gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીવાસીઓને ગૂંગળાતા જોઈ કિરણ બેદી વ્યથિત : પ્રદૂષણ રોકવાનો પ્લાન લાવ્યા | Kiran Bedi Social Media…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
દિલ્હીવાસીઓને ગૂંગળાતા જોઈ કિરણ બેદી વ્યથિત : પ્રદૂષણ રોકવાનો પ્લાન લાવ્યા | Kiran Bedi Social Media…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Pollution : દિલ્હીનું હવાનું પ્રદૂષણ દિવસે ને દિવસે બગડતું જઈ રહ્યું છે. રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સતત વધારો થતા અહીંના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ મામલે સામાજિક કાર્યકર્તા અને નિવૃત્ત આઈપીએસ અધિકારી કિરણ બેદીએ ફરી ચિંતા વ્યક્ત કરી છે.

વાયુ પ્રદૂષણ સંકટ પર સ્પષ્ટ જવાબદારી કરો : કિરણ બેદી

કિરણ બેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ કરીને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને ગંભીર વાયુ પ્રદૂષણ સંકટ પર સ્પષ્ટ જવાબદારી નક્કી કરવા અપીલ કરી છે. તેમણે સરકાર પાસે આ સંકટ પર શ્વેત પત્ર જાહેર કરવાની માંગ કરી છે. 

‘સરકારે રોડમેપ તૈયાર કરવો જોઈએ’

કિરણ બેદીએ એક્સ પર લખ્યું છે કે, રાજધાનીમાં લાંબા સમયથી વાયુ ગુણવત્તા કેમ વધી રહી છે, તેની તપાસ થવી જોઈએ. ગુણવત્તા સુધારવામાં નિષ્ફળ ગયેલી સંસ્થાઓની ઓળખ કરીવી જોઈએ. આ ઉપરાંત પ્રદૂષણ સુધારવા માટે તાત્કાલિક, ટૂંકા સમયનું અને લાંબા સમય ગાળાનું રોડમેપ તૈયાર કરીને નાગરિકો સમક્ષ રજૂ કરવો જોઈએ.

દિલ્હીવાસીઓની સ્થિતિ જોઈ કિરણ બેદીએ દુઃખ વ્યક્ત કર્યું

દિલ્હીની હવાની ગુણવત્તા સતત ખરાબ થતા બેદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘હું શહેરના લોકોને પીડિત થતા ન જોઈ શકું. મેં આખું જીવન રાજધાની દિલ્હીને આપ્યું છે. ખૂબ જ ખરાબ હવામાનમાં દિલ્હીવાસીઓ ગૂંગળાતા અને હાંફતા જોવા મળી રહ્યા છે, જે જોઈને મને દુઃખ થઈ રહ્યું છે.

કિરણ બેદીએ શ્વૈત પત્ર જાહેર કરવાની માંગ કરી

તેમણે એક્સ પર બે બાગમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે પ્રથમ ભાગમાં લખ્યું છે કે, શું વાયુ પ્રદૂષણના વર્તમાન પડકાર પર એક શ્વેત પત્ર તૈયાર કરી શકાય છે? આ પત્રમાં પાછલી જવાબદેહી નક્કી કરવી, વર્તમાન સંકટનું કારણ શું છે અને કોણે તથા કઈ બાબતોએ આપણને નિષ્ફળ કર્યા તે સ્પષ્ટ થવું જોઈએ.

બીજા ભાગમાં બેદીએ સવાલ કર્યો છે કે હવે આપણે આ પ્રદૂષણને અટકાવવા માટે ક્યાં જઈશું? તાત્કાલિક, અલ્પકાલિક અને દીર્ઘકાલિક ઉપાયો શું છે? તે કોના દ્વારા અને કેવી રીતે કરવામાં આવશે? શું તે પ્રસ્તાવિત સમય-સીમા સાથે હશે? તેમણે સંબંધિત વિભાગો અને સામાન્ય જનતાના સહયોગની પણ વાત કરી છે, કારણ કે દરેક વ્યક્તિ આ સમસ્યા માટે યોગદાનકર્તા અને ઉકેલ બંને છે.

આ પણ વાંચો : દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો

જમીની નિરીક્ષણને પ્રાથમિકતા આપો : કિરણ બેદી

ઉલ્લેખનીય છે કે, અગાઉની પોસ્ટમાં કિરણ બેદીએ કહ્યું હતું કે, તે દિલ્હીને ‘ગૂંગળાતા અને હાંફતા’ જોઈ રહી છે. તેમણે અધિકારીઓને કાગળની કાર્યવાહીના બદલે જમીની નિરીક્ષણને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. તમામ ઉપાયો છતાં દિલ્હીમાં AQI છેલ્લા બે અઠવાડિયાથી ખૂબ જ ખરાબ અને ગંભીર શ્રેણીઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક, શિયાળુ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
VIDEO: સમૂહલગ્નમાં યોજાયા MPના મુખ્યમંત્રી મોહન યાદવના દીકરાના લગ્ન, ધીરેન્દ્ર શાસ્ત્રી-રામદેવે આપ્ય…

VIDEO: સમૂહલગ્નમાં યોજાયા MPના મુખ્યમંત્રી મોહન યાદવના દીકરાના લગ્ન, ધીરેન્દ્ર શાસ્ત્રી-રામદેવે આપ્ય...

રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક, શિયાળુ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર | Rajnath Singh Cha…

રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક, શિયાળુ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર | Rajnath Singh Cha...

પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો | 350 players participated in the Pragn…

પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો | 350 players participated in the Pragn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું એકાએક રાજીનામું : આરોગ્ય અગ્રતા ક્રમે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું એકાએક રાજીનામું : આરોગ્ય અગ્રતા ક્રમે

11 months ago
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૪ હજાર કયુસેકથી વધુ પાણી છોડાયું | From Dharoi Dam

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૪ હજાર કયુસેકથી વધુ પાણી છોડાયું | From Dharoi Dam

10 months ago
ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

4 months ago
‘વડાપ્રધાન અમને ચોર કહેશે, એવી આશા ન હતી…’, મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા પ્રહાર | West Ben…

‘વડાપ્રધાન અમને ચોર કહેશે, એવી આશા ન હતી…’, મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા પ્રહાર | West Ben…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News