![]()
મુંબઈ : વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વ યુદ્વની કગાર પર આવી ગયું હોવાની પરિસ્થિતિ છે. ઈરાન પર યુદ્વ થોપનારા ઈઝરાયેલ, અમેરિકાએ આ યુદ્વની આગમાં મિડલ-ઈસ્ટને ધકેલી દેતાં વિશ્વ માટે પહેલાથી જ અનિશ્ચિત બનેલા ક્રુડ ઓઈલ, નેચરલ ગેસનો પુરવઠો ખોરવાઈ જવાનું અને વિશ્વના અનેક દેશોના ઉદ્યોગો ઠપ્પ થઈ જવાનું જોખમ ઊભું થયું છે.નવા સપ્તાહમાં કોઈ અણધાર્યું ડેવલપમેન્ટ આવી જાય અને યુદ્વ વિરામ-અંતનું કોઈ આશ્ચર્ય સર્જાય તો જ બજારની પડતી અટકી શકે છે, અન્યથા અત્યારે જોખમી પરિસ્થિતિમાં બજારમાં શોર્ટ કવરિંગના ઉછાળા આપીને બજારને વધુ પછડાટ આપવાનું ચાલુ રહે એવી શકયતા છે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૯૭૧૧ની પ્રતિકારક સપાટીએ ૭૭૭૩૩ નીચે બંધ આવતાં ૭૬૫૬૬ અને નિફટી સ્પોટ ૨૪૭૧૧ની પ્રતિકારક સપાટીએ ૨૪૦૭૭ નીચે બંધ આવતાં ૨૩૭૧૧ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે :DALMIA BHARAT SUGAR & INDUSTRIES LTD.
બીએસઈ (૫૦૦૦૯૭), એનએસઈ (DALMIASUG) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, દાલમિયા ભારત સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લમિટેડ(DALMIA BHARAT SUGAR & INDUSTRIES LIMITED), ૧૦૦ ટકા દેવા-ઋણ મુક્ત,FSSAI, BONSUCRO, FSSC 22000 Certified છે. દાલમિયા ભારત ગુ્રપ, ૮૦ વર્ષથી વધુ સમયથી મજબૂત સાંસ્કૃતિક જોડાણ, પ્રતિબદ્વતા અને જઝબા સાથે કામ કરે છે. વીસ વર્ષ અગાઉ, દાલમિયા ૨.૦માં સ્થળાંતર કર્યું હતું, અને આજે સિમેન્ટ અને ખાંડના અગ્રણી બ્રાન્ડ્સ પૈકી એક તરીકે જાણીતું છે. રિફ્રેકટરીઝ વ્યવસાયમાં પણ કંપનીની હાજરી એટલી જ મજબૂત છે. ઈબીટા બેઝ્ડ ભારતના સુગર ઉદ્યોગમાં ટોચની બે કંપનીઓ પૈકી એક બની રહેવાના વિઝન સાથે દાલમિયા ભારત સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતીય ખાંડ ઉદ્યોગમાં સૌથી ઝડપથી વિકસતી સફળતાની ગાથામાં એક છે. કંપનીએ ૯૦ના દાયકાના મધ્યમાં ખાંડના વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને વર્ષ ૧૯૯૪માં ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના રામગઢ ગામ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૬-૦૭માં કંપનીએ જવાહરપુર (જિલ્લો સીતાપુર-યુ.પી.) અને નિગોહી (જિલ્લો શાહજહાંપુર, યુ.પી.) ખાતે બે ગ્રીનફિલ્ડ પ્લાન્ટ સ્થાપિત કરીને ્ને રામગઢ યુનિટમાં હાલની સુવિધાઓનો વિસ્તાર કરીને – એક મુખ્ય વિકાસ માર્ગ અપનાવ્યો છે.
કંપનીએ ઉદ્યોગ સ્તરે પણ સક્રિય ભૂમિકા ભજવી છે અને ખાંડ, ઈથેનોલ અને રિન્યુએબલ એનજીૅ ક્ષેત્રમાં ઘણી નીતિઓ અને નિયમનકારી ફેરફારો લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગૌતમ દાલમિયાના નેતૃત્વ હેઠળ ખાંડનો વ્યવસાય સતત અપેક્ષાઓ કરતાં વધુ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તેમણે દાલમિયા સુગરના વિકાસને દેશભરમાં આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, આ વ્યવસાયને ટેકનોલોજીકલ અને ઓપરેશનલ શ્રેષ્ઠતાના મોખરે લઈ ગયા છે. તેની તમામ ડિસ્ટિલરીઓમાં ઈથેનોલ મુખ્ય ઉત્પાદન તરીકે છે અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને પણ કંપની જ સપ્લાય કરે છે.
ક્ષમતાઓ :વર્ષ ૨૦૨૫માં ૬ લાખ મેટ્રિક ટનથી વધુ ખાંડ, જે ભારતીય ખાંડ ઉત્પાદનના લગભગ બે ટકા જેટલી છે, ૧૮ કરોડ લિટરથી વધુ ડિસ્ટિલરીઓનું વેચાણ વોલ્યુમ, ૧,૨૦,૪૯૨ ટન સીઓ ટુ ઈ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન રેકોર્ડ, ૨૫૦ કેએલડી વિસ્તારીત અનાજ આધારિત ડિસ્ટિલરી સહિત, એસએપી અરિબા અમલમાં મૂકાયું.
