gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા! | Delhi Blast: Is …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા! | Delhi Blast: Is …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Car Blast News : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 8ની ઓળખ થઈ ગઈ છે, પરંતુ દિલ્હી પોલીસ અને NIA સહિતની તપાસ એજન્સીઓ માટે બાકીના બે મૃતદેહની ઓળખ કરવી એક મોટો પડકાર બની ગયો છે. આ મૃતદેહો એવી સ્થિતિમાં છે કે તેમની ઓળખ પરંપરાગત પદ્ધતિઓથી લગભગ અશક્ય છે. આ બંને મૃતદેહ ક્ષતવિક્ષત છે, જે આતંકીઓના હોવાની પણ શક્યતા હોવાનું કહેવાય છે. આ સ્થિતિમાં, બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર મનાતો આતંકી ડૉ. ઉમર મોહમ્મદ જીવિત છે કે મૃત્યુ પામ્યો છે, તે એક મોટું રહસ્ય બની ગયું છે.

ઓળખનો પડકાર અને DNA ટેસ્ટ 

તપાસ એજન્સીઓ માટે બે મૃતદેહોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ છે. એક મૃતદેહ એવો છે જેનું માથું જ નથી, જ્યારે બીજો મૃતદેહ માત્ર શરીરના કેટલાક અંગ(પેટનો ભાગ અને કપાયેલી આંગળીઓ)ના રૂપમાં મળ્યો છે. આ કારણે, હવે તપાસ એજન્સીઓ પાસે DNA ટેસ્ટ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

ડૉ. ઉમરની માતાના DNA સેમ્પલ લેવાશે 

આ રહસ્ય ઉકેલવા માટે, તપાસ એજન્સીઓએ આ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર ડૉ. ઉમર મોહમ્મદની માતાનું DNA સેમ્પલ લીધું છે. આ સેમ્પલને ઘટનાસ્થળેથી મળેલા શરીરના અજાણ્યા ટુકડાઓ સાથે મેચ કરવામાં આવશે. જો DNA મેચ થશે, તો તે પુષ્ટિ થશે કે ડૉ. ઉમર મોહમ્મદ પણ આ બ્લાસ્ટમાં માર્યો ગયો છે.

શું અકસ્માત હતો કે વિસ્ફોટ? 

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે પ્રારંભિક તપાસ મુજબ, આ બ્લાસ્ટ ‘ભૂલથી’ થયો હોઈ શકે છે. એજન્સીઓનું માનવું છે કે જ્યારે ફરીદાબાદમાં એક આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો, ત્યારે ડૉ. ઉમર ગભરાઈ ગયો અને ઉતાવળમાં બનાવાયેલા એક્સપ્લોઝિવ ડિવાઇસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યો હતો. આ ઉતાવળમાં જ કદાચ અકસ્માતે વિસ્ફોટ થઈ ગયો.

કારમાં હુમલાખોર એકલો હતો! 

CCTV ફૂટેજથી સ્પષ્ટ થયું છે કે બ્લાસ્ટ સમયે i20 કારમાં ડૉ. ઉમર મોહમ્મદ એકલો જ હતો અને તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કાર જમીનથી ઘણા ફૂટ ઉપર ઉછળી ગઈ હતી અને નજીકની પોલીસ ચોકીની દીવાલ અને છતને પણ નુકસાન થયું હતું.

બ્લાસ્ટ પહેલા શું કરી રહ્યો હતો ડૉ. ઉમર? 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. ઉમર ફરીદાબાદમાં તેના સાથીઓની ધરપકડના સમાચાર મળ્યા બાદ લગભગ ત્રણ કલાક સુધી સુનહરી મસ્જિદની પાર્કિંગમાં પોતાની કારમાં બેસીને ઇન્ટરનેટ પર અપડેટ્સ સર્ચ કરતો રહ્યો હતો. એજન્સીઓએ તેની કારના 11 કલાકના રૂટને ટ્રેસ કરવામાં સફળતા મેળવી છે.

બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 8 લોકોની ઓળખ થઈ 

મોહસીન, મેરઠ નિવાસી

અશોક કુમાર, બસ કંડક્ટર, અમરોહા

લોકેશ, અમરોહા

દિનેશ મિશ્રા, શ્રાવસ્તી

પંકજ, ઓલા-ઉબર ડ્રાઇવર

અમર કટારિયા, શ્રીનિવાસપુરી

નૌમાન અંસારી, રિક્ષાચાલક

મોહમ્મદ જુમ્માન, રિક્ષાચાલક

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…
INDIA

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

March 30, 2026
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
INDIA

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

March 30, 2026
Next Post
વડોદરા શહેરમાં ભિક્ષાવૃત્તિ કરવાના મુદ્દે વ્યંઢળો વચ્ચે ઝઘડો થતા મારામારી | Fight breaks out between…

વડોદરા શહેરમાં ભિક્ષાવૃત્તિ કરવાના મુદ્દે વ્યંઢળો વચ્ચે ઝઘડો થતા મારામારી | Fight breaks out between...

ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ: કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 3 શ્રમિકોના કરૂણ મોત, 24 ઇજાગ્રસ્ત | bha…

ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ: કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 3 શ્રમિકોના કરૂણ મોત, 24 ઇજાગ્રસ્ત | bha...

દિલ્હી બ્લાસ્ટ બાદ વડોદરા પોલીસના કોમ્બિંગ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને દારૂના કેસો મળ્યા | Drink …

દિલ્હી બ્લાસ્ટ બાદ વડોદરા પોલીસના કોમ્બિંગ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને દારૂના કેસો મળ્યા | Drink ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

6 months ago
સિહોર ન.પા.ની સભામાં વિપક્ષના આકરા આક્ષેપ, શાસકોની ચુપકીદી | Opposition strong allegations in Sehore…

સિહોર ન.પા.ની સભામાં વિપક્ષના આકરા આક્ષેપ, શાસકોની ચુપકીદી | Opposition strong allegations in Sehore…

2 months ago
સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ | Dangerous tren…

4 weeks ago
હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News