gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: એક સાથે 29 તલાટીઓની બદલી કરી દેવાતા પંચમહાલ તલાટી બેડામાં ફફડાટ વ્યાપ્યો છે.  જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવામાં આવ્યા છે. જો કે પંચમહાલ જિલ્લા તંત્રએ વહીવટી કારણ આપી બદલી કરી હોવાનું જણાવ્યું છે. 

7 તાલુકામાંથી 29 જેટલા તલાટીઓની બદલી 

પંચમહાલ જિલ્લા તંત્રના જવાબદાર અધિકારીએ બદલીની માહિતી આપતા જણાવ્યું કે ‘જિલ્લા વિકાસ અધિકારીની સૂચના બાદ પંચમહાલ જિલ્લાના 7 તાલુકામાંથી 29 જેટલા તલાટીઓની બદલી કરાઇ છે. વહીવટ કારણોસર આ બદલી કરવામાં આવી છે. જે તલાટીઓ છેલ્લા 5 વર્ષથી એક જ સ્થળ પર ફરજ બજાવતા હતા તેથી વહીવટમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે બદલી કરવામાં આવી છે.’ પંચમહાલના તાલુકા પ્રમાણે તલાટીની બદલી પર નજર કરીએ તો ગોધરામાંથી 3 તલાટી, જાંબુઘોડાના 1, કાલોલના 8, હાલોલના 4 અને ઘોઘમ્બા તાલુકાના 11 તથા મોરવા હડફના 2 તલાટીની બદલી કરાઇ છે.

બદલી કરાયેલ તલાટીઓ કેટલા વર્ષથી એક જ સ્થળ પર હતા?

  • 10 વર્ષથી વધારે-3 તલાટી
  • 9 વર્ષ થી વધારે-3 તલાટી
  • 8 વર્ષ થી વધારે-8 તલાટી
  • 7 વર્ષ થી વધારે-6 તલાટી
  • 5 વર્ષથી વધારે-9 તલાટી

શું છે બોગસ લગ્ન નોંધણી કૌભાંડ?

આ સમગ્ર પ્રકરણની શરૂઆત કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલના એક વાયરલ વીડિયોથી થઈ હતી. વીડિયોમાં તલાટી પોતે કબૂલાત કરતો જોવા મળ્યો હતો કે તેણે એક જ વર્ષના સમયગાળામાં અંદાજે 2000 જેટલા લગ્નની નોંધણી કરી છે. તેણે જણાવ્યું હતું કે તે એક લગ્ન નોંધણી દીઠ રૂ. 2500 લેતો હતો. આ રીતે તેણે કુલ રૂ. 50 લાખની ગેરકાયદેસર કમાણી કરી અને તેમાંથી રાજસ્થાનમાં જમીન પણ ખરીદી છે. પટેલ સમાજના એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવીને ખોટી રીતે લગ્ન નોંધણી કરાવી રહ્યા છે.

આ પણ વાંચો: જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર-કોરા સર્ટિફિકેટના ઢગલા મળ્યા

મીડિયા અહેવાલો અને વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને તપાસના આદેશ આપ્યા હતા. કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલની પોલીસે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તલાટીએ આ કૌભાંડથી કમાયેલા રૂ. 50 લાખની કબૂલાત કરી છે અને સરકારી દસ્તાવેજો પોતાના મિત્રના ઘરે સંતાડ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો, જેના આધારે પોલીસે દરોડા પાડીને તમામ રેકોર્ડ કબજે કર્યા હતા. જે બાદ આજે (13 ડિસેમ્બર) એક સાથે 29 તલાટીની વહીવટી કારણોસર બદલી કરી દેવાતા ચકચાર મચી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત | Tragedy…

પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત | Tragedy...

અમદાવાદ: ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં, સ્પા સેન્ટર બળીને ખાક | …

અમદાવાદ: ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં, સ્પા સેન્ટર બળીને ખાક | ...

પંચમહાલ: પાનમ ડેમનો એક દરવાજો લીક થતાં યુદ્ધના ધોરણે બદલ્યો, અત્યાર સુધી કુલ 3 ગેટ બદલવામાં આવ્યા | …

પંચમહાલ: પાનમ ડેમનો એક દરવાજો લીક થતાં યુદ્ધના ધોરણે બદલ્યો, અત્યાર સુધી કુલ 3 ગેટ બદલવામાં આવ્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં દારૂની 486 બોટલ સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર | Three arrested with 486 bottles of liquor in t…

જિલ્લામાં દારૂની 486 બોટલ સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર | Three arrested with 486 bottles of liquor in t…

1 year ago
પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા | Former Home …

પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા | Former Home …

10 months ago
હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…

હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…

1 year ago
મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …

મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News