
Rahul Gandhi Allegation On ECI : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી ‘વોટ ચોરી’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થક મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર ‘લોકશાહીની હત્યા કરનારા’ અને ‘વોટ ચોરો’નું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.










