gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેતાઓ રસ્તો ભૂલ્યા, પણ મતદારો ફરજ નહીં: નસવાડીના ગામડાઓમાં પાકા રસ્તા હજુ પણ ઝાંઝવાના જળ સમાન | Nasv…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
નેતાઓ રસ્તો ભૂલ્યા, પણ મતદારો ફરજ નહીં: નસવાડીના ગામડાઓમાં પાકા રસ્તા હજુ પણ ઝાંઝવાના જળ સમાન | Nasv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Ground Reality: વિકાસની મોટી મોટી ગુલબાંગો વચ્ચે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું એક એવું ગામ સામે આવ્યું છે, જ્યાં આજે પણ આઝાદીના અવશેષો જેવી સ્થિતિ જોવા મળે છે. નર્મદા નદીના કિનારે અને ડુંગરોની તળેટીમાં વસેલા પીપલવાણી ગામના પાંચ ફળિયાના લોકો વર્ષોથી પાકા રસ્તા માટે વલખાં મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જે રસ્તે નેતાઓ પ્રચાર કરવા પણ નથી આવતા, તે જ કાચા રસ્તે ચાલીને ગ્રામજનો ‘લોકશાહી’ જીવંત રાખવા મતદાન કરવા જાય છે.

રસ્તાના નામે માત્ર ધૂળ અને પથ્થર

પીપલવાણી ગામના ઘાટા ફળિયા, નિશાળ ફળિયા, બૂડા ફળિયા, મોરફરી ફળિયા અને ટેકરા ફળિયામાં અંદાજે 500થી વધુ લોકો વસવાટ કરે છે. ગામ સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો છે, પરંતુ આ પાંચ ફળિયાઓને જોડતા આંતરિક રસ્તાઓ આજે પણ કાચા છે. ગામના બાળકોને 2થી 3 કિલોમીટર દૂર આવેલી પ્રાથમિક શાળાએ દરરોજ કાચા અને પથરાળ રસ્તે ચાલીને જવું પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બીમારીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ ફળિયા સુધી પહોંચી શકતી નથી. દર્દીઓને ઝોલીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લાવવા પડે છે.

આ પણ વાંચો: સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, અગાસી પર ચઢી બાથરૂમમાં આચરી હેવાનિયત, પરપ્રાંતીય નરાધમની ધરપકડ

25 વર્ષથી નેતાઓનું મોઢું જોયું નથી!

ગ્રામજનોના જણાવ્યાનુસાર, છેલ્લા 25 વર્ષથી કોઈ રાજકીય પક્ષના મોટા નેતાએ આ ગામની મુલાકાત લીધી નથી. કાચા રસ્તાને કારણે નેતાઓ પ્રચાર માટે આવવાનું ટાળે છે, પરંતુ ગ્રામજનો પોતાની ફરજ ચૂકતા નથી. સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, ‘અમને આશા છે કે જો અમે મતદાન કરીશું, તો કદાચ કોઈ નેતા જીત્યા બાદ અમારા ફળિયાના રસ્તા બનાવી આપશે. અમે મતદાનનો બહિષ્કાર નથી કરતા, કારણ કે લોકશાહીમાં અમને આશા છે.’ 

ઢોલ વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ

તાજેતરમાં જ ગ્રામજનોએ એકઠા થઈને ઢોલ વગાડી રસ્તાની માંગણી સાથે દાખાવો કર્યો હતો. ચોમાસાની ઋતુમાં આ રસ્તાઓ કાદવ-કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે અવરજવર અશક્ય બની જાય છે. ધારાસભ્ય, સાંસદ કે પંચાયતના હોદ્દેદારો માત્ર ચૂંટણી સમયે દેખાય છે અથવા તો આ અંતરિયાળ વિસ્તાર તરફ ફરકતા પણ નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પણ માત્ર વચનો જ મળશે કે પછી પીપલવાણીના પાંચ ફળિયાના લોકોને ખરેખર પાકો રસ્તો મળશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…
GUJARAT

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

June 10, 2026
વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …
GUJARAT

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

June 10, 2026
Next Post
સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ, અગાસી પર ચઢી ઘરમાં ઘૂસ્યો હતો | surat child Abu…

સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ, અગાસી પર ચઢી ઘરમાં ઘૂસ્યો હતો | surat child Abu...

મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | …

મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ...

વડોદરાના લાલબાગ બ્રિજ નજીક પાદરાના વેપારી યુવકની આંતરીને મોબાઈલ અને રોકડાની લૂંટ | A young businessm…

વડોદરાના લાલબાગ બ્રિજ નજીક પાદરાના વેપારી યુવકની આંતરીને મોબાઈલ અને રોકડાની લૂંટ | A young businessm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ | Case registered against couple fo…

વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ | Case registered against couple fo…

6 months ago
દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap…

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap…

10 months ago
દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત | Two killed as unidentified v…

દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત | Two killed as unidentified v…

4 months ago
સોનું વધી રૂ.130000ને પારઃ ચાંદીમાં બે દિવસમાં રૂ.5000ની તેજી જોવા મળી | Gold rises above Rs 130 000…

સોનું વધી રૂ.130000ને પારઃ ચાંદીમાં બે દિવસમાં રૂ.5000ની તેજી જોવા મળી | Gold rises above Rs 130 000…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News