gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches …

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in INDIA
0 0
0
દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સોશિયલ મીડિયા દ્વારા ડોક્ટરોને કટ્ટરવાદી બનાવાયાની શંકા

– ડોક્ટરોનું જુથ એક વર્ષથી આત્મઘાતી હુમલાખોર શોધી રહ્યું હતું, ઉમર ગુ્રપમાં સૌથી વધુ કટ્ટરવાદી હતો

– જૈશે હવાલા દ્વારા 20 લાખ રૂપિયા ત્રણ આતંકી ડોક્ટરો સુધી પહોંચાડયા હતા, અનેક હુમલાનું કાવતરુ ઘડાયું હતું

– દિલ્હી બ્લાસ્ટના સુસાઇડ બોમ્બર ઉમરને કાર અપાવવામાં મદદ કરનાર તેના સાથી આમિરની ધરપકડ

– આતંકીઓ કાશ્મીરમાં ક્રિમિનલ રેકોર્ડ કે ટેરર લિંક ના હોય તેવા લોકોની ભરતીની ફિરાકમાં

નવી દિલ્હી: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં નવા ખુલાસા થયા છે. એનઆઇએએ એ શખ્સની ધરપકડ કરી છે કે જેણે આત્મઘાતી હુમલાખોર સાથે મળીને આ આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપીનું નામ આમિર રાશિદ અલી છે, વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી કાર તેના જ નામે નોંધાયેલી છે. જ્યારે બીજી તરફ ૧૪ વર્ષ બાદ દિલ્હીમાં થયેલા આ ભયાનક વિસ્ફોટ પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનો દાવો થઇ રહ્યો છે. આ ઉપરાંત ૧૫ જેટલા ડોક્ટરોની ધરપકડ કરાઇ છે.  

ગુપ્ત એજન્સીઓને મળેલી જાણકારી મુજબ જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદની જાળ ફેલાવવા માટે ૨૦ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ રૂપિયા ત્રણ ડોક્ટરોને મોકલવામાં આવ્યા હતા. જેમના નામ ઉમર, મુઝમ્મિલ અને શાહીન છે. ઉમરે દિલ્હીના લાલ કિલ્લા પાસે આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો. એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે કે લાલ કિલ્લા પાસે થયેલો આ હુમલો આઇઇડી બ્લાસ્ટ છે અને તેને સુસાઇડ બોમ્બર ઉમર ઉન નાબી દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. 

બીજી તરફ એનઆઇએ દ્વારા જમ્મુ કાશ્મીરના સંબૂરાના રહેવાસી આમિર રાશીદ અલીની ધરપકડ કરી છે. દિલ્હીના વિસ્ફોટને અંજામ આપવા માટે જે કારનો ઉપયોગ કરાયો હતો તે આ આમિર રાશીદના નામે જ રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. આમિર દિલ્હી આ કારની ખરીદીમાં મદદ કરવા માટે આવ્યો હતો. આમિર રાશીદ અને આત્મઘાતી વિસ્ફોટ કરનારા ઉમર ઉન નબી બન્ને એકબીજાના સહાયક હોવાનું સામે આવ્યું છે. દિલ્હી વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઇએની તપાસ જમ્મુ કાશ્મીર સહિત છ રાજ્યો સુધી પહોંચી ગઇ છે. જેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. 

શ્રીનગરમાં હાલ એનઆઇએના અધિકારીઓ ડોક્ટર આદિલ, ડોક્ટર મુઝમ્મિલ, ડોક્ટર શાહીન અને અન્ય આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં આતંકી નેટવર્કમાં સામેલ ૧૫થી વધુ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી ચુકી છે જ્યારે આ નેટવર્કમાં સામેલ અન્ય ડોક્ટરો એજન્સીના રડારમાં છે. બહુ જ મોટી સંખ્યામાં ડોક્ટરોને સોશિયલ મીડિયા દ્વારા જોડીને કટ્ટરવાદી બનાવવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલા ડોક્ટર શાહીન વિદેશ ભાગવાની તૈયારીમાં હતી, પોલીસે તેના પાસપોર્ટ માટે વેરિફિકેશન પણ કર્યું હતું. આ દરમિયાન લેવાયેલી તેની તસવીર પણ સામે આવી છે. 

પાસપોર્ટ બનાવવા પાછળનો હેતુ શું હતો તેની પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હીમાં જે આત્મઘાતી હુમલો કરાયો તેની તૈયારી ગયા વર્ષથી શરૂ કરી દેવાઇ હતી. આત્મઘાતી હુમલો કરનારો ઉમર હાર્ડકોર રેડિકલ એટલે કે અત્યંત કટ્ટરવાદી હતો. ડોક્ટરોનું એક જુથ ઉમર જેવા જ હાર્ડકોર રેડિકલ ડોક્ટરની છેલ્લા એક વર્ષથી તપાસ કરી રહ્યું હતું. આ સમગ્ર વ્હાઇટ કોલર ટેરર મોડયુલને શ્રીનગર પોલીસ દ્વારા ખુલ્લુ પાડવામાં આવ્યું છે. બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓ એવા લોકોની ભરતી કરી રહ્યા છે કે જેનો કોઇ જ ક્રિમિનલ રેકોર્ડ ના હોય કે આતંકી લિંક ના હોય. એટલે કે એકદમ વ્હાઇટ કોલર અને સ્વચ્છ છાપ ધરાવતા કટ્ટરવાદીઓની ભરતી કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol...

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે પોલીસે ચેકિંગ શરૂ કર્યું | Police start checking CCTV cameras i…

પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે પોલીસે ચેકિંગ શરૂ કર્યું | Police start checking CCTV cameras i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળાના રજોડામાં ગેસના બાટલાઓનું રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas cylinders in B…

બાવળાના રજોડામાં ગેસના બાટલાઓનું રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas cylinders in B…

9 months ago
વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

1 year ago
‘તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ..?’, જર્મની-યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્યમંત્રી ગોયલે | un…

‘તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ..?’, જર્મની-યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્યમંત્રી ગોયલે | un…

9 months ago
વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News