![]()
તહેવારની
સિઝનને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેનો દોડાવશે. જે પૈકી ચાર જોડી ટ્રેનોનું વડોદરા સ્ટેશન ઉપર રોકાણ રહેશે. જેમાં
વલસાડ-બરૌની, ઉધના-સમસ્તીપુર,
પ્રતાપનગર – જયનગર ફેશિયલ અને
પ્રતાપનગર – કટિહાર ટ્રેનોનો સમાવેશ થાય છે.
વલસાડ –
બરૌની દરરોજ વલસાડથી બપોરે ૧૨: ૫૦ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે 6:05 કલાકે બરૌની પહોંચશે. આ ટ્રેન ૧૪થી ૨૭ઓક્ટોબર સુધી કાર્યરત
રહેશે. તેવી જ રીતે બરીની -વલસાડ દરરોજ સવારે ૧૧થ૦૦ કલાકે બરૌનીથી ઉપડશે. અને
ત્રીજા દિવસે સવારે ૪થ૩૦ કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન ૧૯થી ૨૯ ઓક્ટોબર સુધી
કાર્યરત રહેશે. તેમજ ઉધના – સમસ્તીપુર દરરોજ ઉધનાથી રાત્રે ૧૧ કલાકે ઉપડશે. અને
ત્રીજા દિવસે સવારે ૧૧:૩૫ કલાકે સમસ્તીપુર પહોંચશે. આ ટ્રેન ૧૪ થી ૨૭ ઓક્ટોબર સુધી
કાર્યરત રહેશે. તેવી જ રીતે સમસ્તીપુર -ઉધના દરરોજ બપોરે ર:૩૦ કલાકે સમસ્તીપુરથી ઉપડશે. અને શનિવારે સવારે ૪ :૩૦ કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન ૧૬થી ૨૯ ઓક્ટોબર સુધી
કાર્યરત રહેશે. જ્યારે પ્રતાપનગર – કટિહાર સાપ્તાહિક તા.૧૫ અને ૨૨ ઓક્ટોબરે પ્રતાપ
નગરથી ઉપડશે. અને શુક્રવારે સવારે ૦૭:૧૫ કલાકે કટિહાર પહોંચશે. તેવી જ રીતે કટિહાર – પ્રતાપનગર
સાપ્તાહિક તા. ૧૭ અને ૨૪ ઓક્ટોબરે સવારે ૧૧:૧૫ કલાકે
કટિહારથી ઉપડશે. અને રવિવારે રાત્રે ર:૩૦ કલાકે પ્રતાપનગર પહોંચશે. તથા પ્રતાપનગર-જયનગર સ્પેશિયલ
સાપ્તાહિક તા. ૧૯ અને ૨૬ ઓક્ટોબરે સાંજે ૪:૩૫ કલાકે
પ્રતાપનગરથી ઉપડશે. અને મંગળવારે સવારે ૧૦:૦૦ કલાકે
જયનગર પહોંચશે. તેવી જ રીતે જયનગર – પ્રતાપનગર સ્પેશિયલ સાપ્તાહિક તા.૨૧ અને ૨૮
ઓક્ટોબરે જયનગરથી ઉપડશે અને ગુરુવારે સવારે ૦૫:૩૦ કલાકે
પ્રતાપનગર પહોંચશે.










