gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના પરિણામે અંગદાન મળવાનું પ્રમાણ પણ સતત વધતું રહ્યું છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે માત્ર ૧૨ કલાકના ટૂંકા ગાળામાં બે અંગદાન પ્રાપ્ત થયાં છે. આ બે અંગદાન બાદ અંગદાનનો આંકડો ૨૦૪એ પહોંચી ગયો છે.

સિવિલમાં થયેલા આ બે અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 કલાકના સમયગાળામાં બે અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયાં છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૨૦૪ અંગદાનોમાંથી ૬૭૦ અંગો પ્રાપ્ત થયાં, જેના થકી ૬૫૧ જરૂરિયાતમંદને નવજીવન મળ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ડૉ. જોષીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયાસોને લીધે લોકો હવે સાચા અર્થમાં અંગદાનના મહત્ત્વને સમજતા થયા છે. જેને કારણે અંગદાનનું પ્રમાણ છેલ્લાં વર્ષોમાં વધ્યું છે.

બે અંગદાનમાંથી પ્રથમ કિસ્સાની વાત કરીએ તો અમદાવાદમાં નિર્ણયનગર રાણીપ ખાતે રહેતા ૫૦ વર્ષનાં રતનબહેન વાઘેલાને જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બીજી ઑગસ્ટના રોજ અકસ્માત થયો હતો. માથાના ભાગે ઇજા થતાં ૧૦૮ મારફતે પ્રથમ સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં.

સિવિલ હોસ્પિટલ ખાતે બે દિવસની સઘન સારવાર દરમ્યાન ચોથી ઑગસ્ટના રોજ સિવિલના ડૉક્ટરોની ટીમ દ્વારા રતનબહેન બ્રેઇનડેડ થયાં હોવાનું પરિવારજનોને જણાવાયું હતું. સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના દીકરા તેમજ અન્ય પરિવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઈનો જીવ બચાવવા અંગદાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો. રતનબહેનના અંગદાનથી બે કિડની, એક લીવર, બે આંખો તેમજ એક ત્વચાનું દાન પ્રાપ્ત થયું છે.

બીજા કિસ્સામાં ભાડ, પોરબંદરના રહેવાસી એવા ૪૧ વર્ષના હાજાભાઇને અકસ્માત થતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને પ્રથમ પોરબંદર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રિફર કરવામા આવેલા. સિવિલ હોસ્પિટલમાં બીજી ઑગસ્ટના રોજ દાખલ કર્યા બાદ ૪૮ કલાક કરતાં વધુ સમય સુધી આઇસીયુમાં તેમની સઘન સારવાર કરવામાં આવી. પરંતુ ચોથી ઑગસ્ટના રોજ સારવાર દરમ્યાન સિવિલના ડોક્ટરોની ટીમે હાજાભાઈ બ્રેઇન ડેડ હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. હોસ્પિટલમાં હાજર તેમનાં પત્ની સહિતના પરિવારજનોએ ખૂબ જ વ્યથિત હૃદયે પણ અંગદાન કરી બીજા કોઈનો જીવ બચાવવાનો ઉમદા નિર્ણય કર્યો. હાજાભાઇના અંગદાનથી બે કિડની અને એક લીવર તેમજ બે આંખોનું દાન મળ્યું છે.

12 કલાકના ટૂંકા ગાળામાં થયેલાં બે અંગદાનથી મળેલ ૪ કિડની અને ૨ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશ. તેમજ મળેલ ચાર ચક્ષુનું દાન સિવિલ મેડિસિટીની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ અંગદાનથી મળેલ એક ત્વચાના દાનને સિવિલ હોસ્પિટલની જ સ્કીન બેંક દ્વારા સ્વીકારવામા આવ્યું હતું. જેને હોસ્પિટલ માં દાખલ દાઝેલા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૭૨- કિડની, ૧૭૯- લીવર, ૬૫- હૃદય, ૩૨- ફેફસાં , ૧૪- સ્વાદુપિંડ , બે નાનાં આંતરડાં, ૨૨ સ્કીન અને ૧૪૨ આંખોનું દાન મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज
GUJARAT

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज

September 24, 2026
અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ
GUJARAT

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

September 24, 2026
ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ
GUJARAT

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

September 24, 2026
Next Post
ડોનાલ્ડ ટ્રમ્પ હવે બિહારના ‘રહેવાસી’? ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે અરજી મળતાં તંત્ર ચોંક્યું | fake resi…

ડોનાલ્ડ ટ્રમ્પ હવે બિહારના 'રહેવાસી'? ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે અરજી મળતાં તંત્ર ચોંક્યું | fake resi...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ

ટ્રમ્પની ટેરિફની ધમકી વચ્ચે વડાપ્રધાન મોદી જશે ચીન અને જાપાન, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ | pm modi …

ટ્રમ્પની ટેરિફની ધમકી વચ્ચે વડાપ્રધાન મોદી જશે ચીન અને જાપાન, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ | pm modi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

5 months ago
રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’

1 year ago
‘હવે કોઈ ભૂલ નહીં કરું…’, ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી | akash an…

‘હવે કોઈ ભૂલ નહીં કરું…’, ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી | akash an…

1 year ago
VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો …

VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News