gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ | Mysterious explosion in Delhi: 10 dead many injur…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ | Mysterious explosion in Delhi: 10 dead many injur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભીડવાળા ચાંદની ચોક વિસ્તારમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થતી કારમાં તીવ્ર ધડાકો થયો

– દિલ્હી નજીક સવારે મળેલા વિસ્ફોટકો અને બ્લાસ્ટ સાથે સંબંધ હોવાની અટકળો, આંતકી હુમલો છે કે નહીં તેની સ્પષ્ટતા કરાઇ નથી

– ફોરેન્સિકની ટીમ, એનઆઇએ- એનએસજી સહિતની એજન્સીઓના અધિકારીઓ ઘટના સ્થળે પહોંર્ચ્યા

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં એક મોટો વિસ્ફોટ થયો હતો જેમાં ૧૦ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ સાથે જ અનેક કારોને નુકસાન પહોંચ્યું છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં આ વિસ્ફોટ થયો હતો. જેનો ધમાકો એટલો તિવ્ર હતો કે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો, જોકે આ ખરેખર બોમ્બ બ્લાસ્ટ છે કે કેમ તે અંગે પોલીસે કોઇ જ જાણકારી નથી આપી. સોમવારે સાંજે થયેલા આ વિસ્ફોટ બાદ સમગ્ર દિલ્હીને એલર્ટ કરી દેવામાં આવ્યું છે જ્યારે દેશના અન્ય મોટા શહેરોમાં પણ પોલીસ સતર્ક થઇ ગઇ હતી.

દિલ્હી પોલીસ કમિશનર સતિષ ગોલચાએ કહ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ એક કાર સાંજે ૬.૫૨ કલાકે ટ્રાફિક સિગ્નલની રેડ લાઇટ તરફ આગળ વધી રહી હતી, તે સમયે જ મોટો વિસ્ફોટ થઇ ગયો હતો. આ વિસ્ફોટ એટલો ઘાતક હતો કે મુખ્ય કાર તો બળીને ખાખ થઇ જ ગઇ હતી સાથે આસપાસની કેટલીક કારને પણ લપેટમાં લઇ લીધી હતી. ચારથી પાંચ કારો સંપૂર્ણ ખાખ થઇ ગઇ હતી. આ વિસ્ફોટમાં ૧૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થઇ ગયા છે, જેમાંથી કેટલાકને ગંભીર ઇજા પહોંચી છે. 

દિલ્હી નજીકથી ૨૯૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી તે જ દિવસે દિલ્હીમાં આ વિસ્ફોટ થયો છે. જે વિસ્તારમાં આ વિસ્ફોટ થયો છે તેને ચાંદની ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે જે સૌથી ભીડવાળો વિસ્તાર માનવામાં આવે છે. ઘટનાને પગલે આ સમગ્ર વિસ્તારને મંગળવાર સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. જે સ્થળે આ ઘાતક વિસ્ફોટ થયો છે ત્યાં ફોરેંસિક ટીમ પણ પહોંચી ગઇ છે જ્યારે તપાસ એજન્સી એનઆઇએ સહિતની એજન્સીઓ પણ હાજર છે, ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ સાથે વાતચીત કરી હોવાનું પણ પોલીસ કમિશનર સતિષે કહ્યું હતું. જ્યારે સીઆરપીએફના ડીઆઇજી કિશોર પ્રસાદે આ વિસ્ફોટ અંગે હાલ કઇ કહી શકાય તેમ નથી. હું સ્થળ પર જઇ રહ્યો છું.

પીએમ મોદીએ ગૃહમંત્રી સાથે વાત કરી રિપોર્ટ માગ્યો

એવા અહેવાલો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સાથે વાતચીત કરી છે અને સમગ્ર ઘટનાની વિગતો માગી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. ફાયર વિભાગને સાંજે ૬.૫૫ વાગ્યે વિસ્ફોટ અને આગ અંગે જાણકારી મળી હતી. જે બાદ અનેક ફાયર ફાઇટર્સ વાહનો પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબુમાં લઇ લીધી હતી. વિસ્ફોટ એટલો ઘાતક હતો કે સ્ટ્રીટ લાઇટો બંધ થઇ ગઇ હતી અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. 

