gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિની આઠમ-નોમ: માતાજીને નૈવેદ્ય ધરાવવાની અખંડ પરંપરા, જાણો તેની પાછળનો ભાવ અને પ્રણાલી | Tradit…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિની આઠમ-નોમ: માતાજીને નૈવેદ્ય ધરાવવાની અખંડ પરંપરા, જાણો તેની પાછળનો ભાવ અને પ્રણાલી | Tradit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025: આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિનો પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસની આરાધનામાં ખાસ કરીને આઠમ અને નોમના પવિત્ર દિવસે કુળદેવી અને આરાધ્યા માતાજીને નૈવેદ્ય ધરાવવાની વર્ષો જૂની પરંપરા સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે. આ વિધિ માત્ર એક ધાર્મિક ક્રિયા નહીં, પરંતુ ભાવના અને શક્તિના સન્માનનું પ્રતીક છે.

નવરાત્રિ 2025: આઠમ અને નોમની તારીખો

આવતીકાલે 30 સપ્ટેમ્બર, મંગળવારના રોજ આઠમ એટલે કે દુર્ગા અષ્ટમી છે. આ દિવસે માતાજીના નૈવેધની સાથે કન્યા પૂજન, સંધિ પૂજન પણ કરવાની પરંપરા છે. જ્યારે 1 ઓક્ટોબર, બુધવારના રોજ નોમ એટલે કે મહા નવમી છે. આ દિવસે નવરાત્રિનું સમાપન થાય છે. ઘણા લોકો નોમના દિવસે પણ નૈવેધ, હવન, અને પૂજા કરે છે.

નૈવેદ્ય: શ્રદ્ધાનું પ્રતીક

નૈવેદ્ય એ રોજના પ્રસાદ તરીકે કે પછી ચૈત્ર કે આસો માસ જેવા વિશિષ્ટ પર્વો પર મહાપ્રસાદ તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત, તહેવાર, પ્રસંગ કે પારિવારિક રિવાજ માર્ગદર્શન મુજબ પણ તેનું આયોજન થાય છે. આ વિધિમાં ભક્તો પોતાની શ્રદ્ધા અને નિષ્ઠા સાથે બનાવેલી વાનગીઓ ઈશ્વરને અર્પણ કરે છે.

નૈવેદ્ય તૈયાર કરતી વખતે શુદ્ધિ જળવાય તે માટે તેને સામાન્ય રીતે એક થાળીમાં પરોસી, તેના પર બીજી થાળી ઢાંકીને રસોઈ કક્ષથી ભગવાન પાસે લાવવામાં આવે છે. ત્યાં તેને પાટ કે બાજોઠ પર મૂકીને પાણીના લોટા સાથે રિવાજ મુજબ ઘંટડી, દીપ અને જળ વડે સિંચન જેવી બાબતો દ્વારા આગળની પૂજા કરવામાં આવે છે.

વાનગીઓનો વૈવિધ્ય અને મુખ્ય ભાવ

ખાસ નૈવેદ્યમાં પ્રાંતીય કે પારિવારિક રિવાજ પ્રમાણે વિવિધ વાનગીઓનો ઉપયોગ થાય છે, જેમાં રોટલી, શાક, ભાત, દાળ, ખીર, વડા, મગ કે તલની કોઈ ખાસ બનાવટ વગેરેનો સમાવેશ થાય છે.

નૈવેદ્ય રોજના હોય કે વાર્ષિક, તેનો મુખ્ય ભાવ પોતાના કુળદેવી, દેવતા કે આરાધ્યને સંતુષ્ટ કરવાનો અને તેમની કૃપાદૃષ્ટિ જાળવી રાખવાનો હોય છે. આ ક્રિયા દ્વારા ભક્ત પોતાની ભક્તિમાં થયેલી ભૂલચૂક બદલ માફી માગીને શ્રદ્ધા જાળવી રાખે છે. દેવતાઓની કૃપા મેળવવા માટે હનુમાનદાદા, ભૈરવ દાદા કે ગ્રામદેવતાને પણ વિશિષ્ટ માર્ગદર્શન મુજબ નૈવેદ્ય અર્પણ કરાય છે.

આ પણ વાંચો: આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ

જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાનું કહેવું છે કે, શાસ્ત્રો મુજબ, ભગવાન તમારી ભાવના અને શ્રદ્ધા જુએ છે. જ્યારે ભક્ત નિષ્ઠાપૂર્વક આરાધના કરે છે, ત્યારે દેવતા પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે, જેનાથી ભક્તને આર્થિક, શારીરિક અને પારિવારિક ખુશી પ્રાપ્ત થાય છે. આમ, નવરાત્રિની આઠમ અને નોમનો દિવસ શ્રદ્ધાળુઓ માટે પોતાની આસ્થાને વ્યક્ત કરવાનો અને માતાજીના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ અવસર બની રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
Next Post
જમ્મુ-કાશ્મીર : પૂંછના સુરનકોટમાં સેનાના કેમ્પમાં વિસ્ફોટ, જવાન શહીદ | Grenade blast in Jammu and Ka…

જમ્મુ-કાશ્મીર : પૂંછના સુરનકોટમાં સેનાના કેમ્પમાં વિસ્ફોટ, જવાન શહીદ | Grenade blast in Jammu and Ka...

લદાખ હિંસા મુદ્દે સરકારને મોટો ઝટકો! આંદોલનકારીઓએ વાતચીતનો કર્યો ઈનકાર, જાણો શું શરત રાખી | ladakh v…

લદાખ હિંસા મુદ્દે સરકારને મોટો ઝટકો! આંદોલનકારીઓએ વાતચીતનો કર્યો ઈનકાર, જાણો શું શરત રાખી | ladakh v...

માંગરોળમાં 4 ઈંચ, ઉનામાં 2 ઈંચ સાથે આજે ગુજરાતના 100 તાલુકામાં વરસાદ, ખેલૈયાઓ નિરાશ | 4 inches Rain …

માંગરોળમાં 4 ઈંચ, ઉનામાં 2 ઈંચ સાથે આજે ગુજરાતના 100 તાલુકામાં વરસાદ, ખેલૈયાઓ નિરાશ | 4 inches Rain ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…

નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…

12 months ago
મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

11 months ago
‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…

‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…

1 year ago
રિઝર્વ બેન્ક દ્વારા રેટ કટની વર્તમાન સાઈકલ લગભગ પૂરી થયાનો મત | The Reserve Bank believes that the c…

રિઝર્વ બેન્ક દ્વારા રેટ કટની વર્તમાન સાઈકલ લગભગ પૂરી થયાનો મત | The Reserve Bank believes that the c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News