gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આજથી જીએસટીનું નવું ‘ટાઈમ ટેબલ’

– દૈનિક વપરાશની ખાદ્ય વસ્તુઓ, દવાઓ, સ્વાસ્થ્ય અને જીવન વીમા સહિતની ૯૯ ટકા વસ્તુઓ ટેક્સ ફ્રી થઈ અથવા પાંચ ટકા ટેક્સના દાયરામાં આવી

– નેક્સ્ટ જનરેશન જીએસટીથી મધ્યમ વર્ગને આ વર્ષે રૂ. ૨.૫ લાખ કરોડથી વધુની બચત થશે : પીએમ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીમાં કરાયેલા સુધારા ભારતની વૃદ્ધિમાં નવા પ્રાણ ફૂંકશે તેમ જણાવતા નાગરિકોને દેશની સમૃદ્ધિ માટે ‘સ્વદેશી’ ઉત્પાદનો અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું નવરાત્રિના પહેલા દિવસથી સોમવારે આગામી પેઢીના જીએસટી સુધારા સાથે દેશ આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ઉઠાવી રહ્યો છે. દેશમાં સોમવારથી જીએસટી બચત ઉત્સવ શરૂ થશે. કારણ કે ૯૯ ટકા વસ્તુઓ જીએસટીના પાંચ ટકાના દાયરામાં આવી જશે અને તે સસ્તી થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારાના અમલની પૂર્વ સંધ્યાએ રવિવારે ૧૯ મિનિટના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, અમે નાગરિક દેવો ભવઃના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મમાં તેની ઝાંકી સ્પષ્ટપણે જોવા મળે છે. આપણે ઈન્કમ ટેક્સમાં છૂટ અને જીએસટીમાં છૂટને જોડી દઈએ તો એક વર્ષમાં જે નિર્ણય લેવાયા છે તેનાથી દેશના લોકોને ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થશે. તેથી જ હું કહું છું કે આ બચત ઉત્સવ છે.

પીએમ મોદીએ રવિવારે જણાવ્યું કે, દેશમાં સોમવારથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. હું આપ સૌને શુભકામના પાઠવું છું. નવરાત્રિના પહેલા દિવસે સૂર્યોદય સાથે નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારા લાગુ થશે. જીએસટીએ ‘એક રાષ્ટ્ર એક કર’ના સપનાંને સાકાર કર્યું છે.

તેમણે ઉમેર્યું કે, આગામી પેઢીના જીએસટી સુધારા દરેક પરિવારમાં આનંદ-ઉત્સાહ લાવશે. ભારતની વિકાસ ગાથાને ગતિ આપશે અને નાગરિકોને તેમના પસંદગીના સામાન સરળતાથી ખરીદવાની તક આપશે. તેમણે જીએસટી અને આવકવેરા સુધારાને ટાંકીને કહ્યું કે, આ સુધારાઓથી ભારતના લોકોને કુલ ૨.૫ લાખ કરોડ રૂપિયા સુધીની બચત થશે અને ઉદ્યોગો માટે પ્રક્રિયાઓ વધુ સરળ બનશે. તેમણે એમએસએમઈ અને સ્વદેશી ઉત્પાદનોને વિશ્વ સ્તરીય બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે ભારતમાં નિર્માણ પામેલી અને સ્વદેશી વસ્તુઓ પર ગૌરવ કરવાની અપીલ કરી હતી. તેમણે કેવી રીતે ટેક્સ-ટોલની જાળે વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલીઓ પેદા કરી હતી તેની યાદ અપાવી હતી. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમની સરકારે છેલ્લા ૧૧ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા અને નવા મધ્યમ વર્ગમાં સામેલ કર્યા. નવા જીએસટી દરોથી ગરીબ અને મધ્યમ વર્ગ બંનેને લાભ થશે. જીએસટી ઘટવાથી એમએસએમઈને પણ બમણો ફાયદો થશે. સરકારે આ વર્ષે રૂ. ૧૨ લાખ સુધીનો ઈન્કમ ટેક્સ ફ્રી કર્યો, જેનાથી મધ્યમ વર્ગના જીવનમાં સરળતા અને સુવિધા આવી. તેમણે દરેક નાગરિકોને અપીલ કરી કે દરેક ઘર અને દરેક દુકાનને સ્વદેશીનું પ્રતીક બનાવવા જોઈએ. ગર્વથી કહો – હું સ્વદેશી ખરીદું છું. હું સ્વદેશી સામાન વેચું છું. આ દરેક ભારતીયનો મિજાજ બનવો જોઈએ. આવું થશે ત્યારે જ ભારત ઝડપથિ વિકસિત બનશે.

