gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in Business
0 0
0
વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Prices in India : લગ્નસરાની સીઝન હોય કે દિવાળી-ધનતેરસ જેવા તહેવારો, ભારતીયો માટે સોનું ખરીદવું એ હંમેશાં પહેલી પસંદ રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જે સોનું ભારતમાં ખૂબ ઊંચા ભાવે મળે છે, તે જ સોનું દુબઈ, અમેરિકા અને સિંગાપોર જેવા દેશોમાં ઘણું સસ્તું હોય છે. આંકડા દર્શાવે છે કે, ભારતમાં સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટ કરતાં લગભગ 18% જેટલું મોંઘું છે. એટલે કે અહીં 10 ગ્રામ સોનું ખરીદવા માટે જેટલો ખર્ચ કરવો પડે છે, તેટલા જ ખર્ચમાં વિદેશોમાં વધુ સોનું આવી જાય છે. સામાન્ય ગ્રાહકો અને રોકાણકારો સાચો નિર્ણય લઈ શકે તે માટે એ સમજવું જરૂરી છે કે ભારતમાં સોનું આટલું મોંઘું કેમ છે.

આંકડાની રમત સમજો: વૈશ્વિક બજારમાં 1.6% વધારો, ભારતમાં 18% ! 

1 જાન્યુઆરી 2026ના રોજ ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,32,614 પ્રતિ 10 ગ્રામ હતો. પરંતુ માત્ર પાંચ મહિનાની અંદર, મે 2026 સુધીમાં તેમાં ₹ 23,615નો જોરદાર ઉછાળો આવ્યો અને ભાવ ₹ 1,56,229 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો. બીજી તરફ, જો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં સોનાની કિંમત 4, 319 ડૉલર પ્રતિ ઔંસથી વધીને માત્ર 4,388  ડૉલર પ્રતિ ઔંસ સુધી જ પહોંચી છે. એટલે કે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં માત્ર 1.6%નો નજીવો વધારો થયો છે, જ્યારે ભારતમાં આ વધારો 18%ની આસપાસ રહ્યો છે!

કારણ 1 : ઇમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સનો મોટો બોજ

ભારતમાં સોનું મોંઘું હોવાનું સૌથી મોટું કારણ તેના પર લાગતો ટેક્સ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 80 થી 90 ટકા સોનું વિદેશથી આયાત (ઇમ્પોર્ટ) કરે છે. દેશના વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ રિઝર્વ)ને બચાવવા અને રૂપિયાના મૂલ્યને સ્થિર રાખવા માટે સરકાર સોનાની આયાત પર ભારે ‘ઇમ્પોર્ટ ડ્યુટી’ વસૂલે છે. આ ઉપરાંત, તેના પર ‘એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ’ અને ઉપરથી 3% GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પણ લાગે છે. ત્યારબાદ જ્યારે આ સોનું જ્વેલર્સ સુધી પહોંચે છે, ત્યારે તેમાં ‘મેકિંગ ચાર્જ’ (ઘડામણ) પણ ઉમેરાય છે. આ તમામ ટેક્સ અને ચાર્જીસના કારણે ગ્રાહક સુધી પહોંચતા-પહોંચતા સોનું 18% જેટલું મોંઘું થઈ જાય છે. તેની સામે દુબઈ અને સિંગાપોર જેવા દેશોમાં સોના પર ટેક્સ ખૂબ જ ઓછો અથવા બિલકુલ હોતો નથી, તેથી ત્યાં સોનું સસ્તું મળે છે.

કારણ 2 : કરન્સીની રમત (ડૉલર સામે રૂપિયો નબળો)

સોનાના ભાવ વધવાનું બીજું મુખ્ય કારણ ડૉલર સામે ભારતીય રૂપિયાનું નબળું પડવું છે. વૈશ્વિક સ્તરે સોનાની ખરીદી અને વેચાણ અમેરિકી ડૉલરમાં થાય છે. છેલ્લા કેટલાક સમયમાં ડૉલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે. આને સરળ ભાષામાં સમજીએ તો, જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત સ્થિર રહે, તો પણ ભારતે વિદેશથી સોનું ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડે છે, કારણ કે આયાતકારોએ પેમેન્ટ ડૉલરમાં કરવાનું હોય છે. આ વધારાનો ખર્ચ સીધો ભારતીય બજાર પર ટ્રાન્સફર થાય છે અને સોનું મોંઘું બને છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…
Business

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

May 31, 2026
Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…
Business

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

May 31, 2026
1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…
Business

1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…

May 31, 2026
Next Post
સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ...

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J...

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

1 year ago
સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

2 months ago
ગુજરાતમાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત | gujara…

ગુજરાતમાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત | gujara…

10 months ago
લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો | C…

લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો | C…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News