gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 30 જાન્યુઆરીથી શરૂ થતા મેળાની તડામાર તૈયારીઓ

– શહેરમાં પ્રવેશતા 3 મુખ્ય માર્ગો પર પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા, ત્યાંથી મંદિરે જવા સિટી બસની સુવિધા

નડિયાદ : નડિયાદ શહેરમાં શ્રદ્ધાના પ્રતિક સમાન સંતરામ મંદિરમાં આગામી મહા સુદ પૂનમના મેળા અને સાકરવર્ષા ઉત્સવને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે તંત્ર દ્વારા મેળા દરમિયાન રોડ પર બેસતા પાથરણાંવાળા કે નાના ફેરિયાઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ કે કર વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત ટ્રાફિક નિયમન માટે શહેરના પ્રવેશદ્વારો પર જ પાકગની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

નડિયાદ શહેરના સંતરામ મંદિરમાં આગામી તા. ૩૦ જાન્યુઆરીથી ૩ ફેબુ્રઆરી સુધી મહા સુદ પૂનમના લોકમેળાનું આયોજન થનાર છે. આ મેળાના સુચારૂ આયોજન માટે મ્યુનિસિપલ કમિશનર, સ્થાનિક ધારાસભ્ય અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં નાના ધંધાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ મુખ્ય સંતરામ માર્ગ પર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે, પરંતુ ત્યાં રોજગારી મેળવતા પાથરણાંવાળા પાસેથી આ દિવસો દરમિયાન તંત્ર કોઈપણ ચાર્જ વસૂલશે નહીં. 

તેમજ મેળામાં આવતા લાખો દર્શનાર્થીઓને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે બહારગામથી આવતા વાહનોને શહેરની બહાર જ રોકી દેવામાં આવશે. આણંદ, પેટલાદ અને સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનો માટે પીપલગ ચોકડી અને કિડની સર્કલથી આગળ યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર અને પીપલગ રોડ પર પાકગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જ્યારે ડાકોર, અમદાવાદ અને ઉત્તરસંડા તરફથી આવતા વાહનો જુનુ હેલિપેડ ગ્રાઉન્ડ, ચેતક પાર્ટી પ્લોટ સામે અને સાઈબાબા મંદિર સામેના ઓપન પ્લોટમાં પાર્ક થશે. આ ઉપરાંત વસો, મહેમદાવાદ અને કઠલાલ તરફથી આવતા વાહનો માટે ન્યુ શોરોક ગ્રાઉન્ડ ખાતે પાકગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહત્વની બાબત એ છે કે, આ તમામ પાકગ પોઈન્ટ પરથી શ્રદ્ધાળુઓને મેળાના સ્થળ સુધી પહોંચાડવા માટે મહાનગરપાલિકા દ્વારા સીટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો સતત ફેરા મારીને મુસાફરોને લાવવા લઈ જવાનું કામ કરશે. વહીવટી તંત્ર દ્વારા આ વખતે રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા પશુપાલકો સાથે અગાઉથી જ બેઠક કરી લેવામાં આવી છે જેથી મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. રાત્રિના સમયે પણ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેથી ગંદકીના પ્રશ્નો ઉભા ન થાય.

મેડિકલ ઈમરજન્સી માટે ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થા

મેળામાં લાખોની ભીડ વચ્ચે જો કોઈ મેડિકલ ઈમરજન્સી સર્જાય તો તેવા સમયે એમ્બ્યુલન્સ કે વાહન ફસાઈ ન જાય તે માટે એક ખાસ ઈમરજન્સી રૂટ તૈયાર કરાયો છે. સરદાર બ્રિજથી વીકેવી રોડ થઈને સંતરામ મંદિરની પાછળના રોડ સુધીનો માર્ગ ઈમરજન્સી વાહનો માટે અનામત જેવો રહેશે. તંત્ર દ્વારા પારસ સર્કલ, મંદિર પરિસર અને અક્ષર મોટેલ એમ કુલ ૩ જગ્યાએ કામચલાઉ આરોગ્ય કેન્દ્રો પણ ઉભા કરાશે.

સુરક્ષા વ્યવસ્થા હાઈટેક બનાવાઈ

મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પરંપરાગત બંદોબસ્ત ઉપરાંત ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થશે. પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે. મંદિર પરિસર પર એલસીબી અને એસઓજીની ટીમો વોચ રાખશે. નેત્રમ પ્રોજેક્ટ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ થશે. નાગરિકોની મદદ માટે મંદિર, ઈપ્કોવાલા હોલ અને પોલીસ ચોકી પાસે ૩ પોલીસ સહાયતા કેન્દ્રો ૨૪ કલાક કાર્યરત રહેશે.

રાઈડ્સની ફિટનેસ ફરજિયાત, રાત્રે 11 વાગ્યે બંધ

મેળામાં આનંદ પ્રમોદ માટે આવતી રાઈડ્સમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે કડક વલણ અપનાવાયું છે. દરેક રાઈડ્સની મિકેનિકલ ફિટનેસ ચકાસ્યા બાદ જ તેને મંજૂરી આપવામાં આવી છે. આગ જેવી ઘટનાઓ રોકવા ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત કરાયા છે. તંત્રના આદેશ મુજબ રાત્રે ૧૧ વાગ્યે મેળાની તમામ રાઈડ્સ ફરજિયાતપણે બંધ કરી દેવી પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
ધ્રાંગધ્રામાં ડી.સી.ડબલ્યુ કંપની સામે ઉપવાસ પર ઉતરેલા કામદારની તબિયત લથડી | The health of a worker w…

ધ્રાંગધ્રામાં ડી.સી.ડબલ્યુ કંપની સામે ઉપવાસ પર ઉતરેલા કામદારની તબિયત લથડી | The health of a worker w...

નશાકારક કફ સીરપની 2520 બોટલ સાથે અમદાવાદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Ahmedabad arrested with 2520 b…

નશાકારક કફ સીરપની 2520 બોટલ સાથે અમદાવાદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Ahmedabad arrested with 2520 b...

મનપાએ ખોદકામ બાદ ખાડાઓનું યોગ્ય બુરાણ નહીં કરતા હાલાકી | Municipal Corporation not filling the pits …

મનપાએ ખોદકામ બાદ ખાડાઓનું યોગ્ય બુરાણ નહીં કરતા હાલાકી | Municipal Corporation not filling the pits ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ: હવે સરળતાથી જનરેટ અને એક્ટિવ કરો UAN નંબર, જાણો પ્રોસેસ | EPFO good n…

EPFO ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ: હવે સરળતાથી જનરેટ અને એક્ટિવ કરો UAN નંબર, જાણો પ્રોસેસ | EPFO good n…

1 year ago
કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં… બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ |…

કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં… બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ |…

2 months ago
ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

1 month ago
જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News