
– રાજધાનીમાં એક્યૂઆઇ 500ને પાર, પંદરગણી વધુ પ્રદૂષિત હવા
– મુંબઇમાં એક્યૂઆઇ 375ને પાર, કોલકાતા, લખનઉ, ગાઝિયાબાદ સહિતના મોટાભાગના શહેરોની હવા ઝેરી બની
– દિલ્હીમાં સમય મર્યાદામાં માત્ર ગ્રીન ફટાકડા ફોડવાના સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન, લોકોએ આખી રાત ધડબડાટી બોલાવી
નવી દિલ્હી : દિવાળી બાદ દેશના અનેક મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે સ્થિતિ કફોડી બની છે. દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ને પાર જતો રહ્યો હતો. દિલ્હી ઉપરાંત મુંબઇ, કોલકાતા, લખનઉ વગેરે મોટા શહેરોમાં પણ દિવાળી પછી પ્રદૂષણ વધ્યું હતું.










