gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે ૪૫ કચેરીઓ ખાલી કરાવાશે | 45 government offices in Narmada Bhav…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે ૪૫ કચેરીઓ ખાલી કરાવાશે | 45 government offices in Narmada Bhav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.11 વડોદરામાં સૌથી વધુ સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ નર્મદા ભવનને ખાલી કરવાના આદેશો છૂટતાં જ આ બિલ્ડિંગની ઓફિસોના વડાઓ દ્વારા નવી જગ્યાઓ શોધવાની કવાયત શરૃ કરી દેવામાં આવી છે. 

આઠ માળની બિલ્ડિંગ નર્મદા ભવનના સી બ્લોકમાં કુલ ૪૫ સરકારી કચેરીઓ આવેલી છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જન સેવા કેન્દ્રથી માંડી આઠમા માળે સીઆઇડી ક્રાઇમની ઓફિસ તેમજ અન્ય ફ્લોર પર અલગ અલગ ઓફિસો કાર્યરત છે. નર્મદા ભવનને ખાલી કરવાની નોટિસો જિલ્લા કલેક્ટરના આદેશથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાતા નર્મદા ભવનની કચેરીઓ હવે ક્યાં ખસેડવી તેવા પ્રશ્નો સર્જાયા છે.

રોજ હજારો લોકોની અવરજવર ધરાવતી અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે તે નર્મદા ભવનમાં આમ તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ શરૃ કરી દેવામાં આવ્યું છે અને હવે મહત્વની કામગીરી હાથ ધરાશે એટલે ૪૫ કચેરીઓને નોટિસો પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. નર્મદા ભવનનું હાલ રિપેરિંગ કરવામાં આવનાર છે અને તે કામ પાયાથી હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ધરતીકંપ જેવી કુદરતી હોનારતમાં બિલ્ડિંગ ટકી રહે તે માટેની સૌપ્રથમ કામગીરી હાથ ધરાઇ રહી છે. બિલ્ડિંગ સેફ કરવા માટે રેટ્રોફિટિંગનું કામ રૃા.૭ કરોડના ખર્ચે હાથ ધરાશે. આ કામગીરી એક સપ્તાહમાં શરૃ થઇ જાય તેવી ગણતરી રાખવામાં આવી છે. આ કામ દરમિયાન કોલમ તેમજ બીમ તોડવામાં આવશે જેથી સાવચેતીના ભાગરૃપે તમામ સરકારી કચેરીઓ ખાલી કરવા જણાવાયું છે. રેટ્રોફિટિંગની સાથે બિલ્ડિંગમાં જ્યાં પણ રિપેરિંગ કરવાની જરૃર જણાશે ત્યાં તે કામગીરી પણ હાથ ધરાશે.

નર્મદા ભવનમાં આવેલી મહત્વની કચેરીઓના નામો

– જન સેવા કેન્દ્ર

– જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર

– ઝોનલ ઓફિસો

– મામલતદાર ઓફિસ

– નશાબંધી ઓફિસ

– સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેક્ટરો

– એસીબી

– સીઆઇડી

– લેબર 

– સિંચાઇ વિભાગ

– આઇબી

માંજલપુરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ખાલી ૨૮૧ ક્વાર્ટરમાં ઓફિસો શિફ્ટ કરવા સલાહ

નર્મદા ભવનમાં આવેલી કચેરીઓ શિફ્ટ કરવાની નોટિસો બાદ નવી જગ્યા શોધવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલીક કચેરીઓ એવી છે કે જે તેની પેરેન્ટ કચેરીઓમાં ખસેડી શકાય જેમ કે મામલતદાર ઓફિસ કોઠી કચેરી, સિંચાઇ વિભાગની ઓફિસ ગેરી, પોલીસને લગતી પોલીસ ભવનમાં શિફ્ટ કરી શકાય તેમ છે જ્યારે અન્ય કચેરીઓ જ્યાં લોકસંપર્ક ઓછો હોય તેવી કચેરી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની માંજલપુરમાં તુલસીધામ-જીઆઇડીસીરોડ પર આવેલ ૨૮૧ ક્વાર્ટર ખાલી છે ત્યાં શિફ્ટ કરી શકાય તેમ છે.

નવી બિલ્ડિંગ બનાવવા માટે પ્લાન અને એસ્ટિમેટનું કામ શરૃ કરાયું

નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગ સહિતનું રિપેરિંગ કરવા માટે છથી આઠ મહિનાનો સમય થશે. આ સમય બાદ જે તે કચેરી પાછી પોતાની મૂળ જગ્યાએ પરત ફરી શકે છે. બીજી બાજુ નર્મદા ભવનને તોડી તે જગ્યા પર બીજી બહુમાળી બિલ્ડિંગ બનાવવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામ માટે બેથી ત્રણ વર્ષ જેટલો સમય થાય તેમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદા ભવનના સ્થાને નવી બિલ્ડિંગ બનાવવા માટેનો પ્લાન તેમજ એસ્ટિમેટ બનાવવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. અને તેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારમાં પણ રજૂ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…
GUJARAT

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

March 29, 2026
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…
GUJARAT

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

March 29, 2026
ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…
GUJARAT

ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…

March 29, 2026
Next Post
સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 : નિફટી 222 પોઈન્ટ ઉછળી 24585 | Sensex rises 746 points to 80604: Ni…

સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 : નિફટી 222 પોઈન્ટ ઉછળી 24585 | Sensex rises 746 points to 80604: Ni...

ટાંકી ચોક પાસે અગરબત્તીવાળી ગલીમાં ઘરમાં આગ લાગતા અફરાતફરી | Panic as house catches fire in incense …

ટાંકી ચોક પાસે અગરબત્તીવાળી ગલીમાં ઘરમાં આગ લાગતા અફરાતફરી | Panic as house catches fire in incense ...

ચોટીલાના કાળાસર ગામમાં ગાંજાના 38 છોડ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 38 marijuana plants in Ka…

ચોટીલાના કાળાસર ગામમાં ગાંજાના 38 છોડ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 38 marijuana plants in Ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ! ભારત પર દેવું વધવાના સંકેત | Rising Debt Concerns a…

સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ! ભારત પર દેવું વધવાના સંકેત | Rising Debt Concerns a…

2 months ago
આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Exam for recr…

આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Exam for recr…

12 months ago
‘જાઓ, ભગવાનને જાતે જ કંઇક કરવા કહો…’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિ બદલવાની અરજી સુપ્રીમે ફગાવી | suprem…

‘જાઓ, ભગવાનને જાતે જ કંઇક કરવા કહો…’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિ બદલવાની અરજી સુપ્રીમે ફગાવી | suprem…

6 months ago
લાગણીસભર ફિલ્મ ‘ચૌરંગી’નું ટ્રેલર રિલીઝ, 30 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં

લાગણીસભર ફિલ્મ ‘ચૌરંગી’નું ટ્રેલર રિલીઝ, 30 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News