gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ સંતરામ મંદિરે સાકરવર્ષામાં ભક્તો ઉમટયાં | Devotees throng Nadiad Santram Temple

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ સંતરામ મંદિરે સાકરવર્ષામાં ભક્તો ઉમટયાં | Devotees throng Nadiad Santram Temple
0
VIEWS
Share on FacebookShare on Twitter

અવધૂત સંતરામ મહારાજની 195 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી 

‘જય મહારાજ’ના નાદ સાથે મંદિર પરિસર ગુંજ્યું  શ્રદ્ધાળુઓએ સાકરનો પ્રસાદ ઝીલી ધન્યતા અનુભવી

નડિયાદ: નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે સાકરવર્ષાનો ભવ્ય ઉત્સવ શ્રદ્ધાભેર ઉજવાયો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને આજે હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે નડિયાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખોની મેદની ઉમટી પડી હતી. વહેલી સવારથી જ મંદિરના દ્વારે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર નડિયાદ શહેર ‘જય મહારાજ’ના જયઘોષથી ગુંજી ઉઠયું હતું.

નડિયાદમાં રવિવારે આસ્થાનું ઘોડાપૂર ઉમટયું હોય તેવા દ્રશ્યોે સર્જાયા હતા. સંતરામ મંદિરના વર્તમાન મહંત રામદાસજી મહારાજ દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવ્યા બાદ મંદિરના શિખર અને પરિસરમાંથી સેવકો દ્વારા સાકર અને ટોપરાના ટુકડા ઉછાળવાનું શરૂ કરાતા જ ભક્તોમાં પ્રસાદ ઝીલવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પરંપરા સદીઓથી અવિરત ચાલી આવે છે અને માનવામાં આવે છે કે આ સાકરનો પ્રસાદ લેવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. સાકરવર્ષાના કારણે મંદિરનું પ્રાંગણ શ્વેત ચાદર પથરાઈ હોય તેવું ભાસતું હતું. ઉત્સવને પગલે નડિયાદમાં લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મંદિરના સ્વયંસેવકોની દેખરેખ હેઠળ લાખો લોકોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હતા. પંચમહાલ, મધ્ય ગુજરાત અને ચરોતર પંથકમાંથી લોકો પદયાત્રા કરીને પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા.ભક્તોની સુવિધા માટે મંદિર પ્રશાસન દ્વારા પીવાના પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના સેવકોએ ખડેપગે રહીને દિવસભર લોકોની સેવા કરી હતી. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસ્તામાં ભક્તો માટે છાસ અને અલ્પાહારના કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા હતા. એસ.ટી. નિગમ દ્વારા પણ ભક્તોની અવરજવર માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી.

મંદિરની બહાર મેળાનું આયોજન

મંદિરની બહાર અને શહેરના મુખ્ય માર્ગોે પર વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મનોરંજનના સાધનો, ખાણી-પીણીના સ્ટોલ અને રમકડાંની દુકાનોથી બજાર ઉભરાઈ રહ્યું છે. ગ્રામીણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા ઉમટી પડતા નડિયાદના માર્ગોે પર ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished

ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished

ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar’s competition was…

ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar's competition was...

એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીમાંકન બિલ 2.0? મહત્ત્વાકાંક્ષી બિલ પસાર કરાવવા વિપક્ષી સાંસદો પર સરકારની નજર | centre seeks consen…

સીમાંકન બિલ 2.0? મહત્ત્વાકાંક્ષી બિલ પસાર કરાવવા વિપક્ષી સાંસદો પર સરકારની નજર | centre seeks consen…

2 months ago
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …

6 months ago
ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

ડાયવોર્સ બાબતે વકીલે તેના જુનિયર વકીલો સાથે મળી યુવકને માર માર્યો | senior advocate and his junior a…

5 months ago
રાજકોટમાં માત્ર એક વર્ષમાં એકાદ કરોડનું ડ્રગ્સ પકડાયું | Drugs worth Rs 1 crore seized in Rajkot in …

રાજકોટમાં માત્ર એક વર્ષમાં એકાદ કરોડનું ડ્રગ્સ પકડાયું | Drugs worth Rs 1 crore seized in Rajkot in …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News