
– બિહારના એસઆઇઆરમાં કઇ ગેરકાયદે જણાશે તો અટકાવીશું
– મતદાનના અધિકારથી વંચિત ના રાખી શકો : વકીલ
– દેશવ્યાપી પ્રક્રિયા મુદ્દે દલીલ કરવા અરજદારને છૂટ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મતદારોના વેરિફિકેશન મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે બિહારમાં જે વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમાં કઇ ગેરકાયદે સામે આવ્યું તો નિર્ણય રદ કરીશું. આ સાથે જ સુપ્રીમે કહ્યું હતું કે દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા પર સ્ટે ના મુકી શકાય. હાલ બિહારની વેરિફિકેશન પ્રક્રિયા એસઆઇઆર પર સ્ટેની સુપ્રીમે ના પાડી દીધી હતી.










