
Waqf Amendment Bill : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વક્ફ બિલનું સમર્થન કરી ભારે મુશ્કેલીમાં મુકાયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. લોકસભામાં લાંબી ચર્ચા-વિચારણા અને મતદાન બાદ વક્ફ બિલ કાયદો બની ગયો છે, પરંતુ બિલનું સૌથી વધુ સમર્થન કરનારા નીતીશ કુમાર મોટી નુકસાનીનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં બિલનો વિરોધ કરનારાઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે, જેમાં નીતીશના ખાસ JDU નેતાનો પણ સમાવેશ થાય છે.
JDUના નેતાએ વક્ફના વિરુદ્ધમાં સુપ્રીમમાં અરજી કરી
વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત JDUના મુસ્લિમ નેતા હાજી મોહમ્દ પરવેઝ સિદ્દિકી (Haji Mohammad Parvez Siddiqui)એ વક્ફ સંશોધન બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.










