૂણ મોત | guj…

ગુજરાતના માર્ગો રક્તરંજિત: બનાસકાંઠા અને ધ્રાંગધ્રામાં બે ભયાનક અકસ્માત, 4 વ્યક્તિઓના કરૂણ મોત | guj…

6 months ago
3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

1 month ago
અમદાવાદ: સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ, 10થી વધુ કાર ખાખ | Ahmedabad Massive fi…

અમદાવાદ: સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ, 10થી વધુ કાર ખાખ | Ahmedabad Massive fi…

3 months ago
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા-જુદા ‘હિટ એન્ડ રન’ ના બે બનાવમાં બે લોકો…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા-જુદા ‘હિટ એન્ડ રન’ ના બે બનાવમાં બે લોકો…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News