gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari News: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરી પર સતત ત્રણ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ વતનમાંથી ભાગી છૂટેલા પિતાને પોલીસે અમદાવાદથી દબોચી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યો છે.

આફ્રિકાથી પરત ફરેલો પિતા જ બન્યો હેવાન!

મળતી માહિતી અનુસાર, આરોપી પિતા અગાઉ દક્ષિણ આફ્રિકામાં રહેતો હતો અને ત્યાં દરજી કામ કરતો હતો. વર્ષ 2024માં તે પોતાના વતન પરત ફર્યો હતો. વતન આવ્યા બાદ આ નરાધમ પિતા અવારનવાર પોતાની જ સગીર દીકરીની છેડતી કરતો રહેતો હતો. આ દરમિયાન ગત નવમી, 10મી અને 11મી મે, 2026ના રોજ જ્યારે સગીરાની માતા નોકરી પર જતી હતી, ત્યારે ઘરમાં એકલતાનો લાભ ઉઠાવીને આ નરાધમ પિતા દીકરીને રૂમમાં ખેંચી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હેવાનિયતની હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે સગીરાને બળજબરીપૂર્વક ગર્ભનિરોધક ગોળીઓ પીવડાવી દીધી અને જો આ અંગે કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કેવી રીતે પાપનો ઘડો ફૂટ્યો?

પિતાના ડર અને ધમકીના કારણે પીડિતા આ વાત પોતાની માતાને કહી શકી ન હતી. પરંતુ અસહ્ય પીડા અને માનસિક આઘાત વચ્ચે તેણે પોતાની એક સહેલીને આ આપવીતી વર્ણવી હતી. પીડિતાની સહેલીએ તાત્કાલિક આ બાબતે પોતાની માતાને જાણ કરી અને કહ્યું કે, ‘તમારી દીકરી સાથે ખૂબ ખોટું થયું છે, તમારે તેને પૂછવું જોઈએ.’ ત્યારબાદ ઘટનાના આશરે 15 દિવસ બાદ માતા પોતાની દીકરીને એક સંબંધીના ઘરે લઈ ગઈ હતી અને ત્યાં પ્રેમથી સમજાવીને પૂછતાં, દીકરીએ રડતાં-રડતાં પોતાના સગા બાપે ગુજારેલા અત્યાચારની કાળી વાર્તા કહી સંભળાવી હતી.

ગણદેવી પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો

પતિ અને દીકરીના બાપની આ કરતૂત જાણીને ચોંકી ઉઠેલી માતાએ તાત્કાલિક ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તુરંત એક્શન લઈને નરાધમ પિતા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાતા જ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો હતો. જોકે, ગણદેવી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ભાગી છૂટેલા આરોપીને અમદાવાદથી દબોચી લીધો હતો. ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીની તબીબી તપાસ (મેડિકલ ટેસ્ટ) કરાવી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ | Rickshaw …

વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ | Rickshaw ...

विश्व पर्यावरण दिवस पर ग्रीन आर्मी चैरिटेबल ट्रस्ट द्वारा भव्य वृक्षारोपण अभियान आयोजित

विश्व पर्यावरण दिवस पर ग्रीन आर्मी चैरिटेबल ट्रस्ट द्वारा भव्य वृक्षारोपण अभियान आयोजित

રાજ્યસભા ચૂંટણી: ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા…

રાજ્યસભા ચૂંટણી: ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાન…

પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાન…

8 months ago
હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ

હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ

8 months ago
જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું | busine…

5 months ago
સુરતમાં વોટર મેટ્રો માટે કવાયત : તાપી નદીમાં વોટર મેટ્રોની જવાબદારી કેન્દ્ર સરકારની, દેશના 18 શહેરોમ…

સુરતમાં વોટર મેટ્રો માટે કવાયત : તાપી નદીમાં વોટર મેટ્રોની જવાબદારી કેન્દ્ર સરકારની, દેશના 18 શહેરોમ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News