gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વાવાઝોડા સાથે વરસાદ, 400થી વધુ ફ્લાઈટ પ્રભાવિત | national we…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in INDIA
0 0
0
દિલ્હી, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વાવાઝોડા સાથે વરસાદ, 400થી વધુ ફ્લાઈટ પ્રભાવિત | national we…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Report: દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હવામાન અત્યંત ખરાબ થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. ખેડૂતોના પાકને પણ ઘણું નુકસાન થયું છે.

આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે વધુ ગંભીર એલર્ટ જારી કર્યા છે. IMD અનુસાર, આગામી થોડા દિવસો સુધી દિલ્હી-NCR, UP, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેશે. 15 એપ્રિલે ઝારખંડમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાક માટે હવામાનની આગાહી

છેલ્લા 24 કલાકમાં હવામાનમાં મોટો ફેરફાર થયો છે. શુક્રવારે સાંજે, દિલ્હી એનસીઆર અને નજીકના રાજ્યોમાં વાવાઝોડા અને હળવો વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. IMD એ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ વલણ આજે અને કાલે પણ ચાલુ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં ગરમીનો પારો વધશે

હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ગરમી વધવાની પણ ચેતવણી આપી છે. વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, 14 અને 15 એપ્રિલના રોજ પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ ગરમી વધવાની શક્યતા છે. જ્યારે 16-18 એપ્રિલ દરમિયાન ગુજરાત સહિત પશ્ચિમ રાજ્યોમાં ગરમી વધશે. 15-17 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ગરમી વધવાની શક્યતા છે. 16-18 એપ્રિલ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ‘રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું…’ તલવારો સાથે કરણી સેનાનું એલાન

IGI એરપોર્ટ પર 400થી વધુ ફ્લાઇટ્સમાં વિલંબ

ખરાબ હવામાન અને રનવે બંધ થવાને કારણે શનિવારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર સતત બીજા દિવસે 400 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે સાંજે ભારે પવન સાથે વરસાદને કારણે ફ્લાઇટ્સને ભારે અસર થઈ હતી. મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. વિલંબનો આ ક્રમ શનિવારે પણ ચાલુ રહ્યો હતો. મુસાફરોની સંખ્યા વધવાને કારણે એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ હતો. મુસાફરોએ ઇન્ટરનેટ મીડિયા પર લાંબી કતારો અને ભીડના ફોટા અને વીડિયો શેર થયા હતાં.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ પણ આ અંગે માહિતી આપી હતી કે, ખરાબ હવામાનના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ઉડાનમાં વિલંબ થયો હતો. 234 ફ્લાઇટ્સનું પ્રસ્થાન મોડું પડ્યું હતું અને 175 ફ્લાઇટ્સનું આગમન મોડું પડ્યું હતું. મોટાભાગની ફ્લાઇટ્સનો સરેરાશ પ્રસ્થાન સમય 40 મિનિટથી વધુ હતો. જોકે શુક્રવાર રાત્રિથી હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી.

દિલ્હી, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વાવાઝોડા સાથે વરસાદ, 400થી વધુ ફ્લાઈટ પ્રભાવિત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…
INDIA

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

March 28, 2026
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…
INDIA

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

March 28, 2026
Next Post
‘રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું…’ તલવારો સાથે કરણી સેનાનું એલાન | resoluti…

'રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું...' તલવારો સાથે કરણી સેનાનું એલાન | resoluti...

વારસિયામાં સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના મુદ્દે ઝઘડો થતા ચાકૂથી હુમલો | Knife attack in a Vadodara…

વારસિયામાં સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના મુદ્દે ઝઘડો થતા ચાકૂથી હુમલો | Knife attack in a Vadodara...

અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત | President objects to …

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત | President objects to …

7 months ago
Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન…

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન…

5 months ago
ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

8 months ago
જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર …

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News