gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત માહિતી આયોગ દ્વારા કાર્યવાહી 

૭ દિવસમાં દંડની રકમ ભરપાઈ ન કરે તો પગારમાંથી રકમ કાપી સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે

નડિયાદ: ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ-૧૯ હેઠળ દાખલ થયેલી એક અપીલમાં નડિયાદના જાહેર માહિતી અધિકારી અને નાયબ કલેક્ટરને રૂ. ૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આર.ટી.આઈ.ના અરજદારને સમયસર માહિતી ન આપવા અને પ્રથમ અપીલ અધિકારીના આદેશ બાદ પણ વિલંબ કરવા બદલ રાજ્ય મુખ્ય માહિતી કમિશનરે આ કાર્યવાહી કરી છે. 

ગુજરાત માહિતી આયોગમાં હેમંતકુમાર પ્રભુદાસ પટેલ દ્વારા જાહેર માહિતી અધિકારી અને નાયબ કલેક્ટર નિર્ભય ગોંડલીયા વિરુદ્ધ બીજી અપીલ દાખલ કરવામાં આવી હતી. વિવાદીએ ૨૧-૦૪-૨૦૨૫ના રોજ અરજી કરીને આર.ટી.એસ. અપીલમાં થયેલા હુકમની નકલ માંગી હતી. માહિતી અધિકારીએ ૩૦ દિવસની સમયમર્યાદામાં માહિતી આપવાના બદલે ૦૫-૦૫-૨૦૨૫ના પત્રથી જણાવ્યું કે, રેકર્ડ જૂનું હોવાથી મળી આવ્યું નથી અને શોધખોળ ચાલું છે. આથી, વિવાદીએ ૨૦-૦૫-૨૦૨૫ના રોજ પ્રથમ અપીલ દાખલ કરી. પ્રથમ અપીલ અધિકારીએ ૦૨-૦૭-૨૦૨૫ના રોજ હુકમ કરીને જાહેર માહિતી અધિકારીને માંગણી મુજબની માહિતી ૫ દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવા આદેશ કર્યો હતો, કારણ કે રેકર્ડ મળી આવ્યું હતું. જોકે, માહિતી અધિકારી દ્વારા બીજી અપીલની તારીખ ૧૧-૦૭-૨૦૨૫ સુધીમાં પણ કોઈ માહિતી કે પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો ન હતો. 

આયોગની સુનાવણીની નોટિસ મળ્યા બાદ ૦૮-૧૧-૨૦૨૫ના રોજ રજૂ કરેલા અહેવાલમાં જાહેર માહિતી અધિકારીએ જણાવ્યું કે, ૦૩-૦૭-૨૦૨૫ના પત્રથી વિવાદીને ૭ દિવસમાં નકલ મેળવી લેવા માટે જણાવાયું હતું, પરંતુ વિવાદીએ કચેરીનો સંપર્ક ન કરતા માહિતી આપી શકાઈ નથી. આયોગે આ કૃત્યને અધિનિયમની જોગવાઈઓ અને ભાવનાથી વિપરીત ગણીને વિવાદીને કચેરીએ બોલાવવાનું કૃત્ય જાણીબુઝીને વિલંબથી માહિતી આપવા સમાન ગણ્યું હતું, કેમકે અધિનિયમમાં નાગરિકને કચેરીએ બોલાવવાની કોઈ જોગવાઈ નથી.  ત્યારબાદ, આયોગના આદેશો અન્વયે જાહેર માહિતી અધિકારીએ ૦૮-૧૧-૨૦૨૫ના રોજ વિવાદીને ૧૩ પાનાની માંગણી મુજબની માહિતી વિનામૂલ્યે સ્પીડ પોસ્ટથી મોકલી આપી હતી. જોકે, માહિતી અધિકારી નિર્ભય ગોંડલીયા દ્વારા ૩૦ દિવસની કે પ્રથમ અપીલ અધિકારીના હુકમમાં દર્શાવેલ ૫ દિવસની સમયમર્યાદામાં માહિતી ન આપતા અને નાગરિકને કચેરીમાં આવીને માહિતી મેળવી લેવા જણાવતા, આ વર્તણૂકને અધિનિયમની ભાવનાઓથી વિપરીત ગણવામાં આવી.

આથી, માહિતી અધિકારી નિર્ભય ગોંડલીયાને અધિનિયમની કલમ-૨૦(૧)ની જોગવાઈઓ અન્વયે ૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. 

– 7 દિવસમાં દંડની રકમ ભરપાઈ કરવા આદેશ

આયોગ દ્વારા નાયબ કલેક્ટરને દંડની રકમ આદેશ મળ્યાના ૭ દિવસમાં જમા કરાવીને તેની પહોંચ/ચલણની નકલ ૧૫ દિવસમાં આયોગને મોકલવાની રહેશે તેવો આદેશ કરાયો હતો. તેમજ, દંડ ભરપાઈ ન થાય તો નાયબ કલેકટરના પગાર/ભથ્થામાંથી રકમ કાપીને ૦૫-૧૨-૨૦૨૫ સુધીમાં સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે અને તેનો રિપોર્ટ ૧૦-૧૨-૨૦૨૫ સુધીમાં આયોગને મોકલી આપવા આદેશ કરાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસીઃ 4નાં મોત | Pickup rams into illegall…

બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસીઃ 4નાં મોત | Pickup rams into illegall...

લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen…

લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen...

જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a…

જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

24 કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસકર્મીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો | Another…

24 કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસકર્મીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો | Another…

2 months ago
યુવકે ચેંજીગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાના વાંધાજનક વિડીયો શુટ કર્યા | young men record video in Mobi…

યુવકે ચેંજીગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાના વાંધાજનક વિડીયો શુટ કર્યા | young men record video in Mobi…

6 months ago
ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ, જાણો શું છે માંગણી | Ration Shop Dealers Begi…

ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ, જાણો શું છે માંગણી | Ration Shop Dealers Begi…

5 months ago
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ | st…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ | st…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News