ધારી નગરપાલિકા દ્વારા નાગરિકો માટે મનોરંજન, સંસ્કૃતિ અને લોકકલ્યાણના ત્રિવેણી સંગમ સમાન ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધારી નગરપાલિકાના પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયાના કુશળ અને ઉર્જાવાન નેતૃત્વ હેઠળ સંપન્ન થયેલા આ આયોજને સમગ્ર જિલ્લામાં ઉત્સાહ અને અનોખી લોકચાહના મેળવી છે.
આ અઠવાડિયાના વિશેષ મહોત્સવમાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ‘સ્વદેશી મેળો’ યોજાયો હતો, રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત ના સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે .જેમાં લોકોએ ભારે ઉત્સાહભેર ખરીદી કરી હતી.
સાથે જ, પરિવારજનો માટે આનંદ મેળાના માધ્યમથી ઉત્તમ મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું અને નવરાત્રી મહોત્સવમાં તમામ ધર્મોના લોકોએ ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન નાગરિકો માટે સુરક્ષા,સુવિધા અને વ્યવસ્થાનું ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું હતું.
ધારી નગરપાલિકાની આ લોકઉપયોગી અને સાંસ્કૃતિક પહેલની ગંભીર નોંધ લઈને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાનો,અમરેલીના લોકપ્રિય સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા તેમજ ધારીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાએ ખુલ્લું સમર્થન આપીને આ ભવ્ય આયોજનને હૃદયપૂર્વક બિરદાવ્યું છે.
આ અગ્રણી મહાનુભાવોએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા અને તેમની સમગ્ર ટીમની દીર્ઘદ્રષ્ટિ અને પરિશ્રમને કારણે ધારીની જનતાને એક જ મંચ પર ધર્મ, સંસ્કૃતિ, વ્યાપાર અને મનોરંજનનો અદ્ભુત લ્હાવો મળ્યો છે. નગરપાલિકા દ્વારા લોકહિતના કાર્યોની સાથે સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનું આ કાર્ય અભિનંદનને પાત્ર છે.”
આ સફળ આયોજન માં સહભાગી પ્રમુખશ્રી જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખશ્રી પરેશભાઈ પટ્ટણી,કારોબારી સમિતિના ચેરમેન શ્રી મનસુખભાઈ ભુવા,દંડકશ્રી જીતુભાઈ પાઘડાળ શાસક પક્ષના નેતા મનીષાબેન જયસ્વાલ,કારોબારી ટીમ અને શ્રી જીતુભાઈ જોશી,નગરપાલિકા તમામ સભ્યશ્રીઓ,નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ભાવનાબેન ગૌસ્વામી,નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ પરિવાર ટીમ સ્પીરિટથી ખડે પગે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ નગરપાલિકા પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયાએ જિલ્લાના તમામ આગેવાનો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ અને પધારનાર વિશાળ જનસમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ ધારીના વિકાસ અને લોકકલ્યાણ માટે આવા વધુ આયોજનો થતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.