સ્થળ પર કોઇ ખાડો નહી, ઘાયલોમાં છરાના નિશાન નથી : પોલીસ અધિકારી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે કોઇ પણ પ્રકારનો ઘાડો નથી જોવા મળ્યો, તેથી કહી ના શકાય કે આ ખરેખર બોમ્બ બ્લાસ્ટ હતો કે કેમ. એટલુ જ નહીં લોકો છરા વાગવાને કારણે ઘાયલ થયા હોય તેવા પણ કોઇ રિપોર્ટ નથી, આઇઇડી વિસ્ફોટમાં છરા હોય છે જેનાથી ઘાયલ થવાની શક્યતાઓ હોય છે જોકે આ વિસ્ફોટમાં તેવુ કઇ નથી તેમ આ અધિકારીએ દાવો કર્યો હતો. જે કારમાં વિસ્ફોટ થયો તેમાં બેથી ત્રણ લોકો સવાર હતા. હાલ ફોરેંસિક ટીમ સેમ્પલ કલેક્ટ કરી રહી છે. આ આતંકી હુમલો છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી ના કોઇ આતંકી સંગઠને આ વિસ્ફોટ અંગે કોઇ જવાબદારી સ્વીકારી છે. તેથી આ વિસ્ફોટને લઇને રહસ્ય ઘેરાઇ રહ્યું છે.       

આસપાસ શરીરના અંગો પડયા હતા, આકાશ લાલ થઇ ગયું હતું

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સાક્ષી બનેલા કેટલાક લોકોએ આપવીતી વર્ણવી હતી. અમિત મુદગલે કહ્યું હતું કે હું કોઇ સાથે વાત કરી રહ્યો હતો એવામાં અચાનક મારી પાછળ એક પુરુષનો હાથ ઉડીને મારી પાસે પડયો. આ બહુ જ મોટો ધમાકો હતો. તમામ લોકો ડરી ગયા હતા અને આમતમે ભાગી રહ્યા હતા. આકાશ લાલ દેખાતું હતું. 

વિસ્ફોટમાં ઘાયલ અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે પાર્ક કરાયેલી કારમાં વિસ્ફોટ થયો હોય તેમ લાગ્યું, જ્યારે એક ઓટો રિક્ષા ચાલકે કહ્યું હતું કે મારી રિક્ષાની આગળ જ કાર ચાલી રહી હતી ને અચાનક બ્લાસ્ટ થઇ ગયો હતો. આ બ્લાસ્ટ કેમ થયો તે મને નથી ખબર. એક સ્થાનિકે કહ્યું હતું કે હુ ગુરૂદ્વારા પર હતો ત્યારે વિસ્ફોટનો તિવ્ર અવાજ સંભળાયો હતો, એટલો તિવ્ર અવાજ હતો કે અમને કઇ જ સમજાયુ નહીં.  એક દુકાનદારે કહ્યું હતું કે વિસ્ફોટ એટલો ઘાતક હતો કે જે આખી ઇમારત હચમચાવી નાખે. અન્ય એક લોડિંગ વાહન ચલાવનાર સાક્ષી ભુપિન્દરસિંહે કહ્યું હતું કે ટ્રાફિક સિગ્નલની લાઇટ ગ્રીન થતા જ વિસ્ફોટ થયો હતો. અચાનક બારીનો કાચ તુટી ગયો અમે વાહન મુકીને માર્કેટમાં ભાગી ગયા. આ દરમિયાન અમે બેથી ત્રણ લોકોના શરીરના  ટુકડા પણ જોયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…
INDIA

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

March 30, 2026
Next Post
પ્રથમ દિવસે 20 ખેડૂત પાસેથી પ્રતિ મણ રૂ. 1462 લેખે 800 મણથી વધુ મગફળી ખરીદાઇ | More than 800 maunds …

પ્રથમ દિવસે 20 ખેડૂત પાસેથી પ્રતિ મણ રૂ. 1462 લેખે 800 મણથી વધુ મગફળી ખરીદાઇ | More than 800 maunds ...

અહેમદ સૈયદ અગાઉ અમદાવાદમાં આવી રોકડ ભરેલું પાર્સલ લઇ ગયો હતો | Ahmed Syed had earlier taken such a c…

અહેમદ સૈયદ અગાઉ અમદાવાદમાં આવી રોકડ ભરેલું પાર્સલ લઇ ગયો હતો | Ahmed Syed had earlier taken such a c...

હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct…

હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…

7 months ago
મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્…

મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્…

5 months ago
રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

રિક્રીએશન કમિટીમા દરખાસ્ત મંજૂર , મ્યુનિ.નર્સરી ડેવલપ કરવા જગ્યા આપી, ૨૫ ટકા છોડ ફ્રી મેળવશે | Propo…

1 month ago
સાંકરદા હાઇવે પર ડિવાઇડર કૂદીને ધસી આવેલા કન્ટેનરે એસ્ટેટના ગેટ,દુકાન અને રૃમ તોડી નાંખ્યા | The con…

સાંકરદા હાઇવે પર ડિવાઇડર કૂદીને ધસી આવેલા કન્ટેનરે એસ્ટેટના ગેટ,દુકાન અને રૃમ તોડી નાંખ્યા | The con…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News