gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son ch…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son ch…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જુના દાગીના પરત ન આપી ધમકી આપી, પોલીસે ગુનો તપાસ હાથ ધરી

– જૂનું સોનુ શો-રૂમમાં જમા કરાવશો તો 3-4 મહિના પછી વગર ઘડામણે નવી ડિઝાઈનના દાગીના, દર મહિને વળતરની સ્કીમ આપી

નડિયાદ : નડિયાદના સંત રામેશ્વર મહાદેવ સામે આવેલી જ્વેલર્સની દુકાનના માલિકે પીપલગની મહિલાને જુના સોનાના દાગીના જમા કરાવ્યા બાદ નવા સોનાના દાગીના ઘડામણ લીધા વગર બનાવી આપવાની લાલચ આપી હતી. બાદમાં જુના સોનાના દાગીનાને બદલે નવા દાગીના બનાવી આપવાનું કહી નવા દાગીના બનાવી ન આપી કે જુના દાગીના પરત ન આપી હવે પછી દાગીના પરત લેવા આવશો તો ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી અને મહિલા સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના પીપલગમાં રહેતા સ્વાતીબેન ઉર્ફે ઝમકુબેન દીક્ષીતભાઈ અમીન (રહે. નરેશદાસની ખડકી, પીપલગ, તા.નડિઆદ )ના ઘરની સામે રહેતા મીનેશભાઇ હસમુખલાલ સોનીની નડિયાદના સંતરામેશ્વર મહાદેવ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ‘મહાકાલી જ્વેલર્સ’ની દુકાન આવેલ છે. સ્વાતીબેન તેમના કાયમી કસ્ટમર હોવાથી ગત તા. ૦૧-૦૮-૨૦૨૩ના રોજ જુની સોનાની ચેઈનના બદલામાં સોનાનો નવો સેટ કરાવવાનો હોવાથી જુની સોનાની ચેઈન ૨૨.૯૫૦ મીલી. ગ્રામ વજનની (કિંમત રૂ. ૧,૦૭,૦૦૦) લઇ તેમની દુકાને ગયા હતા અને જુની સોનાની ચેઈન બતાવી જેના બદલામાં નવો સોનાનો સેટ બનાવવાની વાત કરી હતી. ત્યારે મીનેશભાઈ હસમુખલાલ સોની અને તેમના પુત્ર મિશાલ સોનીએ સ્વાતિબેનને સ્કીમ બતાવી હતી કે, જો તેઓ પોતાનું જૂનું સોનું શો-રૂમમાં જમા કરાવશે, તો ત્રણ-ચાર માસ પછી તેમને વગર ઘડામણે નવી ડિઝાઈનના દાગીના બનાવી આપવામાં આવશે અને સાથે દર મહિને વળતર પણ ચૂકવવામાં આવશે. 

જેથી સ્વાતિબેન જ્વેલર્સની લોભામણી વાતોમાં આવી તા. ૦૫-૦૮-૨૦૨૩ ના રોજ જુની સોનાની ચેઈન વજન ૨૨.૯૫૦ ગ્રામની ૨૨ કેરેટની મીનેશભાઈની દુકાનમાં જમા પેટે સોપેલા અને તેના બદલામાં તેઓએ પાકુ બીલ આપ્યું હતું. તે બીલ પ્રમાણે ઓગષ્ટથી ડિસેમ્બર માસના અંતમાં સોનુ પાછુ લેવા આવવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મીનેશ તથા મીશાલ તેઓને રેગ્યુલર વળતર આપતા હતા. જેથી ગત તા.૧૫-૦૪-૨૦૨૩ના રોજ ૭,૫૦ મીલી. ગ્રામની સફેદ કલરના મણકાની સોનાની ચુડી(બંગડી) કિ.રૂ.૪૭,૦૦૦ની જમા કરાવી હતી, જેનું તેઓએ બીલ આપેલ જે બીલમાં બધી વિગતો વિસ્તારપુર્વક લખી હતી.

સ્વાતિબેન પોતાના નવા બનાવેલા સોનાના દાગીના તા. ૧૮-૦૧-૨૦૨૪ના રોજ લેવા જતા શખ્સોેએે જણાવ્યું હતું કે, હાલમાં ધંધામાં થોડી ખોટ ચાલે છે, અને હાલમાં ધંધામાં ખેંચતાણ છે અને તમો થોડા દિવાસો રોકાઈ જાવ સ્વાતીબેને તેમને સમય આપ્યો હતો. તા.૨૭-૪-૨૦૨૪ના રોજ તેઓ જમા કરાવેલા સોનાના બીલો લઈને આપેલું સોનું પાછું માગવા જતા તેઓ અવાર-નવાર ખોટા ખોટા વાયદા કરતા હતા અને ખોટા ચેકો લખી આપતા હતા. જે બેંકમાં રજૂ કરતા ત્રણ વખત ચેક પરત થયા હતા. ત્યાર બાદ તા.૧-૦૩-૨૦૨૫ના રોજ બંનેને ફોન કરતા ફોન ઉપાડયો ન હતો. તેઓનો શો-રૂમ બંધ હોવાથી મહિલા તેઓના ઘરે જતા આ બંનેએ રૂપિયા અથવા સોનંુ પાછા આપવાની જગ્યાએ જો ફરી વખત સોનુ કે રૂપિયા લેવા આવશો તો હાથ-ટાટીયા ભાંગી નાખવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આમ મિનેશ સોની અને મિશાલ સોનીએ જુના સોનાના બદલે નવા સોનાના દાગીના ઘડામણ લીધા વગર બનાવી આપવાનું કહી આપેલા દાગીના પરત ન આપી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સ્વાતિબેન ઉર્ફે ઝમકુબેન દીક્ષિતભાઇ અમીનએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મિનેશ હસમુખભાઈ સોની અને મીશાલ મિનેષભાઈ સોની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
એઆઇથી નોકરી જતા ઇન્દોરમાં ઝવેરાતની દુકાનમાં લૂંટ ચલાવી | Robbery at a jewellery shop in Indore while…

એઆઇથી નોકરી જતા ઇન્દોરમાં ઝવેરાતની દુકાનમાં લૂંટ ચલાવી | Robbery at a jewellery shop in Indore while...

ઢેબર રોડ પરની ફર્નિચર માર્કેટની દસેક દુકાનમાં તસ્કર ત્રાટક્યો | Smugglers raided dozens of shops in …

ઢેબર રોડ પરની ફર્નિચર માર્કેટની દસેક દુકાનમાં તસ્કર ત્રાટક્યો | Smugglers raided dozens of shops in ...

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી 11 વર્ષથી પ્રથમ જ વર્ષમાં ! | A student in Gorakhpur’s medic…

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી 11 વર્ષથી પ્રથમ જ વર્ષમાં ! | A student in Gorakhpur's medic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

5 months ago
ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો | Search squad finds mobile ph…

ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો | Search squad finds mobile ph…

12 months ago
થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને પોલીસની હોટલ સંચાલકો સાથે મીટિંગઃCCTV ચાલુ કરાવી લેવા તાકિદ | Poli…

થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને પોલીસની હોટલ સંચાલકો સાથે મીટિંગઃCCTV ચાલુ કરાવી લેવા તાકિદ | Poli…

8 months ago
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News