(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
દિવાળીના તહેવારો વચ્ચે જ એટલે કે ૨૦મી ઓક્ટોબર જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની છેલ્લી તારીખ હોવાથી રિટર્ન ફાઈલ કરવું કઠિન જણાતું હોવાથી જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી છ. જીએસટીઆર-૩બી માટે દરેક બિલનું મેળવણું કરવાની અને ટેક્સની જવાબદારી નક્કી કરીને જણાવવાનું અને જીએસટી જમા કરાવવાની કામગીરી કરવાની હોવાથી રજાના ગાળામાં આ કામગીરી કરવી કઠિન હોવાથી જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી છે.
બીજું, જીએસટીઆર ૩બી ફાઈલ કરતા પહેલા જીએસટીઆર – ૨બીની વિગતો તેમની પાસે હોવી જરૃરી છે. જીએસટીઆર – ૨બી ૧૪મી તારીખે તૈયાર થયા છે. જીએસટીઆર ૨બીમાં આપવામાં આવેલી વિગતોને આધારે જીએસટીઆર ૩બીની વિગતોનું મેળવણું કરવું અનિવાર્ય છે.
૧૯મી તારીખે જાહેર રજા છે અને ત્યારબાદના દિવસે જ જીએસટીઆર થ્રી બી ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવે છે અને આ જ ગાળામાં દિવાળીના તહેવારો પણ આવે છે. આ સંજોગોમાં જીએસટીઆર-૩બી ફાઈલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી સંખ્યાબંધ ટેક્સ કન્સલ્ટન્ટ માટે કઠિન બની જાય તેમ છે. જીએસટીઆર ૨-બી મળ્યા પછી જ જીએસટીઆર-૩બીની પ્રક્રિયા પૂરી કરી શકાય છે. ૧૪મી તારીખે જીએસટીઆર-૨બી ફાઈલ કર્યા પછી જીએસટીઆર-૩બી ફાઈલ કરવા માટે બહુ જ ટૂંકો ગાળો મળે છે. પરિણામે જીએસટીઆર-૩બી રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી આપવી જરૃરી છે. બીજી દિવાળીા તહેવારો હોવાથી આ પ્રક્રિયા પૂરી કરવા માટે વધારાનો સમયગાળો આપવો જરૃરી છે. તેમ કરવાથી ચોકસાઈપૂર્ણ અને સંપૂર્ણ રિટર્ન ફાઈલ થશે.
સીજીએસટી એક્ટની જોગવાઈનું પાલન કરીને સંપૂર્ણ રિટર્ન તૈયાર કરી શકાય તે માટે પણ રિટર્ન ફાઈલ કરવા માટે થોડો વધુ સમય આપવાની માગણી કરવામં આવી છે.કાયદાના નિ,્ણાતોનું કહેવું છે કે ઇનવર્ડ કે આઉટ વર્ડ સપ્લાય કે ટેક્સ વાસ્તવમાં છે જ નહિ. છતાં વેપારીઓ નિલ રિટર્ન ફાઈલ કરી શકતા જ નથી. આમ તેમને માથે કોમ્પ્લાયન્સનો બીજો વધારાનો બોજો આવી રહ્યો છે.










