gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ | Center reins in airfares after massive robbery

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ | Center reins in airfares after massive robbery
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાયલોટ પર કામના કલાકનું નિયંત્રણ મૂકાયા બાદ ઇન્ડિગોની વિમાન કટોકટીનો પાંચમો દિવસ

– દેશભરમાં 850થી વધુ ફ્લાઈટ રદ : એરલાઈન કંપનીઓ ડોમેસ્ટિક ફ્લાઈટ માટે કોઈપણ રૂટ પર રૂ. 18,000થી વધુ ભાડું વસૂલી શકશે નહીં

– ઈન્ડિગોને આજે જ રિફન્ડનો આદેશ 

નવી દિલ્હી : ઘરેલુ એરલાઈન ઈન્ડિગોની ફ્લાઈટના સંચાલનમાં બેદરકારીના પગલે સતત પાંચમા દિવસે શનિવારે ૮૫૦થી વધુ ફ્લાઈટ રદ કરાઈ હતી. વ્યાપક પ્રમાણમાં ફ્લાઈટ્સ રદ થવાથી દેશના વિવિધ એરપોર્ટ્સ પર હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ કટોકટીના કારણે ઘરેલુ ફ્લાઈટ્સના ભાવમાં અનેક ઘણો વધારો થતાં કેન્દ્ર સરકારે શનિવારે હવાઈ ભાડાં પર નિયંત્રણો લાદી દીધા છે અને ઈન્ડિગોને રવિવાર સાંજ સુધીમાં ગ્રાહકોને રિફન્ડ ચૂકવવા આદેશ આપ્યો છે. વધુમાં ઘરેલુ ઉડ્ડયન બજારમાં ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતી ઈન્ડિગોએ એફડીટીએલ નિયમોના અમલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘૂંટણીયે લાવી દીધી હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે ત્યારે આ કટોકટી દૂર કરવા છેક પાંચમા દિવસે પીએમઓ સક્રિય થયું છે. કેન્દ્ર સરકારે ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સનું રાજીનામું લેવાની તૈયારી કરી હોવાની અટકળો છે.

દેશમાં નાગરિક વિમાનોના ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર ડીજીસીએએ ફ્લાઈટ ડયુટી ટાઈમ લિમિટેશન્સ (એફડીટીએલ)ના નવા નિયમોના અમલના પગલે મંગળવારથી ઈન્ડિગો એરલાઈન્સે તેની ફ્લાઈટ્સ રદ કરવાનું શરૂ કર્યું, જે દિવસે ને દિવસે વધતી ગઈ. શુક્રવારે કંપનીએ એક જ દિવસમાં ૧,૦૦૦ ફ્લાઈટ રદ કરી હતી. શનિવારે પણ કંપનીએ ૮૫૦થી વધુ ફ્લાઈટ રદ કરવી પડી હતી.

ઈન્ડિગોને નિયમોના અમલમાં છૂટ પછી સ્થિતિ થાળે પડવાની શક્યતા

ભારતીય ઘરેલુ ઉડ્ડયન બજારમાં ૬૦ ટકાથી વધુનો હિસ્સો ધરાવતી ઈન્ડિગોએ શનિવારે પાંચ દિવસમાં કુલ ૩૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરતા ત્રણ-સાડા ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ રઝળી પડયા હતા. જોકે, ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને એફડીટીએલ નિયમના અમલમાં ફેબુ્રઆરી ૨૦૨૬ સુધીની છૂટ આપ્યા પછી હવે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડશે તેમ મનાય છે.

હવાઈ ભાડાં રૂ. 80,000ને પાર થતાં ઉડ્ડયન મંત્રાલય સફાળુ જાગ્યું

દરમિયાન ઈન્ડિગોના સંકટના કારણે અન્ય વિમાન કંપનીઓ દ્વારા હવાઈ ભાડાંમાં અસાધારણ વધારો કરવામાં આવતા ઘરેલુ ફ્લાઈટ્સના ભાવ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરતાં પણ વધી ગયા હતા અને કેટલાક રૂટ પર હવાઈ ભાડું રૂ. ૮૦,૦૦૦ને પાર થઈ ગયું હતું. આ સ્થિતિના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે દેશના બધા જ રૂટ પર ફેર કેપ નિયમ લાગુ કરી દીધો હતો, જેથી કોઈપણ એરલાઈન્સ કોઈપણ પ્રકારે મનમાની રીતે અથવા તકવાદી વલણ અપનાવી ભાડું વસૂલ ના કરી શકે.