(૧) સુગર :દાલમિયા ૪૩,૨૦૦ ટીસીડીથી વધુ ક્રશિંગ ક્ષમતા અને ૯૫૦ કેએલપીડી ઈથેનોલ ક્ષમતા સાથે ૬ ઈન્ટીગ્રેટેડ સુવિધા કાર્યરત છે. ૧૩૮ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા. ઉત્તર પ્રદેશમાં ચાર પ્લાન્ટોની કુલ ક્ષમતા ૩૧,૬૦૦ ટીસીડી અને મહારાષ્ટ્રમાં બે પ્લાન્ટની ૧૨,૫૦૦ ટીસીડી મળીને કુલ ક્ષમતા ૪૩,૨૦૦ ટીસીડી ધરાવે છે.
(૨) ડિસ્ટિલરીઝ :કંપની ઉત્તર પ્રદેશમાં ૮૩૦ કેએલપીડી ડિસ્ટિલરીઝ અને મહારાષ્ટ્રમાં ૧૨૦ કેએલપીડી મળીને કુલ ૯૫૦ કેએલપીડી ક્ષમતા ગ્રેન્સ અને મોલાસીસના બન્ને ફીડસ્ટોક સાથે ધરાવે છે.
(૩) કોજનરેશન :ઉત્તર પ્રદેશમાં ૧૦૨ મેગાવોટ કોજનરેશન અને મહારાષ્ટ્રમાં ૩૬ મેગાવોટ મળીને કુલ ૧૩૮ મેગાવોટ કોજનરેશન ક્ષમતા ( ૫૪.૪૦ લાખ યુનિટ રિન્યુએબલ એનજીૅ ઉત્પાદન અને ગ્રીડમાં ૨૨.૮ લાખ યુનિટ સપ્લાય).
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક રૂ.૩૭૨૫ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૪૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૮૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૬૫ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૫.૧૫ નોંધાવી હતી.
(૨) પ્રથન નવ માસિક એપ્રિલ ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ :
ચોખ્ખી આવક રૂ.૨૬૨૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૭૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન ૫.૦૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩૨ કરોડ હાંસલ કરી શેર દીઠ નવમાસિક આવક-ઈપીએસ રૂ.૧૬.૩૩ નોંધાવી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૬૧૫ કરોડ, અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૨૮ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૯૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૮૮ કરોડ અને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૫.૬૦ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૯૦૦ કરોડ અને અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૬૧ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૧૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૧૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૯.૨૯ અપેક્ષિત છે.
મૂડી પર વળતર-રિટર્ન ઓન કેપિટલ (ટકામાં) :વર્ષ ૨૦૨૧માં ૧૮ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૫ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૩ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૩ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૧ ટકા. પાંચ વર્ષમાં સરેરાશ ૧૪ ટકા.
નેટ ડેટ ટુ ઈક્વિટી રેશીયો :વર્ષ ૨૦૨૧માં ૦.૪૬ ટકા, વર્ષ ૨૦૨૨માં ૦.૧૭ ટકા, વર્ષ ૨૦૨૩માં ૦.૧૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૦.૧૩ ટકા, વર્ષ ૨૦૨૫માં ૦.૧૮ ટકા.
દાલમિયા ભારત લિમિટેડમાંથી ડિમર્જર પૂર્વે બોનસ શેર ઈસ્યુ :વર્ષ ૧૯૬૭માં ૨:૫ શેર, વર્ષ ૧૯૯૨માં ૧:૧ શેર, વર્ષ ૧૯૯૪માં ૧:૩ શેર. આમ કુલ રૂ.૧૬.૧૯ કરોડની પેઈડ-અપ ઈક્વિટીમાં ૩૪ ટકા ઈક્વિટી બોનસ ઈક્વિટી છે.
ડિવિડન્ડ ઈતિહાસ :વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૫૧ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૦૦ ટકા, વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨૫ ટકા (ઈન્ટરીમ ડિવિડન્ડ).
બુક વેલ્યુ :માર્ચ ૨૦૨૩ના રૂ.૩૩૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૬૨, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૯૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૪૩૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૭૪
શેર હોલ્ડિંગ પેટર્ન :પ્રમોટર્સ હસ્તક ૭૫ ટકા હોલ્ડિંગ, એચએનઆઈઝ પાસે ૯ ટકા, રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૧૧.૫૦ ટકા, અન્યો પાસે ૪.૫૦ ટકા છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)૭૫ ટકા દાલમિયા ગુ્રપ પ્રમોટેડ, દાલમિયા ભારત સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ૪૩,૨૦૦ ટીસીડી સુગર, ૯૫૦ કેએલપીડી ડિસ્ટિલરીઝ, ૧૩૮ મેગાવોટ કોજનરેશન ક્ષમતા ધરાવતી, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૩૯.૨૯ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૭૪ સામે શેર રૂ.૩૦૮ ભાવે, ખાંડ ઉદ્યોગના સરેરાશ ૧૭ના પી/ઈ સામે ૭.૮૩ના પી/ઈએ તેની અપેક્ષિત બુક વેલ્યુના ૦.૬૪ ગણા પર ઉપલબ્ધ છે.










