gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલીવાર રાજ્યપાલ-રાષ્ટ્રપતિની મંજૂરી વિના 10 કાયદાનો અમલ, તમિલનાડુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | For th…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in INDIA
0 0
0
પહેલીવાર રાજ્યપાલ-રાષ્ટ્રપતિની મંજૂરી વિના 10 કાયદાનો અમલ, તમિલનાડુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | For th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court and Tamilnadu news : તમિલનાડુની ડીએમકે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઇને 10 બિલોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર જ સત્તાવાર રીતે કાયદા તરીકે અમલ કરી દીધો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ લેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કોઇ રાજ્યએ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની દખલ વગર જ બિલોને કાયદાનું સ્વરૂપ માનીને લાગુ કર્યા છે.

વિપક્ષ આ ફેરફારોને રાજ્ય સરકારની સ્વાયતત્તા અને દેશના સંઘીય ઢાંચાની જીત તરીકે જોઇ રહ્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા જે પણ બિલોનો અમલ કરવામાં આવ્યો છે તે વર્ષ 2023થી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હતા. આ બિલોમાં મોટાભાગનાને વિધાનસભા દ્વારા બે વખત પસાર કરવામાં આવ્યા હોવા છતા તેને મંજૂરી નહોતી મળી તેથી તમિલનાડુ સરકારે અંતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં તેની જીત થઇ હતી. સુપ્રીમ કોર્ટે આઠ એપ્રીલના રોજ આપેલા ચુકાદામાં બિલોને દબાવી રાખવાના રાજ્યપાલના નિર્ણયને મનમાનીભર્યો ગણાવીને તેને રદ કર્યો હતો. 

સુપ્રીમના આ ચુકાદાને આધાર બનાવીને હવે તમિલનાડુની ડીએમકે સરકારે કહ્યું છે કે બિલોને બીજી વખત પસાર કરીને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમનો ચુકાદો આ બિલોને મંજૂરી મળી ગઇ છે તે રીતે લઇને તેને કાયદાના સ્વરૂપમાં અમલ કરવામાં આવી રહ્યો છે.  જે પણ બિલોને લઇને રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં તમિલનાડુ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2022, તમિલનાડુ ફિશરિઝ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2020, ડો. આંબેડકર યુનિ. કાયદામાં સુધારો 2022 વગેરે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા 10 બિલોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એવુ જોવા મળ્યું કે આ નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેના અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

બંધારણીય જોગવાઇ મુજબ વિધાનસભામાં પસાર બિલોને રાજ્યપાલ પાસે મોકલાય છે. રાજ્યપાલ તેને મંજૂર કરે, અસ્વીકાર કરે અથવા સુધારા માટે પરત મોકલી શકે છે. પરંતુ જો વિધાનસભા પરત મોકલાયેલા બિલને ફરી પસાર કરે અને પછી રાજ્યપાલ પાસે મોકલે તો રાજ્યપાલ પછી આવા બિલોને રાષ્ટ્રપતિ પાસે ફરી વિચારણા માટે ના મોકલી શકે. તેમણે ફરજિયાત તેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…
INDIA

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

March 23, 2026
3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…
INDIA

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

March 23, 2026
VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…
INDIA

VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…

March 23, 2026
Next Post
પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું | gujarat Patan…

પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું | gujarat Patan...

સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું મોત | Sabarkantha Five family mem…

સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું મોત | Sabarkantha Five family mem...

વડોદરાની M.S. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ભણતાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીની આત્મહત્યા | Vadodara M …

વડોદરાની M.S. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ભણતાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીની આત્મહત્યા | Vadodara M ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય બજેટ 2026-27 અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદા…

કેન્દ્રીય બજેટ 2026-27 અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદા…

1 month ago
એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ થતા સસ્પેન્ડ | SOG ASI Laxmikant Desai suspended after…

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ થતા સસ્પેન્ડ | SOG ASI Laxmikant Desai suspended after…

2 months ago
હેબતપુર નજીક પાર્ક કરેલ બાઇક સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત | Youth dies after motorcycle collid…

હેબતપુર નજીક પાર્ક કરેલ બાઇક સાથે મોટરસાયકલ અથડાતા યુવાનનું મોત | Youth dies after motorcycle collid…

3 months ago
બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત | Two sisters die after dr…

બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત | Two sisters die after dr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News