બિઝનેસ ક્લાસ અને ઉડાન ફ્લાઈટ પર કોઈ નિયંત્રણ નહીં

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ ભાડાં પર નિયંત્રણો મૂકતા બે પાનાનો આદેશ જાહેર કરતા કહ્યું કે, ઈન્ડિગો કટોકટી ચાલુ છે ત્યાં સુધી કોઈપણ એરલાઈન્સ કોઈપણ રૂટ પર અતાર્કિક ભાડું વસૂલી શકશે નહીં. જોકે, બિઝનેસ ક્લાસ અને ઉડાન ફ્લાઈટ્સ માટે ભાડાં મર્યાદા લાગુ નહીં પડે. જોકે, આ આદેશમાં ભાડાં મર્યાદા ઈકોનોમી ક્લાસ માટે અથવા ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ માટે લાગુ પડશે તે સ્પષ્ટ કરાયું નથી. ભાડાં મર્યાદાનો અર્થ છે કે ઈકોનોમી ક્લાસ માટે દિલ્હીથી મુંબઈ ફ્લાઈટનું હવાઈ ભાડું રૂ. ૧૮,૦૦૦થી વધુ વસૂલી શકાશે નહીં, જેનું અંતર અંદાજે ૧,૩૦૦ કિ.મી. છે.

સામાન્ય જનતાને આર્થિક બોજથી બચાવવા હવાઈ ભાડાં પર નિયંત્રણ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે, આ પગલાંનો આશય હવાઈ ભાડાંમાં શિસ્ત જાળવી રાખવાનો, મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસીઓને શોષણથી રોકવાનો અને વરિષ્ઠ નાગરિક, વિદ્યાર્થી અને દર્દીઓ કે જેમણે સંજોગોવસાત ફરજિયાત તુરંત પ્રવાસ કરવો પડી શકે તેમને રાહત આપવાનો છે. આ વર્ગોએ જંગી હવાઈ ભાડાંના કારણે ભારે આર્થિક બોજનો સામનો કરવો પડી શકે છે.

ઈન્ડિગોને સમસ્યાનો ઉકેલ લાવવા ટાઈમબાઉન્ડ અલ્ટીમેટમ

ઈન્ડિગો એરલાઈનના કારણે સર્જાયેલી કટોકટીથી લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા પછી છેક પાંચમા દિવસે પીએમઓ મેદાનમાં આવ્યું છે. વડાપ્રધાન મોદીને સમગ્ર કટોકટીની વિગતવાર માહિતી આપવામાં આવી છે. પીએમઓએ ઈન્ડિગોને તાત્કાલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્યા છે. વધુમાં ઈન્ડિગોને ટાઈમ બાઉન્ડ અલ્ટીમેટમ અપાયું છે, જેમાં એરલાઈનને રવિવારે રાતે ૮.૦૦ વાગ્યા સુધીમાં જેમની ફ્લાઈટ રદ કરાઈ હોય તેવા બધા જ પ્રવાસીઓને ભાડું રિફન્ડ કરવા કહેવાયું છે. રદ કરાયેલી ફ્લાઈટ્સનું રિફન્ડ ઓટોમેટિક અનિવાર્ય કરી દેવાયું છે, જેથી પ્રવાસીઓએ હવે રિફન્ડ માટે પરેશાન થવું નહીં પડે તેમ સૂત્રોએ કહ્યું હતું. સાથે જ જે પ્રવાસીઓના સામાન હજુ પણ એરપોર્ટ પર ફસાયા હોય તે સામાન ૪૮ કલાકની અંદર તેમના ઘરે પહોંચાડવા માટે પણ નિર્દેશ અપાયા છે. 