દરમિયાન જીએસટીમાં સુધારાની અસર ૩૭૫થી વધુ વસ્તુઓ પર થવાની હોવાથી સોમવારથી રસોડાની વસ્તુઓથી લઈ ઈલેક્ટ્રોનિક્સ, દવાઓથી લઈ ઓટોમોબાઈલ્સની વસ્તુઓ સસ્તી થશે. જીએસટીના નવા માળખામાં માત્ર પાંચ અને ૧૮ ટકા એમ બે સ્લેબ મુખ્ય રહેશે. દૈનિક વપરાશની ખાદ્ય વસ્તુઓ, દવાઓ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સ્વાસ્થ્ય અને જીવન વીમા સહિતની ૯૯ ટકા વસ્તુઓ હવે ટેક્સ ફ્રી થઈ ગઈ છે અથવા પાંચ ટકા ટેક્સના દાયરામાં આવી ગઈ છે. 

ઘી, પનીર, માખણ, ‘નમકીન’, કેચઅપ, જામ, ડ્રાય ફ્રુટ્સ, કોફી અને આઈસક્રીમ જેવી ખાદ્ય ચીજો તથા ટીવી, એસી, વોશિંગ મશીન્સ જેવા ઉત્પાદનો સસ્તા થશે. વિવિધ એફએમસીજી કંપનીઓએ જીએસટી સુધારાના પગલે ભાવમાં ઘટાડાની જાહેરાત અગાઉથી જ કરી દીધી છે. આ સિવાટ મોટાભાગની દવાઓ અને ફોર્મ્યુલાસ, ગ્લુકોમીટર અને ડાયગ્નોસ્ટિક કીટ્સ જેવી મેડિકલ ડિવાઈસીસ પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે, જેથી સામાન્ય માણસ માટે દવાનો ખર્ચ ઘટી જશે. ઉપરાંત બિલ્ડરોને સીમેન્ટ પર ૨૮ ટકા જીએસટી ઘટીને ૧૮ ટકા થવાનો લાભ મળશે. જીએસટી ઘટાડાનો સૌથી વધુ લાભ વાહનો ખરીદનારને થશે. નાની અને મોટી કાર પરનો ૨૮ ટકા જીએસટી ઘટાડીને ૧૮ ટકા કરી દેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…
INDIA

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…

May 8, 2026
બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…
INDIA

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

May 7, 2026
તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…
INDIA

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…

May 7, 2026
Next Post
કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન : તંત્રના આંખ આડા કાન | Deforestation of green trees in Kapad…

કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન : તંત્રના આંખ આડા કાન | Deforestation of green trees in Kapad...

ગોધરામાં પોલીસ મથકે ધમાલ મચાવનારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો | The procession of the accused who…

ગોધરામાં પોલીસ મથકે ધમાલ મચાવનારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો | The procession of the accused who...

પીએચ.ડી. માટે પીજી સેન્ટર કે પીજી કોલેજ જ માન્ય રહેશે | For Ph D only PG center or PG college will b…

પીએચ.ડી. માટે પીજી સેન્ટર કે પીજી કોલેજ જ માન્ય રહેશે | For Ph D only PG center or PG college will b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ટોળાનો પોલીસ પર હુમલો | A mob attacked the police in Botad obstructi…

બોટાદ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ટોળાનો પોલીસ પર હુમલો | A mob attacked the police in Botad obstructi…

5 months ago
૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર | Dr Santosh Gadhvi’s bail application rej…

૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર | Dr Santosh Gadhvi’s bail application rej…

1 month ago
અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું …

અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું …

4 months ago
અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા | Traffic Woes in Ahm…

અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા | Traffic Woes in Ahm…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News