
Mumabai Air Pollution : દેશની રાજધાની દિલ્હી વર્ષોથી પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુ હવે આર્થિક રાજધાની મુંબઈ પણ આ મામલે દિલ્હીની હરોળમાં આવીને ઉભી રહી ગઈ છે. મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદે વધતાં અને હવા ‘ખરાબ’ અને ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં પહોંચતા, શહેરભરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાની કડક પાબંદીઓ લાગુ કરવામાં આવી છે.
કયા કયા વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ
મુંબઈના મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી ઈસ્ટ, ચકાલા-અંધેરી ઈસ્ટ, નેવી નગર, પોવઈ અને મુલુંડ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે દરિયા કિનારે હોવાને કારણે મુંબઈમાં પ્રદૂષણ ઓછું રહેતું હતું, પરંતુ હવે ત્યાં પણ વધતી સમસ્યાએ ચિંતાઓ ઉભી કરી છે.