સિસ્ટમ બ્રેકડાઉનનું સાચું કારણ જાણવા  ઉચ્ચ સમિતિની રચના

વધુમાં સૂત્રો મુજબ સરકારે આ સમગ્ર પરિસ્થિતમાં બેદરકારીપૂર્ણ વલણ દાખવવા બદલ ઈન્ડિગોના સીઈઓ પીટરલ એલ્બર્સનું રાજીનામું લઈ લેવાની તૈયારી કરી છે. ઈન્ડિગોએ એફડીટીએલ નિયમોના અમલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘૂંટણીયે લાવી દીધી હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે અમને કોઈ મજબૂર કરી શકે નહીં. સિસ્ટમ બ્રેકડાઉનનું સાચું કારણ જાણવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે. પરિસ્થિતિ સામાન્ય થયા પછી ઈન્ડિગો પર કાર્યવાહી પણ થશે અને જંગી દંડ પણ વસૂલાશે.

મુંબઈ એરપોર્ટ પર આફ્રિકાની મહિલાએ ધમાલ મચાવી

મુંબઈ : મુંબઈ એરપોર્ટ પર આફ્રિકાની એક મહિલા ઈન્ડિગોના કાઉન્ટર પર  ચડી ગઈ હતી અને સ્ટાફ પર બૂમાબૂમ કરી હતી. આ મહિલાની ફલાઈટ રદ થઈ હતી તે પછી તેણે ઈન્ડિગો સ્ટાફ પાસે જવાબ માગ્યો હતો. યોગ્ય પ્રતિભાવ ન મળતા ત કાઉન્ટર પર ચડીગઈ હતી અને તેની ભાષામોં બૂમાબૂમ કરી હતી. આ મહિલાએ વ્યકત કરેલા આક્રોશનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો  નેટિઝન્સોએ પોતાનો પ્રતિભાવ આપવામાં વાર લગાડી ન હતી. એક યુઝરે કહ્યું તમને પહોંચેલી પીડાનો મને ખદે છે પણ ગ્રાઉન્ડ સ્ટાફ પર બૂમાબૂમ કરવાથી શું થશે? એક અન્ય યુઝરે કહ્યું કે તે જરૂર દુખી થઈ હશે કારણ કે તેને કોઈ અગત્યના કાર્યક્રમમાં જવું હશે ફલાઈટ રદ થવાથી અને તે કાર્યક્રમમાં ગેરહાજર હશે તેવા વિચારથી તેણે પિત્તો ગુમાવ્યો હશે.

એક યુઝરે કહ્યું કે ઈન્ટરનેશનલ ફલાઈટસમાં જવા માટેની કનેકટિંગ ફલાઈટ મોંઘી પડી હશે અને ઈન્ડિગોએ તેને વળતર આપવું જોઈએ આ પરિસ્થિતિ વ્યાજબી નથી.

એક અન્ય યુઝરે કહ્યું કે હું મારા દેશ પાછી જઈ રહી છું તમે મારી ટિકિટ રદ કરી આથી હું ફ્રાંસ પાછી જઈ રહું છું. આના માટે કંઈ નથી. સુવા માટે જગ્યા નથી. હું અહીંથી મારા દેશ પાછી જઈ રહી છું.

ઈન્ડિગોની કટોકટીના કારણે પ્રવાસીઓ બેહાલ

રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મેળવનારી પહેલી વ્હિલચેર મોડેલ પણ ફસાઈ

– ઈન્ડિગોએ ફ્લાઈટ રદ થવા અંગે પાયાની માહિતી આપવાનું પણ ટાળતા પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હી : દિલ્હી, મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં ઈન્ડિગો એરલાઈન્સના ફ્લાઈટ સંકટના કારણે છેલ્લા પાંચ દિવસમાં લાખો પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. અલગ અલગ શહેરોના એરપોર્ટ પર પ્રવાસીઓની મુશ્કેલીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં નાગપુરની વ્હિલચેર મોડેલ અબોલી જરીટ પણ એરપોર્ટ પર ફસાઈ હતી, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંગળવારે નેશનલ એવોર્ડથી સન્માનિત કરી હતી.

