gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ |…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Red Fort Blast Case : દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે ભયાનક વિસ્ફોટ થયા બાદ તપાસ એજન્સીઓએ ધમધમાટ કાર્યવાહીઓ શરૂ કરી દીધી છે. આ કાર્યવાહી હેઠળ એજન્સીઓએ આતંકવાદીઓએ ઉપયોગમાં લીધેલી ચોથી શંકાસ્પદ કાર શોધી કાઢી છે. ફરિદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી શંકાસ્પદ સિલ્વર કલરની મારુતિ બ્રેઝા કાર મળી આવ્યા બાદ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ એટીએસ અને એનઆઈએની ટીમો પાર્કિંગમાં પહોંચી ગઈ છે. આ ઉપરાંત બોંબ સ્ક્વૉડની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી જઈને કારની તપાસ શરૂ કરી દીધી છે.

શંકાસ્પદ ચોથી કાર શાહીનના નામે રજિસ્ટર્ડ

સૂત્રોના જણાવ્યા મુજબ, યુનિર્સિટીના પાર્કિંગમાંથી મળી આવેલી કાર ડૉ.શાહીનના નામ પર રજિસ્ટર્ડ છે. દરોડા દરમિયાન અગાઉ જે કાર પકડાઈ હતી તે શાહીનની જ હતી અને તે કારમાંથી રાઈફલ મળી આવી હતી. બ્લાસ્ટમાં આ ચોથી શંકાસ્પદ કારનો ઉપયોગ થયો હોવાનું તેમજ બ્લાસ્ટનો મુખ્ય આરોપી ડૉ.ઉમર નબી અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.

બ્લાસ્ટમાં કુલ ચાર શંકાસ્પદ કાર સામે આવી

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ ચાર કારનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રથમ કારની વાત કરી તો, ઘટના બાદ ફરીદાબાદમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે ડૉ.શાહીના નામે રજિસ્ટર્ડ થયેલી મારુતિ સ્વિફ્ટ જપ્ત કરવામાં આવી હતી. બીજી સફેદ કલરની કાર I20 હતી, જે નબી ચલાવી રહ્યો હતો અને તેણે તેમાં જ વિસ્ફોટ કર્યો હતો. જ્યારે ત્રીજી કાર લાલ રંગની ઈકો સ્પોર્ટ મળી આવી હતી, તેની હલ તપાસ ચાલી રહી છે. જ્યારે હવે અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી બ્રેઝા કાર મળી આવી છે.

યુનિવર્સિટીના તંત્રની પૂછપરછ, કેમ્પસ સીલ

ફરીદાબાદ પોલીસે યુનિવર્સિટી કેમ્પસને કામચલાઉ ધોરણે સીલ કરી દીધી છે. સુરક્ષા દળોએ આખી યુનિવર્સિટીને ઘેરી લીધી છે. આ ઉપરાંત પાર્કિંગમાં કાર કોણ લાવ્યું અને ક્યારે પાર્ક કરવામાં આવી તેની યુનિવર્સિટીના તંત્રને પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે, બ્લાસ્ટની સાધન-સામગ્રી લાવવા માટે ચોથી કારનો ઉપયોગ થયો હશે અથવા તો વિસ્ફોટક સામગ્રી લઈ જવા માટે તેનો ઉપયોગ થયો હોઈ શકે છે.

આ પણ વાંચો : છત્તીસગઢ લીકર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CMના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત

નવા CCTV ફૂટેજમાં ડૉ. ઉમર દેખાયો

આ તમામ ઘટનાક્રમ વચ્ચે, જે દિવસે વિસ્ફોટ થયો તે દિવસનો એક નવો સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. આ ફુટેજમાં આતંકવાદી ડૉ.ઉમર નબી બદરપુર બોર્ડર ટલ પ્લાઝાથી દિલ્હીમાં પ્રવેશ કરતો અને પછી રામલીલા મેદાન પાસે એક મસ્જિદ પાસે જતો દેખાઈ રહ્યો છે. બદરપુર ટોલ પ્લાઝાના 10 નવેમ્બર 8.02 વાગ્યાના સીસીટીવી ફુટેજમાં આતંકી ઉમર જોવા મળી રહ્યો છે, તે સફેદ હુન્ડાઈ I20 કાર ચલાવતો, ટોલ ગેટ પાસે કાર ઉભી રાખતો અને રોકડ કાઢીને ટોલ ઓપરેટરને આપતો, પછી ત્યાંથી આગળ વધતો જોવા મળી રહ્યો છે.

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતા પાછળ કોણ જવાબદાર?’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
INDIA

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

June 10, 2026
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…
INDIA

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

June 10, 2026
મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ…

દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: 'અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ...

પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા, મોટા હુમલાનો હતો પ્લાન | punj…

પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા, મોટા હુમલાનો હતો પ્લાન | punj...

છત્તીસગઢ લીકર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CMના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત | Chhattisgarh …

છત્તીસગઢ લીકર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CMના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત | Chhattisgarh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

1 year ago
ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con…

ટ્રેક્ટરના પાર્ટસની આડમાં કન્ટેનરમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું | liquer caught in truck con…

8 months ago
એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

2 months ago
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rains forecast in the Gu…

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rains forecast in the Gu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News