gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in Business
0 0
0
સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા સાથેના ટ્રેડ ડીલ માળખાને ભારતીય શેરબજારે આવકાર્યું હતું અને અમેરિકા ખાતે નિકાસ ધરાવતી કંપનીના શેરોમાં લેવાલી નીકળી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદદાર રહ્યા હોવાના અહેવાલે પણ બજારને ઈંધણ પૂરુ પાડયું હતું. વેપાર કરાર ઉપરાંત બજેટ દરખાસ્તોને કારણે ટેકસટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, સિમેન્ટ સહિતના ક્ષેત્રોમાં રોકાણકારોનું આકર્ષણ જોવા મળ્યું હતું.મલેશિયા સાથે થયેલા સમજૂતિ કરારો પણ બજાર માટે પોઝિટિવ  બની રહ્યા હતા. ગયા સપ્તાહના અંતે એસબીઆઈના આવેલા મજબૂત પરિણામોએ બેન્કિંગ શેરોમાં લેવાલી નીકળી હતી. અમેરિકા તથા ભારત વચ્ચેના વેપાર કરારની ફાઈનલ પ્રિન્ટ પર બજારની નજર રહેલી છે. બીએસઈ સેન્સેકસ ૪૮૫.૩૫ વધી ૮૪૦૦૦ની સપાટી કુદાવી ૮૪૦૬૫.૭૫ રહ્યો હતો.નિફટી૫૦ ઈન્ડેકસ ૧૭૩.૬૦ વધી ૨૫૮૬૭.૩૦ રહ્યો હતો. મિડકેપ શેરોમાં જોરદાર આકર્ષણ રહ્યું હતું. નિફટી મિડકેપ ઈન્ડેકસ ૯૩૮.૪૫ પોઈન્ટ ઉછળી ૬૦૪૪૧.૧૫ બંધ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૩૦૬૨ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૧૩૦૮ના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ૧૬૭ શેરના ભાવ ફેરફાર વગરના રહ્યા હતા.  

શૂન્ય ડયૂટી લાગુ ાૃથવાની જાહેરાતને પરિણામે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની કંપનીના શેરોમાં ઉછાળો

અમેરિકા દ્વારા ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી પરની ડયૂટી ઘટાડી શૂન્ય કરાશે  તેવી વેપાર કરારના મુસદામાં કરાયેલી જાહેરાતને પગલે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની કંપનીના શેરોમાં ભારે લેવાલી નીકળી હતી. ગોલ્ડીઅમ ઈન્ટરનેશનલ રૂપિયા ૪૧.૬૦ વધી રૂપિયા ૪૦૭.૨૫, કલ્યાણ જ્વેલર રૂપિયા ૫૭.૧૦ વધી રૂપિયા ૪૩૭.૩૫, ટિટાન કંપની રૂપિયા ૧૧૬.૮૦, સેન્કો ગોલ્ડ રૂપિયા ૨૨.૫૫ વધી રૂપિયા ૩૫૫.૩૦ બંધ રહ્યા હતા. અમેરિકામાં  સારી બજાર ધરાવતી કંપનીઓને કરારથી ટેકો મળ્યો છે. ભક્તિ જેમ્સનો ભાવ રૂપિયા ૧.૨૭ વધી રૂપિયા ૪૩.૪૪ રહ્યો હતો. 

નિફટી ફાર્મા શેરોમાં આક્રમક ખરીદીથી ઈન્ડેકસ ૩૨૯.૩૫ વધી ૨૨૨૯૦.૭૦ બંધ રહ્યો

ભારતની  જેનેરિક દવાઓ પર અમેરિકા શૂન્ય ડયૂટી રાખશે તેવી ટ્રેડ ડીલમાં જોગવાઈથી ફાર્મા શેરોમાં આક્રમક ખરીદી જોવા મળી હતી. અમેરિકામાં ભારતનો ફાર્મો ઉદ્યોગ મોટી બજાર ધરાવે છે, ત્યારે શૂન્ય ડયૂટીથી ખાસ કરીને જેનેરિક દવાના ઉત્પાદકોને આ કરારનો મોટો લાભ થવાની ધારણાં બાંધવામાં આવી છે, જેને પરિણામે મોટાભાગની નિફટી ફાર્મા કંપનીઓમાં  સુધારા તરફી વલણ રહ્યું હતું. ઝાયડસ લાઈફ રૂપિયા ૩૫.૩૦ વધી રૂપિયા ૯૨૩.૪૫, લોરસ લેબ્સ રૂપિયા ૩૪.૯૫ વધી રૂપિયા ૯૮૫.૫૦, નેટકો ફાર્મા રૂપિયા ૨૨.૦૫ વધી રૂપિયા ૮૪૫.૬૦, બાયોકોન રૂપિયા ૮.૫૫ વધી રૂપિયા ૩૭૩.૯૫, ઓરોબિન્દો ફાર્મા રૂપિયા ૧૨.૭૦ વધી રૂપિયા ૧૨૦૩.૭૦ બંધ રહ્યો હતો. પિરામલ ફાર્મા રૂપિયા ૪.૦૯ વધી રૂપિયા ૧૬૨.૮૪ બંધ રહ્યો હતો. 

