
– પોલીસ અને પાલિકાની નિષ્ક્રિયતાથી દબાણોનો રાફડો ફાટયો
– રાજકીય પીઠ્ઠુઓ-માથાભારે તત્વોની હુંફ મળતા દબાણકારોની હિંમત વધી, કડક કાર્યવાહી કરાવ લોક માંગણી ઉઠી
ધોળકા : ધોળકા શહેરની વિવિધ બજારોમાં પોલીસ અને પાલિકાની નિષ્ક્રિયતાથી લારીધારકોના દબાણનો રાફડો ફાટયો છે. લારીઓના દબાણથી ખરી કરવા આવતા ગ્રાહકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજકીય પીઠ્ઠુઓ-માથાભારે તત્વોની હુંફ મળતા દબાણકારોની હિંમત વધી છે. રસ્તા પર ગેરયાદે અડીંગો જમાવનાર લારીધારકો સામે કડક કાર્યવાહી કરાવ લોક માંગણી ઉઠી છે.










