gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયાને જણાવી રહ્યા છો તો સંસદને કેમ નહીં?’, ઓપરેશન સિંદૂર મુદ્દે 16 પક્ષોનો PM મોદીને પત્ર | INDIA…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
દુનિયાને જણાવી રહ્યા છો તો સંસદને કેમ નહીં?’, ઓપરેશન સિંદૂર મુદ્દે 16 પક્ષોનો PM મોદીને પત્ર | INDIA…
0
VIEWS
Share on FacebookShare on Twitter

INDIA Alliance Meeting : આજે દિલ્હી સ્થિત કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A)ની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ, શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉત, સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના સભ્ય મનોજ ઝા, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સભ્ય ડેરેક ઓ બ્રાયન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષોએ ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્ર સરકાર પર પારદર્શિતાની અછતનો આક્ષેપ કર્યો છે અને વિશેષ સત્ર બોલાવાની માંગ કરી છે.

16 પક્ષોએ વડાપ્રધાનને લખ્યો પત્ર

ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાયા બાદ વિરોધ પક્ષના 16 પક્ષોએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને વિશેષ સત્ર બોલાવાની માંગ કરી છે. પત્રમાં પલહગામ, પુંછ. ઉરી, રાજૌરીમાં થયેલા આતંકવાદી હુમલાઓ અને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સંસદમાં સ્વતંત્ર ચર્ચા કરવાની વાત કહેવાઈ છે.

સંસદ લોકો પ્રત્યે જવાબદાર છે : TMC સાંસદ

તૃમણૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને (Derek O’Brien) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘16 રાજકીય પક્ષોએ વડાપ્રધાનને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. સરકાર સંસદ પ્રત્યે જવાબદાર છે અને સંસદ જનતા પ્રત્યે જવાબદાર છે.’ તેમણે કહ્યું કે, વિપક્ષોની ઈચ્છા છે કે, સરકાર માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, સંસદમાં પણ જવાબ આપે.

વિપક્ષોએ સેના-સરકારને સાથ આપ્યો : કોંગ્રેસ સાંસદ

કોંગ્રેસ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, ‘વિપક્ષે દેશના મુશ્કેલ સમયમાં સેના અને સરકારને સંપૂર્ણ સાથ આપ્યો. જ્યારે અમેરિકાએ યુદ્ધવિરામની જાહેરાત કરી, ત્યારે અમને લાગ્યું કે, સંસદનું વિશેષ સત્ર બોલાવીને સેનાનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આ ઉપરાંત આતંકવાદ વિરુદ્ધની આગામી રણનીતિ પર પણ ચર્ચા જરૂરી છે.’

સરકાર સંસદથી કેમ બચી રહી છે: સપા નેતા

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને કહ્યું કે, ‘તમે આખી દુનિયામાં માહિતી આપી રહ્યા છો, પરંતુ સાંસદોને નહીં… આપણે રાજદ્વારી સ્તરે સંપૂર્ણ નિષ્ફળ ગયા છીએ. ટ્રમ્પે મધ્યસ્થતાની વાત કહી નાખી અને સરકાર ચૂપ છે. આ મુદ્દો સંસદમાં ચર્ચા કરવા માટે યોગ્ય છે.’

શું લોકશાહીમાં સંસદથી મોટું કોઈ મંચ છે?

શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) કટાક્ષમાં સવાલ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘જો ટ્રમ્પ માટે યુદ્ધવિરામ કરી શકાય છે, તો વિપક્ષના કહેવા પર સંસદમાં વિશેષ સત્ર કેમ બોલાવાતું નથી? શું આ માટે પણ અમારે ટ્રમ્પ પાસે જવું પડશે? જો સરકાર ખરેખર લોકશાહીમાં વિશ્વાસ રાખે છે, તો તેમણે સંસદમાં આવીને વાત કરવી જોઈએ.’

1962માં પણ વિશેષ સત્ર બોલાવાયું હતું : રાષ્ટ્રીય જનતાદળના નેતા

રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝા (Manoj Jha)એ કહ્યું કે, ‘પહલગામમાં આતંકવાદી હુમલો થવાથી દેશભર દુઃખમાં હતો. ઓપરેશન સિંદૂર બાદ દેશ એક થયો હતો. એક વિદેશી રાષ્ટ્રપ્રમુખના કારણે દેશની ભાવનાને ઠેર પહોંચી છે. 1962ના યુદ્ધ વખતે વિશેષ સત્ર બોલાવાયું હતું. આજે પણ તે જ જરૂરી છે.’

આ પક્ષોએ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી

ઈન્ડિ ગઠબંધનના તમામ પક્ષોએ સંસદમાં વિશેષ સત્ર બોલાવની માંગ કરી છે. વડાપ્રધાનને જે પત્ર લખવામાં આવ્યો છે, તેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, ડીએમકે, શિવસેના (ઉદ્ધવ જૂથ), આરજેડી, નેશનલ કોન્ફરન્સ, સીપીઆઈ(એમ), સીપીઆઈ, આઈયુએમએલ, આરએસપી, જેએમએમ, વીસીકે, કેરળ કોંગ્રેસ, એમડીએમકે અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશન પાર્ટીએ હસ્તાક્ષર કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ | rahul gandhi asked lea…

હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ | rahul gandhi asked lea...

‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિ…

'અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ...', શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિ...

‘ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan …

'ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી', CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMCની અણઘડ કામગીરી: શેલા VIP રોડ પર થાંભલા હટાવ્યા વિના જ ડામર રોડ બિછાવી દેવાયો | ahmedabad amc she…

AMCની અણઘડ કામગીરી: શેલા VIP રોડ પર થાંભલા હટાવ્યા વિના જ ડામર રોડ બિછાવી દેવાયો | ahmedabad amc she…

3 weeks ago
સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE | cbse new ru…

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE | cbse new ru…

3 weeks ago
દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી

10 months ago
રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News