એસબીઆઈની આગેવાની હેઠળ બેન્કિંગ શેરોમાં સુાૃધારો: નિફટી બેન્ક ઈન્ડેકસ ૫૪૮.૮૦ વાૃધી ૬૦૬૬૯.૩૫ રહ્યો

ગયા સપ્તાહના અંતે એસબીઆઈના ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો પ્રોત્સાહક આવતા બેન્કિંગ શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. એસબીઆઈ રૂપિયા ૭૯.૬૦ વધી રૂપિયા ૧૧૪૬.૦૦, ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૨૪.૩૦ વધી રૂપિયા ૯૨૭.૯૦, કોટક મહિન્દ્રા રૂપિયા ૬.૪૫ વધી રૂપિયા ૪૨૮.૮૦, યસ બેન્ક રૂપિયા ૦.૨૭ વધી રૂપિયા ૨૧.૫૬, યુનિયન બેન્ક રૂપિયા ૧.૮૫ વધી રૂપિયા ૧૭૯.૯૮, બેન્ક ઓફ  બરોડા રૂપિયા ૧.૪૦ વધી રૂપિયા ૨૯૦.૬૦  રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૯.૮૦ ઘટી રૂપિયા ૧૩૯૬.૩૦, એચડીએફસી બેન્ક રૂપિયા ૩.૮૫ ઘટી રૂપિયા ૯૩૭.૨૫ બંધ રહ્યો હતો. 

અમેરિકા સાાૃથે સંરક્ષણ સહકાર વાૃધવાનો માર્ગ મોકળો ાૃથતાએરોસ્પેસ ક્ષેત્રની કંપનીના સ્ટોકસ ઊંચકાયા

ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારના માળખાની કરાયેલી જાહેરાત બાદ અમેરિકા સાથે સંરક્ષણ સહકાર અને  ટેકનોલોજી ટ્રાન્સફર વધવાની તથા એરોસ્પેસ ક્ષેત્રમાં વ્યવસાયીક તકો ઊભી થવાની ગણતરીએ આ ક્ષેત્રોના શેરો લાઈમલાઈટમાં આવ્યા હતા. એરોસ્પેસ, ડિફેન્સ, ઊર્જા ક્ષેત્ર માટે કમ્પોનેન્ટસ તૈયાર કરતી આઝાદ એન્જિનિયરિંગ પાંચ ટકા વધી રૂપિયા ૧૫૬૬ રહ્યો હતો. યુનિમેક એરોસ્પેસ રૂપિયા ૫૮.૦૦ વધી રૂપિયા ૧૦૧૩.૮૦, એચએએલ રૂપિયા ૬૩.૫૦ વધી રૂપિયા ૪૧૩૧.૦૦, બીઈએલ રૂપિયા ૭.૬૫ વધી રૂપિયા ૪૩૭.૩૦ બંધ રહ્યા હતા. આગામી નાણાં વર્ષ માટેના બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટેના બજેટમાં વધારો કરાયા બાદ અમેરિકા સાથેના વેપાર કરારે એરોસ્પેસ તથા સંરક્ષણ ક્ષેત્રે પ્રવૃત્ત કંપનીઓના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. 

પસંદગીના ટેકસટાઈલ શેરોમાં આકર્ષણ: અરવિંદ, વાૃર્ધમાન, આદિત્ય બિરલા, આલોક ઈન્ડ.માં લેવાલી

અમેરિકામાં બજાર ધરાવતી ટેકસટાઈલ તથા રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રની કંપનીઓમાં લેવાલી જોવા મળી હતી. ગયા વર્ષે ઊંચા ટેરિફ લાગુ થયા બાદ દબાણ હેઠળ આવી ગયેલા ટેકસટાઈલ તથા ગારમેન્ટસ ક્ષેત્રની કંપનીના શેરોમાં નીચા ભાવે લેવાલી નીકળી હતી. અરવિંદ રૂપિયા ૧૯.૪૫ વધી રૂપિયા ૩૮૭.૬૦, વર્ધમાન ટેકસ. રૂપિયા ૨૫.૦૫ વધી રૂપિયા ૫૦૭.૦૫, આલોક ઈન્ડ. રૂપિયા ૦.૨૬ વધી રૂપિયા ૧૬.૨૫, આદિત્ય બિરલા રૂપિયા ૭૪.૭૦ વધી રૂપિયા ૧૪૨૬.૬૦ બંધ રહ્યો હતો. 

એફઆઈઆઈની કેશમાં રૂપિયા ૨૨૫૪ કરોડની અને ડીઆઈઆઈની ૪.૧૫ કરોડની નેટ ખરીદી

સોમવારે એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂપિયા ૧૬૦૬૬.૧૩ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૩૮૧૧.૪૯ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૨૨૫૪.૬૪ કરોડની નેટ લેવાલી રહી હતી. બીજી બાજુ ડીઆઈઆઈની રૂપિયા ૧૩૫૭૨.૯૯ કરોડની લેવાલી અને રૂપિયા ૧૩૫૬૮.૮૪ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૪.૧૫ કરોડની ખરીદી રહી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ ભારતીય બજારમાં સક્રિય બન્યા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોની રૂપિયા ૪૯૦૦ કરોડની નેટ ખરીદી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની ધરપકડ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 કલાક ચલાવ્યુ…

વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની ધરપકડ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 કલાક ચલાવ્યુ...

જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા…

જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા...

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી | The family was sleeping upstairs and the t…

પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી | The family was sleeping upstairs and the t…

2 weeks ago
ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘મ…

ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘મ…

3 months ago
પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત | Tragic…

પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત | Tragic…

2 weeks ago
ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં એકનું મોત, પાંચને ઈજા | One dead five injured in three acciden…

ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં એકનું મોત, પાંચને ઈજા | One dead five injured in three acciden…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News