
– જમાત-એ-ઇસ્લામીના 300થી વધુ સ્થળે તપાસ ટીમો ત્રાટકી
– કટ્ટરવાદ ફેલાવતા અને ફન્ડિંગમાં મદદ કરનારા સમગ્ર ઇકો સિસ્ટમ પર સુરક્ષાદળોનો પ્રહાર, અનેકની પૂછપરછ
શ્રીનગર : દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો દ્વારા તપાસ અભિયાન વધુ આક્રામક બનાવી દેવાયું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું છે કે તપાસ ટીમો દ્વારા આશરે ૩૦૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ જે સ્થળોએ દરોડા પડાયા તે પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા છે.










