gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપવું ફરજિયાત : સુપ્રીમ | Mandatory to give written reasons before arrest…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપવું ફરજિયાત : સુપ્રીમ | Mandatory to give written reasons before arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરોપીને ધરપકડનું કારણ ના જણાવવું એ તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ

– આરોપીને સમજાય તેવી ભાષામાં લેખિતમાં કારણ નહીં જણાવાય તો ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે ઠરશે ઃ સુપ્રીમ

– બંધારણની કલમ ૨૨(૧)નો આશય આરોપીને ધરપકડ, રિમાન્ડને પડકારવા અથવા જામીન માટે કાયદાકીય સલાહ લેવા સક્ષમ બનાવવાનો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ઐતિહાસિક ચૂકાદામાં જણાવ્યું હતું કે, કોઈપણ એજન્સી દ્વારા કોઈપણ ગુના હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડ માટેનું કારણ તેને સમજાય તેવી ભાષામાં લેખિતમાં આપવું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો વ્યક્તિગત સ્વતંત્રતા માટેના બંધારણીય રક્ષણને મજબૂત બનાવશે. સુપ્રીમે કહ્યું કે, માત્ર પીએમએલએ અથવા યુએપીએ જેવા વિશેષ કાયદા હેઠળ જ નહીં, પરંતુ આઈપીસી-બીએનએસ હેઠળ દરેક ગુનામાં ધરપકડ સમયે આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં જણાવવું ફરજિયાત છે. સુપ્રીમે કહ્યું કે, હવે પછીની દરેક ધરપકડો સમયે આ પ્રક્રિયા લાગુ કરવાની રહેશે.

મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહને સમાવતી બેન્ચે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને તેની સમજમાં આવતી ભાષામાં ધરપકડનું કારણ લેખિતમાં નહીં જણાવવામાં આવતા ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે ગણાશે. બેન્ચે જુલાઈ ૨૦૨૪ના હાઈ-પ્રોફાઈલ મુંબઈ બીએમડબલ્યુ હીટ-એન્ડ રન ઘટનામાં મિહિર રાજેશ શાહ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારના કેસમાં આ ચૂકાદો આપ્યો હતો. આ કેસને મુખ્ય મામલો માનતા બેન્ચે અનેક અપીલો પર એક સાથે સુનાવણી કરી હતી.

મુંબઈના હાઈપ્રોફાઈલ બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસમાં મુખ્ય કાયદાકીય મુદ્દો બંધારણની કલમ ૨૨(૧) અને સીઆરપીસી,૧૯૭૩ની કલમ ૫૦, જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસ)ની કલમ ૪૭નો ભંગ હતો. કારણ કે અધિકારીઓએ ધરપકડ સમયે આરોપીને તેનું કારણ લેખિતમાં જણાવ્યું નહોતું.

જોકે, સુપ્રીમે સ્પષ્ટરૂપે જણાવ્યું કે, ઈમર્જન્સી પરિસ્થિતિમાં ધરપકડ સમયે અથવા તુરંત બાદ આરોપીને કારણ જણાવવું શક્ય ના હોય તો તેવા સંજોગોમાં રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં આરોપીને લેખિતમાં કારણ જણાવવું પડશે. આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં નહીં જણાવવામાં આવે તો તેવી સ્થિતિમાં ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે મનાશે અને વ્યક્તિને છોડી શકાશે.

સુપ્રીમે કહ્યું કે, ભારતના બંધારણની કલમ ૨૨(૧) હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડનું કારણ જણાવવું એક માત્ર ઔપચારિક્તા જ નથી પરંતુ અનિવાર્ય બંધનકારક બંધારણીય સુરક્ષા છે, જેને બંધારણના ભાગ-૩માં મૌલિક અધિકારો હેઠળ સામેલ કરાયું છે. આ રીતે કોઈ વ્યક્તિને તેની ધરપકડનું કારણ તાત્કાલિક ના જણાવાય તો તે તેના મૌલિક અધિકારોનો ભંગ હશે, જે ભારતીય બંધારણની કલમ ૨૧ હેઠળ તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ હશે.

સુપ્રીમે ઉમેર્યું હતું કે, ધરપકડ કરનારા અધિકારી ધરપકડ પહેલાં અથવા તુરંત બાદ ધરપકડનું કારણ લેખિતમાં જણાવવા અસમર્થ હોય તો તેણે મૌખિકરૂપે તેની જાણ કરવી પડશે અને સાથે જ યોગ્ય સમયની અંદર અને કોઈપણ સંજોગોમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડ કાર્યવાહી માટે આરોપીને હાજર કરવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં તેને કારણ જણાવવામાં આવે તો ધરપકડને ગેરકાયદે નહીં ગણાય.

મુંબઈના હાઈપ્રોફાઈલ બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બંધારણીય સુરક્ષા ઉપાયોનું વિસ્તૃત વિશ્લેષણ કરતા કહ્યું કે, બંધારણની કલમ ૨૨(૧)નો આશય વ્યક્તિને તેની ધરપકડનું કારણ સમજવા અને તેની ધરપકડ, રિમાન્ડને પડકારવા અથવા જમાનત માગવા માટે કાયદાકીય સલાહ લેવામાં સક્ષમ બનાવવાનો છે. તેથી માત્ર મૌખિક સૂચના પર્યાપ્ત નથી. બંધારણીય જનાદેશનો ઉદ્દેશ્ય ધરપકડ કરાયેલી વ્યક્તિને માત્ર કારણો વાંચીને સંભળાવવાથી પૂરો થતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
માત્ર રાજકોટ યાર્ડમાં દિવાળી પછી રૂ. 147 કરોડની જણસીનું વેચાણ | Goods worth Rs 147 crore sold after …

માત્ર રાજકોટ યાર્ડમાં દિવાળી પછી રૂ. 147 કરોડની જણસીનું વેચાણ | Goods worth Rs 147 crore sold after ...

વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn’t slept in 60 …

વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn't slept in 60 ...

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister's share was seized...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc…

VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc…

10 months ago
ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

10 months ago
ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

3 months ago
તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News