gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada Storm Tragedy: ગુજરાતમાં હજી ચોમાસાની સત્તાવાર શરૂઆત નથી થઈ, ત્યાં જ નર્મદા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડા અને વરસાદની આગાહી નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માટે આફત બનીને ત્રાટકી છે. ગત મધ્યરાત્રિએ આવેલા ભયાનક વાવાઝોડાને કારણે એક ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થયું છે, જેમાં 11 વર્ષની માસૂમ બાળકીનું કાટમાળ નીચે દટાવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રાત્રે 2 થી 3 વાગ્યે ત્રાટક્યું વાવાઝોડું 

ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે સમગ્ર રાજ્ય જ્યારે મેઘરાજાની પ્રતિક્ષા કરી રહ્યું છે, ત્યારે હવામાનમાં આવેલા અચાનક પલટાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. ગત રોજ મધ્યરાત્રિએ આશરે 2 થી 3 વાગ્યાના સુમારે નર્મદા જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન લાછરસ ગામમાં રહેતો એક પરિવાર જ્યારે રાત્રે નિરાંતે સૂતો હતો, ત્યારે અચાનક ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાને કારણે મકાનની બાજુની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. દીવાલનો આ ભારેખમ કાટમાળ સીધો છત પર પડતાં ઉપરનો આખો સ્લેબ પણ ધરાશાયી થઈને નીચે પડ્યો હતો, જેના કારણે આખો પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો હતો.

ગ્રામજનોએ કાટમાળ હટાવ્યો, હોસ્પિટલમાં બાળકી મૃત જાહેર

અચાનક બનેલી આ ઘટનાના ભયાનક અવાજથી આજુબાજુના પડોશીઓ જાગી ગયા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી એક-એક કરીને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા અને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ કમનસીબે, 11 વર્ષની માસૂમ બાળકી ‘રીંકુ’ને તબીબોએ તપાસીને મૃત જાહેર કરી હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં માતા-પિતાનો આબાદ બચાવ થયો છે અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

આખું ગામ હિબકે ચડ્યું, તંત્ર સામે આક્રોશ

સવાર પડતાં જ આખી શેરીમાં સૌની લાડકી એવી રીંકુનો મૃતદેહ જ્યારે ગામમાં આવ્યો, ત્યારે સમગ્ર લાછરસ ગામ ગમગીન બની ગયું હતું. માતા-પિતાના હૈયાફાટ રુદનથી પથ્થર હૃદયના માણસની આંખો પણ ભીની થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનાએ સ્થાનિક તંત્રની પોલ પણ ખોલી દીધી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં લાછરસ ગામ બેટમાં ફેરવાઈ જાય છે અને ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે, આવી કમનસીબ ઘટના ફરી ક્યારેય ન બને તે માટે વહીવટી તંત્ર વહેલી તકે જાગે, યોગ્ય પગલાં ભરે અને આ ગરીબ પીડિત પરિવારને વહેલામાં વહેલી તકે સરકારી સહાય પૂરી પાડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

July 15, 2026
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
Next Post
મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી | Pr…

મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી | Pr...

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha...

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરી ફરિયાઓને ધંધાર્થે લોન આપવા પ્રથમ દિવસે યોજાયેલા મેળામાં 1565 એ લાભ લી…

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરી ફરિયાઓને ધંધાર્થે લોન આપવા પ્રથમ દિવસે યોજાયેલા મેળામાં 1565 એ લાભ લી…

10 months ago
પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…

પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…

1 year ago
અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…

અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…

2 months ago
મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …

મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News