નાગપુરની વ્હિલચેર મોડેલ અબોલી જરીટે રિયાલિટી શોમાં ભાગ લીધા પછી ઘણી જ ખ્યાતી મળી છે. યુરિનરી બ્લેડર વિના અને ખરાબ કિડની સાથે જન્મેલી અબોલી જરીટે આઠ વર્ષ પહેલા મોડલિંગ શરૂ કર્યું હતું. ૨૨ વર્ષની અબોલી નેશનલ એવોર્ડ્સ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વીથ ડિસેબિલિટીઝ માટે નોમિનેટ થઈ હતી. રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ લેવા માટે અબોલી પરિવાર સાથે નાગપુરથી દિલ્હી આવી હતી. જોકે, નાગપુર પરત ફરતા ઈન્ડિગોની કટોકટીના પગલે દિલ્હી એરપોર્ટ પર કલાકો સુધી  સપડાવાથી રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવવાનો તેનો બધો જ આનંદ દુઃખમાં પરિણમ્યો હતો.

અબોલી જરીટ જેવી જ સ્થિતિ દેશના અનેક એરપોર્ટ પર લાખો પ્રવાસીઓની હતી. મોટાભાગના એરપોર્ટ પર પ્રવાસીઓની લાંબી લાંબી લાઈનો લાગી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ્સ એક પછી એક રદ થવાથી એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ વધતી ગઈ હતી અને લોકોને બેસવા કે ચાલવા માટે પણ જગ્યા નહોતી. મોટાભાગના પ્રવાસીઓને ઈન્ડિગોએ કોઈપણ પ્રકારની સ્પષ્ટ માહિતી આપવાનું ટાળ્યું હોવાનો પ્રવાસીઓએ દાવો કર્યો હતો. એક ન્યૂરો પેશન્ટને કહેવાયું કે તેમની ફ્લાઈટ રદ થઈ ગઈ છે અને શનિવારે કોઈ ફ્લાઈટ નહીં ઉડે. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ પાછળથી ખબર પડી કે કોઈપણ નોટિફિકેશન વિના તેમની ફ્લાઈટ ઉડી ગઈ હતી અને હવે ઈન્ડિગો તરફથી તેમને કોઈ જવાબ અપાતો નથી.

દેશના બધા જ રૂટ પર ભાડાં મર્યાદા

કિલોમીટર

ભાડું

૫૦૦

રૂ. ૭,૫૦૦

૫૦૦થી ૧,૦૦૦

રૂ. ૧૨,૦૦૦

૧,૦૦૦થી
૧
,૫૦૦

રૂ. ૧૫,૦૦૦

૧,૫૦૦થી
વધુ

રૂ. ૧૮,૦૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…
INDIA

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
Next Post
કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third …

કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third ...

ગોત્રી હોસ્પિટલની બેદરકારી : દર્દીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી દીધો | Gotri Hospital’s negligence…

ગોત્રી હોસ્પિટલની બેદરકારી : દર્દીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી દીધો | Gotri Hospital's negligence...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

3 months ago
નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP, કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓની નિમણૂક | vav tharad district f…

નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP, કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓની નિમણૂક | vav tharad district f…

8 months ago
રૃા.૮૦૪ કરોડથી વધુના સાયબર ફ્રોડમાં દેવગઢબારિયાના રાહુલની સંડોવણી | Rahul of Devgadhbaria involved i…

રૃા.૮૦૪ કરોડથી વધુના સાયબર ફ્રોડમાં દેવગઢબારિયાના રાહુલની સંડોવણી | Rahul of Devgadhbaria involved i…

5 months ago
વારસિયામાં સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના મુદ્દે ઝઘડો થતા ચાકૂથી હુમલો | Knife attack in a Vadodara…

વારસિયામાં સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના મુદ્દે ઝઘડો થતા ચાકૂથી હુમલો | Knife attack in a Vadodara…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News