![]()
Elon Musk Net Worth: 12 જૂન 2026ના રોજ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) અમેરિકી શેર માર્કેટમાં રેકોર્ડ 75 અબજ ડોલરના આઈપીઓ (IPO) સાથે લિસ્ટ થઈ ગઈ. લિસ્ટિંગ બાદ સ્પેસએક્સના શેરમાં 19%નો મોટો ઉછાળો આવ્યો. આ ધમાકેદાર તેજી સાથે મસ્કની ટોટલ નેટવર્થમાં એક જ દિવસમાં 139 અબજ ડોલરનો મોટો ઉછાળો આવ્યો, જેના કારણે તેઓ દુનિયાના પ્રથમ ટ્રિલિયોનર (ખરબપતિ) બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ પ્રમાણે મસ્કની સંપત્તિ લગભગ 1.11 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. ત્યારબાદ જ્યારે અમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલ્સ જેવા કે ચેટજીપીટી અને ગુગલ જેમિનીને મસ્કની આ અઢળક સંપત્તિને સમજવા માટે કેટલાક સવાલો પૂછ્યા, ત્યારે AIએ એવા અનોખા આંકડા જણાવ્યા, જેને જાણીને તમે હેરાન રહી જશો.
જ્યારે AIને પૂછવામાં આવ્યું કે મસ્કની સંપત્તિ અસલમાં કેટલી વધારે છે, ત્યારે તેને સમજાવવા માટે તેણે કેટલીક એવી સરખામણીઓ મૂકી જે જાણીને આપણે વિચારતા જ રહી જઈએ. આવી સ્થિતિમાં મારે તેના વિશે જાણવું જ જોઈએ. તો ચાલો આ અહેવાલમાં તમને અમારા સવાલો અને એઆઈના જવાબો વિશે જણાવીએ.
1 ટ્રિલિયન ડોલરની કિંમત કેટલી?
સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે, 1 ટ્રિલિયન ડોલર એટલે કેટલા થાય. જો આપણે ભારતીય રૂપિયા સાથે તેની સરખામણી કરીએ તો આજના એક્સચેન્જ રેટ (95.11)ના હિસાબે 1 ટ્રિલિયન ડોલરનો અર્થ 95.11 લાખ કરોડ રૂપિયા થાય છે. આ રકમ એટલી મોટી છે કે તેનાથી દુનિયાના કેટલાય નાના દેશોની અર્થવ્યવસ્થા વર્ષો સુધી ચલાવી શકાય છે.
ભારતની ટોપ 10 કંપનીઓ કરતા પણ વધુ સંપત્તિ
AIએ જણાવ્યું કે, જો ભારતની ટોપ 10 કંપનીઓના ટોટલ માર્કેટ વેલ્યુએશનને એકસાથે ભેગું પણ કરી દેવામાં આવે, તો પણ ઈલોન મસ્કની સંપત્તિ તે તમામના કુલ સરવાળા કરતાં ક્યાંય વધારે રહેશે. આ જવાબ જાણીને અમે આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે દેશની ટોપ 10 કંપનીઓમાં રિલાયન્સથી લઈને એચડીએફસી બેંક (HDFC Bank) અને ટીસીએસ (TCS) જેવા દિગ્ગજો સામેલ છે. મસ્કની સંપત્તિ અંદાજે 1.11 ટ્રિલિયન ડોલર છે. જો તેને રૂપિયામાં બદલીએ તો તે 105.64 લાખ કરોડ રૂપિયા થાય છે. બીજી તરફ તેની સામે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અનુસાર ભારતની ટોપ 10 કંપનીઓનું ટોટલ માર્કેટ કેપ માત્ર 88.35 લાખ કરોડ રૂપિયા જ છે.
