gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના ઉત્તરસંડા રોડને ‘આઈકોનિક રોડ’ બનાવવા માટે સેલ્સ ઈન્ડિયાથી ડી-માર્ટ સુધીના દબાણો દૂર કરાયા |…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના ઉત્તરસંડા રોડને ‘આઈકોનિક રોડ’ બનાવવા માટે સેલ્સ ઈન્ડિયાથી ડી-માર્ટ સુધીના દબાણો દૂર કરાયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ કોર્પોરેશન દ્વારા સંબંધિત દુકાનદારો અને મિલકત ધારકોને નોટિસ અપાઇ હતી

મેગા ડિમોલિશન ડ્રાઈવમાં પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોની બહાર કાઢવામાં આવેલા લોખંડના શેડ, ઓટલા, સાઈન બોર્ડ, હોર્ડિંગ્સ તોડી પાડવામાં આવ્યા

નડિયાદ: નડિયાદમાં ઉત્તરસંડા રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાની કામગીરીના ભાગરૂપે નડિયાદ મ્યુનિસિપલ કાર્પોેરેશન દ્વારા સેલ્સ ઇન્ડિયાથી ડી-માર્ટ સુધીના રોડ પરના દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને આઈકોનિક રોડના નિર્માણ માટે અવરોધરૂપ કાચા અને પાકા દબાણો પર વહેલી સવારથી તવાઈ હાથ ધરવામાં આવી હતી. 

નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર આઈકોનિક રોડ બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે રસ્તાની પહોળાઈ અને ક્લિયરન્સ મેળવવું અનિવાર્ય હોવાથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ વિભાગ દ્વારા તારીખ ૨૯ના રોજ વહેલી સવારથી જ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સેલ્સ ઇન્ડિયા શોરૂમથી લઈને ડી-માર્ટ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ વર્ષોથી ખડકાયેલા દબાણો દૂર કરવા માટે તંત્રએ જેસીબી અને બુલડોઝરની મદદ લીધી હતી. આ કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને રોડ પરના દ્રશ્યોે બદલાઈ ગયા હતા. આઈકોનિક રોડ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાને પહોળો અને સુવ્યવસ્થિત કરવાના હેતુથી અગાઉ કોર્પોેરેશન દ્વારા સંબંધિત દુકાનદારો અને મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં જે આસામીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કર્યા ન હતા, તેમની સામે તંત્રએ કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરી હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી અને આઈકોનિક રોડની ડિઝાઈન મુજબ રસ્તો ખુલ્લો હોવો જરૂરી હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.

મેગા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન દુકાનોની બહાર કાઢવામાં આવેલા લોખંડના શેડ, ઓટલા, સાઈન બોર્ડ અને હોડગ્સ તોડી પાડવામાં આવ્યા હતા. રસ્તાની હદમાં આવતા પાકા બાંધકામોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ રસ્તો પહોળો થયો છે અને આઈકોનિક રોડના નિર્માણ માટેનો માર્ગ મોકળો થયો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક અડચણરૂપ દબાણો સામે ઝુંબેશ ચાલુ રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
પોરબંદર-જોધપુર વચ્ચે માત્ર 1 દિવસની ટ્રેન માટે ભાજપે ‘ભૂલ’માં વાહવાહી લૂંટી | BJP ‘mistake’ steals a…

પોરબંદર-જોધપુર વચ્ચે માત્ર 1 દિવસની ટ્રેન માટે ભાજપે 'ભૂલ'માં વાહવાહી લૂંટી | BJP 'mistake' steals a...

સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ! | A case of leopard murder registered a…

સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ! | A case of leopard murder registered a...

પિતા-પુત્રએ સ્વબચાવમાં દાતરડાના 8થી 10 ઘા ઝીંકી દીપડાને રહેંસી નાખ્યો | Father and son in self defen…

પિતા-પુત્રએ સ્વબચાવમાં દાતરડાના 8થી 10 ઘા ઝીંકી દીપડાને રહેંસી નાખ્યો | Father and son in self defen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુલેટ ટ્રેનની જમીન મામલે ગુજરાત સરકારના ‘જોઈ લઇશું’ જવાબથી દિલ્હીના અધિકારીઓ નિરાશ | Delhi officials…

બુલેટ ટ્રેનની જમીન મામલે ગુજરાત સરકારના ‘જોઈ લઇશું’ જવાબથી દિલ્હીના અધિકારીઓ નિરાશ | Delhi officials…

10 months ago
ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…

2 months ago
મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

9 months ago
આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News