gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in Business
0 0
0
પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Credit Card Charge Hike: દેશમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. પરંતુ હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. HDFC  અને ICICI જેવી મોટી ખાનગી બૅન્કોએ 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ અને બૅન્કિંગ સેવાઓ પરના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બંને બૅન્કોએ સત્તાવાર સૂચનાઓ દ્વારા તેમના ગ્રાહકોને આ ફેરફારોની માહિતી મોકલી છે. HDFC બૅન્કે ક્રેડિટ કાર્ડ યુઝર માટે, ખાસ કરીને ઓનલાઇન ગેમિંગ, ડિજિટલ વોલેટ અને યુટિલિટી પેમેન્ટ સંબંધિત વ્યવહારો માટે નવા ચાર્જની જાહેરાત કરી છે.

HDFC બૅન્ક ક્રેડિટ કાર્ડમાં થશે આ ફેરફાર 

જો કોઈ HDFC બૅન્ક ગ્રાહક ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પર મહિનામાં 10,000 રૂપિયાથી વધુ ખર્ચ કરે છે, તો તેણે તે મહિનાના કુલ ખર્ચ પર 1% ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ દર મહિને 4,999 રૂપિયાથી વધુ નહીં હોય. આનો અર્થ એ છે કે તમે ગમે તેટલો ખર્ચ કરો, તમારે 4999 રૂપિયાથી વધુ ચાર્જ નહિ ચૂકવવો પડે.

તેવી જ રીતે જો કોઈ ગ્રાહક થર્ડ પાર્ટી વોલેટમાં મહિનામાં રૂ.10,000થી વધુ જમા કરાવે છે, તો તેની પાસેથી સમગ્ર રકમ પર 1% ચાર્જ વસૂલવામાં આવશે. યુટિલિટી પેમેન્ટ માટે પણ, જો તમારો કુલ ખર્ચ મહિનામાં 50,000 રૂપિયાથી વધુ થાય છે, તો તમારે 1% ચાર્જ ચૂકવવો પડશે. તેમજ વીમા પેમેન્ટ પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.

HDFC બૅન્કે ભાડું, ફ્યુઅલ અને શિક્ષણ વ્યવહારો માટે ચાર્જ મર્યાદામાં પણ ફેરફાર કર્યો છે. જેમાં ભાડા ચુકવણી પર પહેલાની જેમ 1% ચાર્જ જ રહેશે. ફ્યુઅલ ખર્ચ  15,000 રૂપિયાથી વધુ હોય, તો તેના પર 1% ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ તમારે 4999 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે નહીં.

ICICI બૅન્કે પણ કર્યા ફેરફાર 

ICICI બૅન્કે કેટલાક સર્વિસ ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. હવે, રોકડ જમા કરાવવા, ચેક જમા કરાવવા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર વ્યવહારો માટે અલગ ચાર્જ લાગશે. હવે ગ્રાહકોએ દર 1000 રૂપિયા માટે 2 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ મીનીમમ ચાર્જ 50 રૂપિયા અને મેક્સીમમ ચાર્જ 15000 રૂપિયા રહેશે. અગાઉ, બૅન્ક 10,000 રૂપિયા સુધીની રકમ માટે 50 રૂપિયા અને તેનાથી ઉપરની રકમ માટે દરેક 1000 રૂપિયા માટે 5 રૂપિયા વસૂલતી હતી.

નવા નિયમો અનુસાર, ફક્ત તે ક્રેડિટ કાર્ડ ધારકોને મફત ડોમેસ્ટિક ઍરપોર્ટ લાઉન્જ સુવિધા મળશે જેમણે છેલ્લા ક્વાર્ટરમાં કાર્ડમાંથી ઓછામાં ઓછા 75,000 રૂપિયા ખર્ચ કર્યા છે. આ મફત લાઉન્જ સુવિધા ત્રણ મહિના માટે ઉપલબ્ધ રહેશે. ભાડું, શિક્ષણ, સરકારી સુવિધાઓ, EMI, શાળા ફી સંબંધિત ખર્ચ 75,000 રૂપિયાની મર્યાદામાં સામેલ કરવામાં આવશે નહીં.

આ સાથે જ ICICIએ ATMના વપરાશ પરના ચાર્જમાં પણ વધારો કરી દીધો છે. અન્ય બૅન્કના ATMમાંથી ત્રણ ફ્રી વ્યવહારો પછી, ICICI બૅન્ક હવે નાણાકીય વ્યવહારો માટે 23 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 8.5 રૂપિયા ચાર્જ કરશે.

તેમજ ICICI બૅન્કમાં ચેક જમા કરાવવા, કેશ જમા કરાવવા, ડિમાન્ડ ડ્રાફ્ટ, અને પે ઓર્ડર ટ્રાન્ઝેક્શન માટે અલગ ચાર્જ લાગશે. આ ઉપરાંત ICICI બૅન્કના ડેબિટ કાર્ડની વાર્ષિક ફી 200 રૂપિયાથી વધીને 300 રૂપિયા થઈ ગઈ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…
Business

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

February 14, 2026
એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…
Business

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

February 14, 2026
રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth
Business

રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth

February 14, 2026
Next Post
દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે નીકળ્યું કનેક્શન | bjp functionary…

દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે નીકળ્યું કનેક્શન | bjp functionary...

રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam…

13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam…

10 months ago
‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

3 months ago
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો

જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો

5 months ago
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન | Election Commi…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન | Election Commi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News