gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in INDIA
0 0
0
ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દેશની સૌ પ્રથમ ઘટના, બંગાળની ‘દુર્ગા’ વકીલના સ્વરૂપમાં: સુપ્રીમ આફરીન

– તમારા અધિકારીઓને કહો થોડી સંવેદનશીલતા રાખે: ચૂંટણી પંચને નોટિસ, આડેધડ નોટિસો ના મોકલવા સુપ્રીમની ટકોર

– અમર્ત્ય સેન જેવા જાણીતા લોકોને ચૂંટણી પંચ નોટિસ મોકલી રહ્યું છે, એસઆઇઆર મતદારોના નામ રદ કરવાની પ્રક્રિયા છે: મમતા

– મમતાએ પોતાનો કેસ રજૂ કરવા પાંચ મિનિટનો સમય માગ્યો, મુખ્ય ન્યાયાધીશે 15 મિનિટ આપી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસની સરકારે ચૂંટણી પંચ દ્વારા મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. આ મામલામાં દલીલો કરવા માટે ખુદ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચ સમક્ષ મમતા બેનરજીએ ધારદાર રજુઆતો કરી હતી. સાથે જ કહ્યું હતું કે બંગાળને ઇરાદાપૂર્વક નિશાન બનાવાઇ રહ્યું છે, અનેક મતદારોની યાદીમાંથી બાદબાકી કરી દેવાઇ છે. નોબેલ વિજેતા અમર્ત્ય સેન, પ્રખ્યાત કવી જોય ગોસ્વામી જેવા જાણીતા લોકોને નોટિસ મોકલાઇ રહી છે.    

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની એસઆઇઆર પ્રક્રિયાને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ખૂદ એક વકીલ પણ હોવાથી આ મામલે દલીલ કરવા પોતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને ન્યાયાધીશ વિપુલ પંચોલીની બેંચ સમક્ષ મમતા બેનરજીએ દલીલો કરી હતી. સાથે જ ચૂંટણી પંચ પર મોટા આક્ષેપ કર્યા હતા. 

મમતાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો એકદમ શાંતિથી શરૂ કરી હતી, તેમણે દલીલો શરૂ કરતા કહ્યું કે આપ તમામ સન્માનિત જસ્ટિસ સમક્ષ મારી વિનંતી છે કે મારી વાત સાંભળવામાં આવે, જ્યારે ન્યાય દરવાજાની પાછળ થઇ રહ્યો હોય ત્યારે મે અનેક વખત ચૂંટણી પંચને પત્ર લખ્યા છે. કોર્ટરૂમમાં મમતાની પાસે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજી પણ ઉભા હતા જેની સાથે મમતા વચ્ચે બાંગ્લા ભાષામાં વાત કરતા જોવા મળ્યા હતા. એક મુખ્યમંત્રી તરીકે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરવાની આ પ્રથમ ઘટના માનવામાં આવે છે.  

મમતાએ જેવી દલીલો આગળ વધારી કે વચ્ચે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટોકતા કહ્યું કે પશ્ચિમ બંગાળ રાજ્યએ અરજી કરી છે, તમારા તરફથી દેશના સર્વશ્રેષ્ઠ વકીલો અહીંયા હાજર છે. વકીલ કપિલ સિબ્બલ અને શ્યામ દિવાન તમારી તમામ દલીલો રજુ કરી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે દરેક સમસ્યાનું કોઇને કોઇ સમાધાન હોય છે. કોઇ પણ નિર્દોષ વ્યક્તિ યાદીની બહાર ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવશે.  બાદમાં મમતાએ કહ્યું હતું કે માત્ર પાંચ મિનિટ બોલવાની તક આપો, મુખ્ય ન્યાયાધીશે તેમને ૧૫ મિનિટ સુુધી હોલવાની તક આપી હતી. મમતાએ દલીલો શરૂ રાખી અને કહ્યું કે હું કેટલાક મીડિયા રિપોર્ટ રજુ કરવા માગું છું કે સાબિત કરે છે કે એસઆઇઆરની પ્રક્રિયા માત્ર નામ કમી કરવા માટે જ છે. નામ ઉમેરવા માટે નથી. હું અહીંયા મારી પાર્ટી માટે લડવા નથી આવી, હું તો સામાન્ય માણસ બંધુઆ મજૂર છું અને ન્યાયની માગણી કરી રહી છું. બંધ બારણા પાછળ ન્યાય રડી રહ્યો છે.   

ચૂંટણી પંચને છ વખત પત્ર લખ્યો છતા કોઇ જવાબ નથી મળ્યો: મમતા

મમતાએ કહ્યું હતું કે મે ચૂંટણી પંચને છ વખત પત્ર લખ્યો, અમને ન્યાય નથી મળી રહ્યો. જીવિત વ્યક્તિને મૃત જાહેર કરીને નામ કાઢી નખાયા છે.  મમતાએ વધુમાં કહ્યું હતું કે ચૂંટણી પંચે નોબેલ વિજેતા અમર્ત્ય સેન, બંગાળી કવી જોય ગોસ્વામી અને ટીએમસી સાંસદ દીપક અધિકારી જેવા જાણિતા લોકોને પણ નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી સાથે જ કહ્યું હતું કે એસઆઇઆર નોટિસ મોકલવામાં આવે ત્યારે પુરતી કાળજી રાખવામાં આવે, સાથે જ તમારા ચૂંટણી અધિકારીઓને કહો કે તેઓ થોડી સંવેદના દેખાડે.  

મમતાએ શાંતિથી દલીલો શરૂ કરી પછી આક્રમક અંદાજમાં આવી ગયા

શાંતિથી દલીલો શરૂ કરનારા મમતા બેનરજી હવે વધુ આક્રામક અંદાજમાં આવી ગયા હતા, તેમણે સીધા ચૂંટણી પંચને ઘેર્યું અને કહ્યું હતું કે ઇલેક્શન કમિશન સોરી વોટ્સએપ કમિશન જાણી જોઇને બંગાળને નિશાન બનાવી રહ્યું છે. કોઇ મહિલાએ લગ્ન બાદ પોતાના પતિની સરનેમ અપનાવી હોય તો તેને મિસમેચમાં સામેલ કરી દેવાય છે. નામમાં સ્પેલિંગ જેવી સામાન્ય ભૂલોને કારણે લોકોને યાદીમાંથી હટાવાઇ રહ્યા છે.  ખેતિની સીઝન છે આવા સમયે લોકોને નોટિસ મોકલીને હાજર થવા પરેશાન કરાઇ રહ્યા છે.

 અનેક લોકો રાજ્યમાં હાજર પણ નથી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

અમેરિકા - વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા | Pol…

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા | Pol...

STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા | Sebi Chairman rejects immediate F&O r…

STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા | Sebi Chairman rejects immediate F&O r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…

2 months ago
વડોદરાની દેણા ચોકડી પાસેથી બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે ઝડપાયા | Two people caught with ba…

વડોદરાની દેણા ચોકડી પાસેથી બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે ઝડપાયા | Two people caught with ba…

7 months ago
સાઇટના બીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from second floor of site

સાઇટના બીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from second floor of site

2 months ago
દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ | Crowd of passengers at railway/bus stat…

દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ | Crowd of passengers at railway/bus stat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News