gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના બિલ્ડરને ખોટા મર્ડર કેસમાં ફસાવી દેવીની ધમકી આપી 8 લાખની ખંડણી માંગી | Nadiad builder threa…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના બિલ્ડરને ખોટા મર્ડર કેસમાં ફસાવી દેવીની ધમકી આપી 8 લાખની ખંડણી માંગી | Nadiad builder threa…
4
VIEWS
Share on FacebookShare on Twitter

– ત્રાસ આપીને અગાઉ પણ રૂપિયા 61 હજાર પડાવી લીધા 

– શખ્સે મકાનોના મૂળ માલિકાના વારસદાર મારફતે ખોટી અપીલો, છેતરપિંડીની ફરિયાદો કરાવી, શખ્સ સામે ગુનો

નડિયાદ : કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા નડિયાદ શહેરના બિલ્ડર બંધુઓને એક શખ્સે જમીન વિવાદમાં ફસાવી દેવાની તેમજ સામાજિક પ્રતિા ખરડવવાની ધમકી આપીને આઠ લાખ રૂપિયાની ખંડણી માંગતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે બિલ્ડરે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં અજન્ટા પાર્ક ખાતે રહેતા અને કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા નરેશભાઈ જીવણભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, નડિયાદની કિલ્લેદારી પાર્ટીના સર્વે નંબર ૨૩૩૮/૨, ૨૩૩૯/૨, ૨૩૪૦ અને ૨૩૪૧ વાળી જમીન વર્ષ ૧૯૮૨-૮૩માં ગણોતધારા હેઠળ પ્રીમિયમ ભરી જૂની શરતમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર અને નગરપાલિકાની મંજૂરી મેળવી આ જમીન બિનખેતી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૪માં મૂળ માલિકો ગબાભાઈ બારૈયા અને તેમના પરિવારજનોએ આ જમીન ધનલક્ષ્મીનગર અને શુભલક્ષ્મી નગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ આપી હતી. આ સોસાયટીમાં નરેશભાઈના પિતા જીવણભાઈ પટેલે ૧૧૦ મકાનોનું બાંધકામ કર્યું હતું, જેમાં મૂળ માલિકોના પરિવારો પણ વર્ષોથી વસવાટ કરે છે.

આ જમીન વેચાણ કર્યાના ૨૯ વર્ષ બાદ ૨૦૧૩-૧૪માં મુકેશ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમાર (રહે શાંતિ ફળિયું, અમદાવાદથી દરવાજા બહાર, નડિયાદ) નામના શખ્સે આથક લાભ મેળવવાના બદ ઇરાદાથી મૂળ માલિકના વારસદાર ભરતભાઈ બારૈયાને ચઢવણી કરી હતી. મુકેશ પરમારે ભરતભાઈ મારફતે નાયબ કલેક્ટર, કલેક્ટર અને ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ખોટી અપીલો અને છેતરપિંડીની ફરિયાદો કરાવી હતી. જોકે, તમામ કચેરીઓએ રેકોર્ડની તપાસ કરી આ ફરિયાદો અને દાવાઓ રદ કર્યા હતા. સિવિલ કોર્ટમાં પણ મકાનોનો કબજો લેવાની તેમની માંગણી ફગાવી દેવામાં આવી હતી. જેથી કોર્ટમાં સફળતા ન મળતા મુકેશ પરમારે બિલ્ડર નરેશભાઈ અને તેમના ભાઈ રાજેશભાઈને ખોટી ખોટી ધમકીઓ આપવા લાગ્યો હતો અને પોતાને ‘એટ્રોસિટીનો માસ્ટરમાઈન્ડ’ ગણાવી, બિલ્ડર પરિવારની મિલકતો પર ઇન્કમટેક્સની રેડ પડાવવાની અને ખોટા મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ‘કરોડપતિમાંથી રોડ પર લાવી દઈશ’ અને બિલોદરા જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપી સમાધાનના નામે મોટી રકમની નાણાંની માંગણી કરી હતી. 

આ શખ્સે માનસિક ત્રાસ આપી અગાઉ ટુકડે-ટુકડે કરી રૂ.૬૧,૦૦૦ પડાવી લીધા હતા. ૨૦૨૩માં બિલ્ડરના પિતા જીવણભાઈના અવસાન બાદ મુકેશ પરમારે રૂ. ૮ લાખની ખંડણીની માંગણી કરી હતી. ગત તા.૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ પણ મુકેશ પરમારે બિલ્ડરને તેમની ઓફિસમાં જઇ નાણાં માટે દબાણ કરી ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે નરેશભાઈ જીવણભાઈ પટેલની ફરિયાદ આધારે મુકેશ ઉર્ફે જાફર દેવજીભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વડોદરાના સોની વેપારીની સુરેન્દ્રનગરના કારીગર સાથે રૂ. 1.01 કરોડની છેતરપિંડી | Vadodara gold merchant…

વડોદરાના સોની વેપારીની સુરેન્દ્રનગરના કારીગર સાથે રૂ. 1.01 કરોડની છેતરપિંડી | Vadodara gold merchant...

નાગલપર ગામે જીવલેણ હુમલાના બનાવમાં 5 આરોપીને સખત કેદ | 5 accused sentenced to rigorous imprisonment …

નાગલપર ગામે જીવલેણ હુમલાના બનાવમાં 5 આરોપીને સખત કેદ | 5 accused sentenced to rigorous imprisonment ...

ખેડા જિલ્લા કલેક્ટર કચેરી સામેની 3 સોસા.ના રહિશો ઉભરાતી ગટરથી ત્રસ્ત | Residents of 3 houses opposit…

ખેડા જિલ્લા કલેક્ટર કચેરી સામેની 3 સોસા.ના રહિશો ઉભરાતી ગટરથી ત્રસ્ત | Residents of 3 houses opposit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…

અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…

8 months ago
સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

9 months ago
AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

3 months ago
ભાજપના રાજમાં લુખ્ખા તત્ત્વો બેફામ, જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગી | Under BJP rule corrupt eleme…

ભાજપના રાજમાં લુખ્ખા તત્ત્વો બેફામ, જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગી | Under BJP rule corrupt eleme…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News