વિશ્વના 172 દેશો કરતા પણ વધુ પૈસા
દેશથી આગળ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર જઈએ. અહીં જોઈએ કે કેટલા દેશોની સામે ઈલોન મસ્કની સંપત્તિ ટકી શકે છે. તો AIએ ફરી અમને વિચારતા કરી દીધા. AIએ જણાવ્યું કે, ઈલોન મસ્કની કુલ નેટવર્થ દુનિયાના 172 દેશોની જીડીપી (GDP) કરતાં પણ વધારે છે. મસ્કની સંપત્તિ હવે સિંગાપોર, ન્યુઝીલેન્ડ, ઈઝરાયલ અને કતાર જેવા અમીર અને વિકસિત દેશોની અર્થવ્યવસ્થાને પણ વટાવી ગઈ છે.
દેશોની GDPની વાત કરીએ તો મસ્કની સંપત્તિ સ્વિટ્ઝર્લેન્ડ ($1.15 ટ્રિલિયન – અંદાજે બરાબર), પોલેન્ડ ($1.13 ટ્રિલિયન – અંદાજે બરાબર), તાઈવાન ($0.98 ટ્રિલિયન), આયર્લેન્ડ ($0.78 ટ્રિલિયન), ઈઝરાયલ ($0.72 ટ્રિલિયન), આર્જેન્ટિના ($0.69 ટ્રિલિયન) અને સંયુક્ત આરબ અમીરાત ($0.62 ટ્રિલિયન) કરતાં ક્યાંય આગળ છે.
ભારતનું કુલ ઘઉં પ્રોડક્શન અને મસ્કના રૂપિયા
AIએ એક અનોખું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ભારતમાં વર્ષભરમાં જેટલું ઘઉંનું ઉત્પાદન થાય છે, મસ્ક પાસે તેની કિંમત કરતાં પણ ક્યાંય વધારે સંપત્તિ છે. ભારતનું વાર્ષિક ઘઉંનું ઉત્પાદન અંદાજે 110થી 115 મિલિયન ટન છે. મસ્કની સંપત્તિને જો ભારતીય રૂપિયામાં બદલવામાં આવે તો આ આંકડો 105.64 લાખ કરોડ રૂપિયા થાય છે. ભારતમાં કુલ ઘઉંના ઉત્પાદનને (110 થી 115 મિલિયન ટન) રૂપિયામાં ફેરવવા માટે જો ઘઉંની સરેરાશ કિંમત પ્રતિ કિલો અંદાજે 25 રૂપિયા ગણવામાં આવે, તો તેની કુલ કિંમત આશરે 2.7 થી 2.9 લાખ કરોડ રૂપિયા થાય છે.
વિશ્વના દરેક વ્યક્તિને મસ્ક 8 હજાર રૂપિયા આપી શકે છે
સ્પેસએક્સના આઈપીઓની બંપર સફળતા બાદ મસ્કની સંપત્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેઓ દુનિયાના અંદાજે 8 અબજ લોકોમાંથી દરેક વ્યક્તિને લગભગ 8,000 રૂપિયા આપી શકે છે. આમ કરવામાં લગભગ 800 અબજ ડોલર ખર્ચ થશે. આમ કરવા છતાં પણ તેમની પાસે અંદાજે 300 અબજ ડોલરની સંપત્તિ બચી રહેશે અને તેઓ તો પણ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ટોચ પર જ રહેશે.
સ્પેસએક્સના આઈપીઓએ કર્યો કમાલ
મસ્કની સ્પેસએક્સ કંપનીએ આ આઈપીઓ (IPO) દ્વારા લગભગ 55.56 કરોડ શેર વેચ્યા છે. આ કિંમત પર સ્પેસએક્સ અમેરિકાની 7મી સૌથી વધુ વેલ્યુ ધરાવતી કંપની બની ગઈ છે. સ્પેસએક્સે મસ્કની જ બીજી કંપની ટેસ્લાને પણ પાછળ છોડી દીધી છે. જો આઈપીઓ સાઈઝની વાત કરીએ તો, આ પહેલાં દુનિયાનો સૌથી મોટો આઈપીઓ સાઉદી અરામકોનો હતો, જેની વેલ્યુ 25.6 અબજ ડોલરની હતી. એટલે કે સ્પેસએક્સે તેને પણ લગભગ 3 ગણા માર્જિન સાથે પાછળ છોડી દીધો છે.










