gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાકિસ્તાની કનેકશન ધરાવતા દંપતિ સહિત ત્રણ મુખ્ય એજન્ટો ઝડપાયા | state cyber crime nabbed three agents…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
પાકિસ્તાની કનેકશન ધરાવતા દંપતિ સહિત ત્રણ મુખ્ય એજન્ટો ઝડપાયા | state cyber crime nabbed three agents…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

મ્યાંનમાર સહિતના દેશોમાં સારા પગારની લાલચ આપીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં બળજબરી પૂર્વક કામ કરાવતી ગેંગના ગુજરાતમાં  સક્રિય એજન્ટો પૈકી જુનાગઢમાં રહેતા એક દંપતિ અને આણંદમાંથી એક વ્યક્તિને ઝડપી લેવામાં સ્ટેટ સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે જુનાગઢમાં રહેતી મહિલા પાકિસ્તાની એજન્ટો સાથે સીધી રીતે કામ કરતી હતી અને તેણે દુબઇ, મ્યાંનમાર, મલેશિયા અને વિયેતનામ સહિતના દેશોમાં  અનેક યુવકોને મોકલીને ફસાવ્યા હતા. આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર વિશ્વમાં સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગ દ્વારા મ્યાંનમાર અને કમ્બોડિયા સહિતના દેશોમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલે છે. આ કોલ સેન્ટરમાં કામ કરવા માટે યુવાનો મેળવવા માટે ગેંગ દ્વારા જોબ પ્લેસમેન્ટના નામે મોટુ નેટવર્ક ચલાવવામાં આવે છે. સ્ટેટ સાયબર ક્રાઇમના  અધિકારીઓને બાતમી મળી હતી કે જુનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલી અક્ષર ટાઉનશીપમાં રહેતી સોનલ ફળદુ અને તેનો પતિ સંજય તેમજ આણંદના બોરસદના કાવીઠા ગામમાં રહેતો શૈલેષ ડાભી નામના એજન્ટ ગુજરાતમાં મોટાપાયે સક્રિય છે. જેના આધારે ત્રણેયની અટકાયત કરીને સઘન પુછપરછ  કરતા ચોકાવનારા ખુલાસા થયા હતા.

આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે સોનલ ફળદુ અને તેનો પતિ તેમજ શૈલેષ ચાઇનીઝ ગેંગ માટે ગુજરાતના મુખ્ય એજન્ટ તરીકે કામ કરતા હતા. સોનલ જોબ પ્લેસમેન્ટમાં ડેટા એન્ટ્રી, ટાઇપીંગ અને અન્ય કામ માટે વિદેશમાં ૪૦ થી ૪૫ હજારની નોકરીની લાલચ આપીને યુવાનોને મ્યાંનમાર સહિતના દેશોમાં મોકલતી હતી. આ માટે તે પ્રતિ વ્યક્તિ વીઝા પ્રોસેસ અને પ્લેનની ટિકીટના નામે ૮૦ હજાર રૂપિયા લેતી હતી. આ ઉપરાંત, મુળ  પાકિસ્તાનના નાગરિક મિયાઝઅલી અને તન્વીર સાથે પણ કામ કરતી હતી. જ્યારે ગુજરાતથી કોઇ વ્યક્તિ વિદેશમાં પહોંચે ત્યારે મિયાઝઅલી અને તન્વીર તેને એરપોર્ટથી પીકઅપ કરીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં મોકલતા હતા. કોલ સેન્ટરના ંસંચાલક આ માટે તેમને એક થી બે હજાર ડોલર આપતા હતા. આ નાણાં પણ સોનલ ફળદુનો હિસ્સો રહેતો હતો. પોલીસે સોનલ અને અન્ય એજન્ટોના મોબાઇલ ફોન અને બેંક એકાઉન્ટની વિગતો તપાસતા અનેક વિગતો જાણવા મળી છે. 

સ્ટેટ સાયબર ક્રાઇમની તપાસમાં અત્યાર સુધીમાં પ્રથમવાર ગુજરાતી મહિલા એજન્ટ અને પાકિસ્તાની  એજન્ટની સીધી સંડોવણી બહાર આવી છે. ત્યારે આગામી સમયમાં આ કેસની તપાસમાં મોટા ખુલાસાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

એજન્ટ સોનલ ફળદુએ  ૪૧ યુવકોને વિદેશમાં મોકલ્યા

ચાઇનીઝ ગેેંગ માત્ર મ્યાંનમાર કે કમ્બોડિયામાં જ નહી પણ દુબઇ,  વિયેતનામ, મલેશિયામાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવીને ભારત, અમેરિકા, ઇગ્લેન્ડ જેવા દેશોના નાગરિકોને છેતરવાનું નેટવર્ક સેટઅપ કર્યું હતું.  ગુજરાતના યુવાનોની ડીમાન્ડ સૌથી વધારે રહેતી હતી. જેથી સોનલે અત્યાર સુધીમાં  કુલ ૪૧ યુવકોને નોકરીના નામે  વિદેશ મોકલ્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે આ આંક હજુ વધી શકે તેમ છે.

કોલ સેન્ટરથી દેશમાં પરત આવવુ હોય તો છ હજાર ડોલર વસુલાતા હતા

ભારતમાંથી જોબ પ્લેસમેન્ટના નામે ચાઇનીઝ ગેગના કોલ સેન્ટરમાં ફસાઇ જતા યુવકોને ગોંધી રાખીને તેમને શારિરીક અને માનસિક યાતના આપવામાં આવતી હતી. જો યુવક કોલ સેન્ટરમાં ટારગેટ મુજબ કામ ન કરે તો તેને સજા પણ થતી હતી. સાથેસાથે તેનો પાસપોર્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવતા હતા. પરંતુ, જો યુવકને ભારત પરત આવવું હોય તો તેના પરિવાર પાસેથી છ હજાર ડોલરની ખંડણી માંગવામાં આવતી હતી. જે નાણાં જમા થયા બાદ જ યુવકને છોડવામાં આવતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
નિરમા યુનિ.ના કર્મચારીએ બોગસ ડોક્યુમેન્ટથી પાંચ કરોડની ઉચાપત કરી | nirma university staff member dup…

નિરમા યુનિ.ના કર્મચારીએ બોગસ ડોક્યુમેન્ટથી પાંચ કરોડની ઉચાપત કરી | nirma university staff member dup...

કોણ છે સંજય યાદવ? જેના કારણે લાલુના પરિવારમાં મચ્યો ખળભળાટ, તેજ પ્રતાપથી લઈને રોહિણી સુધી નારાજ | Wh…

કોણ છે સંજય યાદવ? જેના કારણે લાલુના પરિવારમાં મચ્યો ખળભળાટ, તેજ પ્રતાપથી લઈને રોહિણી સુધી નારાજ | Wh...

‘મારો કોઈ પરિવાર નથી, તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી’, બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ | rohini accuses…

'મારો કોઈ પરિવાર નથી, તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી', બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ | rohini accuses...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધી પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને મળ્યા, આપી સાંત્વના | r…

રાહુલ ગાંધી પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને મળ્યા, આપી સાંત્વના | r…

1 year ago
Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

1 year ago
અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી | Two drunken you…

અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી | Two drunken you…

8 months ago
સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News