gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in Business
0 0
0
દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મુંબઈ : ટ્રમ્પના ટેરિફના વધતા આક્રમણ તેમજ વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય સ્થિતિ વણસતા વિશ્વ બજારમાં સેફ હેવન રૂપી ખરીદી તરીકે હેજ ફંડો દ્વારા કિંમતી ધાતુઓમાં નવી ખરીદી ચાલુ રહેતા વૈશ્વિક બજારોની સાથે ઘર આંગણાના બજારોમાં પણ સોના-ચાંદીમાં પણ તોફાની તેજી જોવા મળી છે. આજે દિલ્હી બુલિયન બજારમાં ચાંદી વધુ રૂપિયા ૬ હજાર ઉછળીને રૂપિયા ૨,૭૧,૦૦૦ નવી વિક્રમી સપાટીએ પહોંચી ગઈ હતી. બીજી તરફ સોનું પણ વધીને રૂપિયા ૧,૪૫,૦૦૦ની ટોચની સપાટીએ પહોંચ્યું હતું. અમદાવાદ તેમજ મુંબઈ સોના-ચાંદી બજારમાં પણ તેજીનો પ્રવાહ આગળ વધ્યો હતો.

મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. સોનામાં જોકે તેજીને બ્રેક વાગતાં ભાવ ઉંચા મથાળે બેતરફી સાંકડી વધઘટ વચ્ચે ફરતા જોવા મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ૮૩.૮૬થી ૮૩.૮૭ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૮૬ પાર કરી ૮૬.૦૨થી ૮૬.૦૩ ડોલર સુધી ઉછળી ૮૫.૭૮થી ૮૫.૭૯ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ચાંદી બજારમાં જોરદાર તેજી આગળ વધી હતી.

 દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવન કિલોના વધુ રૂ.૭૦૦૦ ઉછળી ઉંચામાં ભાવ રૂ.૨૬૨૦૦૦ બોલાતા નવો વિક્રમ સર્જાયો હતો. અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના આંકડાઓ પર નજર વચ્ચે ચાંદીમાં તેજી વાળો વર્ગ એક્ટિવ રહ્યો હતો.  ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૧૪ હજાર ઉછળતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.

ચાંદીમમાં હવે ભાવ ઝડપથી રૂ.૨૭૫૦૦૦ તથા ત્યારબાદ રૂ.૩ લાખ થઈ જવાની શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૮૨થી ૪૫૮૩ વાળા ઉંચામાં ભાવ ૪૬૦૬ થઈ ૪૫૯૩થી ૪૫૯૪ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૪૪૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૪૫૦૦ના મથાળે વધતા અટકી ઉછાળો પચાવી ટોચ પર અથડાતા રહ્યા હતા.

દરમિયાન,  મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૫૬૭૭૬ વાળા ઉછળી રૂ.૨૬૩૦૩૨ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના   રૂ.૧૩૯૭૨૨ તથા ૯૯૯ના રૂ.૧૪૦૨૮૪ રહ્યા હતા. સોનાના ભાવમાં ઉંચા મથાળે આજે બેતરફી સાંકડી વધઘટ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૫૭ વાળા આજે ઘટી ૨૨૯૧ થઈ ૨૩૫૦થી ૨૩૫૧ ડોલર રહ્યા હતા.

 જ્યારે પેલેડીયમના  ભાવ ૧૮૭૧ વાળા ઘટી ૧૭૮૧ થઈ ૧૮૪૨થી ૧૮૪૩ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૫૬૯૦ વાળા રૂ.૭૪૯૨૦ થઈ રૂ.૭૫૩૧૭ રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૩૮ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.

બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૬૨.૮૬ વાળા ઉછળી ૬૫.૨૦ થઈ ૬૫.૦૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૮.૫૮ વાળા વધી ૬૦.૮૨ થઈ ૬૦.૬૪ ડોલ ર રહ્યા હતા. ભારતમાં રશિયાના ક્રૂડતેલની ઈમ્પોર્ટ ડિસેમ્બરમાં ૩.૩૦ અબજ યુરોથી ઘટી ૨.૩૦ અબજ યુરો થતાં રશિયાથી ક્રૂડની આયાત કરતા દેશમાં ભારત હવે ત્રીજા ક્રમે ધકેલાયું છે. આ ક્રમમાં પ્રથમ નંબરે ચીન તથા બીજા નંબરે તુર્કી રહ્યા છે.

સોના ચાંદીના ભાવના લક્ષ્યાંકમાં વધારો 

 વૈશ્વિક  નાણાં સંસ્થા સીટીને અપેક્ષા છે કે  ૨૦૨૬ના પ્રારંભમાં પણ સોના ચાંદીમાં તેજી અકબંધ રહેશે. વધતા ભૂરાજકીય જોખમો,  ભૌતિક બજારમાં અછત અને ફેડરલની સ્વતંત્રતા પર નવી અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરીને સોના માટેનો તેમનો અગામી ૩ મહિનાનો લક્ષ્યાંક ૫,૦૦૦ ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી માટે ૧૦૦ ડોલર પ્રતિ ઔંસ કર્યો છે.

સોનામાં છેલ્લા મહિનામાં ૭% અને છેલ્લા ત્રણ મહિનામાં ૧૨% નો વધારો થયો છે, પરંતુ સિટીએ તેના લાંબા સમયથી ચાલતા દ્રષ્ટિકોણને પુનરાવર્તિત કર્યો છે કે ચાંદીએ બુલિયન કરતાં વધુ સારું પ્રદર્શન કરવું જોઈએ.

આ જ સમયગાળા દરમિયાન, ચાંદીમાં અનુક્રમે ૩૬% અને ૬૦% નો વધારો થયો છે, આ તેજી ઔદ્યોગિક ધાતુઓમાં પણ જોવાઈ છે, જેમાં તાંબુ, પ્લેટિનમ, પેલેડિયમ અને એલ્યુમિનિયમ પણ મજબૂત  રહ્યા છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

વૈશ્વિક ચાંદીની માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી | Global silver market cap nears 5 tril…

વૈશ્વિક ચાંદીની માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી | Global silver market cap nears 5 tril...

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Supreme Court orders states to str…

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Supreme Court orders states to str...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News F…

ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News F…

3 months ago
પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી | West Bengal has the highest number of fo…

પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધારે વિદેશી કેદીઓ : એનસીઆરબી | West Bengal has the highest number of fo…

6 months ago
રિક્ષા પાછળ ટ્રેલર ઘુસી જતાં રામદેવપુરના શખ્સનું મોત | Ramdevpur man dies after trailer crashes into…

રિક્ષા પાછળ ટ્રેલર ઘુસી જતાં રામદેવપુરના શખ્સનું મોત | Ramdevpur man dies after trailer crashes into…

2 months ago
મુંબઈ-લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં ડિફેન્સ મોકડ્રીલનું રિહર્સલ, જુઓ દ્રશ્યો | Civil defense mock d…

મુંબઈ-લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં ડિફેન્સ મોકડ્રીલનું રિહર્સલ, જુઓ દ્રશ્યો | Civil defense mock d…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News